shrifal kharab in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ભારતના લોકો જેટલું ભગવાન માં માને છે તેટલું બીજા કોઈ દેશના લોકો ભગવાનને માનતા નથી. આપણા ભારત દેશમાં બધા લોકો દિવસમાં એક વાર તો ભગવાનને યાદ તો કરતા જ હોય છે.

ભગવાનની ભક્તિ કરવા સાથે ઘણા લોકો પોતાનું ધારેલું કામ કે પોતાની ઈચ્છા પ્રમાણે કામ થાય તો ભગવાનને પ્રસાદ સ્વરૂપે સુખડી, શ્રી ફળ, સાકર, પેંડા વગેરે અર્પણ કરતા હોય છે. આ પ્રસાદ ચઢાવવાની પરંપરા હજી આપણા ત્યાં ચાલે જ છે.

તમે જયારે પણ પ્રસાદ સ્વરૂપે શ્રી ફળ લઈને જાઓ છો અને જયારે તમે ભગવાનને વધેરો છો એટલે કે શ્રી ફળ ફોડો છો ત્યારે ઘણી વખત શ્રી ફળ ખુબજ સારું મીઠું અને ઘણી વખત ખરાબ નીકળે છે.

તમે ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે શ્રી ફળ ખરાબ નીકળે તો તેને શુભ ગણવું જોઈએ, અને ઘણા લોકો શ્રી ફળ ખરાબ નીકળે તો તેને અશુભ માનતા હોય છે. તો અહીંયા શ્રી ફળ વિશેની કેટલીક માહિતી જાણીશું.

જયારે પણ તમે શ્રી ફળ વધેરો છો અને તે જયારે એકદમ કોળું નીકળે ત્યારે એ શુભતાનું પ્રતીક છે. તમારી એ જ સમયે દરેક મનોકામના પૂર્ણ થતી હોય છે અને જો એમાં વચ્ચે બીજ નો ગોળો હોય તો શ્રીફળ એ માતા લક્ષ્મીનું પ્રતિક છે, સ્ત્રી નું પ્રતિક છે અને શ્રીફળ ની અંદર બીજ નીકળે તો સ્ત્રીઓ માટે ખુબ જ સારી માનવામાં આવે છે.

ઘરની સ્ત્રીઓ પર કુળદેવિના, સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદ છે એવું માનવામાં આવે છે. તો એ સમયે તમારી મનોકામના પૂર્ણ થતી હોય છે જે તમે માંગો એ ફળ અવશ્ય મળતું હોય છે. આ ઉપરાંત જ્યારે પણ તમે શ્રી ફળ વધેરો અને તે ખરાબ નિકળે છે તો ઘણા લોકો નિરાશ થઈ જાય છે અને જે દુકાનેથી લાવ્યા હોય એ દુકાનવાળાને મનમાં ના બોલવાનું બોલી દેતા હોય છે.

પરંતુ જ્યારે શ્રી ફળ ખરાબ નીકળે તો એમ ન માનવું કે તમારા ઉપર કુળદેવીની કૃપા નથી. પરંતુ તમારે ઊલટું સમજવું જોઈએ કે જયારે તમે શ્રીફળ વધેરો છો એ શ્રી ફળ તમારા દેવી દેવતા જોડે પહોંચી ગયું, તમારા હૃદયની લાગણી ખરેખર સાચી છે માટે તમારા ઉપર તમારા કુળદેવી અથવા તો દેવી-દેવતાઓ પ્રસન્ન છે. તો એ સમયને ખૂબ શુભ માનવામાં આવે છે.

બે હાથ જોડી, આંખો બંધ કરે મનની મનોકામનાઓ માંગવી જોઈએ. તો હવે જ્યારે પણ તમે શ્રીફળ વધેરી રહ્યા હોય તો એ સમય જો તારી ફળ ખરાબ નિકળે તો નિરાશ થવાની જરૂર નથી પણ વધુ ખુશ થવાની જરૂર છે અને માનવું કે તમારા કુળદેવતા ના અથવા તો તમારી કુળદેવી ના ચાર હાથ તમારા પર છે.

જો વિદ્વાનો મુજબ જાણીએ તો પૂજામાં આપવામાં આવતું શ્રી ફળ ખરાબ નિકળે તો તેને શુભ સંકેત ગણવામાં આવે છે. જ્યારે શ્રી ફળ ખરાબ નિકળે ત્યારે તમારી પ્રાર્થના ભગવાનને સાંભળી લીધી છે અને એના પ્રસાદને તમારે અર્પણ કરવો જોઈએ.

જ્યારે પણ, કોઈ પણ સમયે કોઇ પણ સંજોગોમાં શ્રી ફળ ખરાબ નિકળે તો તમારે એવું સમજી લેવું કે હવે તમારો મનોકામનાઓ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે એટલું જ નહીં એ દરમ્યાન સાચા હૃદયથી નિસ્વાર્થ ભાવે ભગવાન તમારી ઈચ્છા પુરી કરશે.

જયારે પણ તમારું શ્રી ફળ સારું નીકળે છે તો એ શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. આ સમયે નાળિયેર વધારે વધારે લોકો સુધી પ્રસાદરૂપે પહોંચે તો માતાજી તમારા પ્રસન્ન થશે અને તમારી મનોકામના જરૂર પૂર્ણ કરે છે. તો આ ઉપયોગી માહિતીમાં શ્રીફળ ખરાબ નીકળી કે સારું નીકળે એ વિષે મનમાં રહેલું વહેમ દૂર કરવા માટેનો પ્રયાસ કર્યો છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા