હંમેશા માટે સવારે હળવો ખોરાક ખાવાનું કહેવામાં આવે છે. સવારે આપણે નાસ્તો કરતા હોઈએ છીએ. સવારના નાસ્તામાં ફક્ત સ્વસ્થ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. પરંતુ તે સાથે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે જે પણ ખાઈએ છીએ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહિ.
ઘણી વખત માહિતીની અછતને કારણે આપણે એવી કેટલીક ચીજોનું સેવન કરીએ છીએ જે શરીરને નુકસાન પહોંચાડે છે. સવારે ખાલી પેટ પર નાસ્તામાં ખાટી વસ્તુ ખાવાનું ટાળવું કારણ કે ખાટી વસ્તુના સેવનથી પાચન અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. તો ચાલો જોઈએ સવારે ખાલી પેટે કઈ પાંચ વસ્તુ ખાવાનુ ટાળવું જોઈએ.
૧) ચા-કોફી: આપણામાંથી મોટા ભાગના લોકો દિવસની શરૂઆત ચા અને કોફીથી કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ખાલી પેટ પર ચા અથવા કોફીનું સેવન નુકસાનકારક હોઈ શકે છે. તેથી, જ્યારે પણ તમે સવારે ચા અથવા કોફી પીતા હોય તો તેની સાથે બિસ્કિટ કે બ્રેડ સાથે લેવી. ખાલી પેટ પર ચા અને કોફી લેવાથી પેટમા ગેસ થઈ શકે છે અને શરીર માં નુકશાન થઈ શકે છે.
૨) ટામેટાં: ખાલી પેટ પર ટામેટાં ક્યારેય ન ખાવા જોઈએ. સવારે ખાલી પેટ પર ટામેટા ખાવાનું ટાળવું જોઈએ કારણ કે ટામેટાની અસર ગરમ હોય છે, જે ઉનાળાની ઋતુ મા પેટ અથવા છાતીમાં બર્ન થવાની સમસ્યા પેદા કરી શકે છે.
3) જામફળ: તમે જાણતા હશો કે જામફળને પાચન માટે સારું માનવામાં આવે છે. જામફળમાં વિટામિન સી મળી આવે છે. પરંતુ સવારે ખાલી પેટ પર જામફળનું સેવન કરવાથી પેટમાં દુખાવો થઈ શકે છે માટે સવારે જામફળ નું સેવન ન કરવું જોઈએ.
૪) દહીં: દહીંનું સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. દહીં મા ઘણા એવા પોષક તત્વો જોવા મળે છે જે શરીરને અનેક સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે છે. પરંતુ સવારે ખાલી પેટ પર દહીંનું સેવન કરવું સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
૫) સફરજન: સફરજનમાં વિટામિન એ, બી, સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટી ઓક્સિડન્ટ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ સવારે ખાલી પેટ પર સફરજનનું સેવન કરવું નુકસાનકારક છે.
૬) સલાડ: સલાડ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. સલાડના સેવનથી વજન નિયંત્રિત કરી શકાય છે. પરંતુ સવારે ખાલી પેટ પર સલાડ ખાવાથી ગેસ અને હાર્ટબર્ન થઈ શકે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.