sandha no dukhavo gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

પહેલાના સમયમાં એવું કહેવામાં આવતું હતું કે જો કોઈ વ્યક્તિ સાંધાના દુખાવાની ફરિયાદ કરે છે તો તેનો અર્થ એ છે કે તમે હવે ઘરડા થઇ ગયા છો, પરંતુ આજના સમયમાં એવું નથી. હવે એવો સમય આવી ગયો છે કે સાંધાના દુખાવાની સમસ્યાઓ નાના યુવાનો સાથે પણ થાય છે.

દિવસે ને દિવસે આપણી જીવનશૈલી એવી બનતી જાય છે કે આપનો મોટાભાગનો સમય ફક્ત બેઠા જ બેઠા પસાર થાય છે. મોટાભાગના લોકો તેમની અપેક્ષા કરતા ઓછી શારીરિક કસરત કરે છે અને સૂર્યના તડકામાં પણ ઓછા જાય છે જેના કારણે કેલ્શિયમ અને વિટામિન-ડીની ઉણપ થઇ જાય છે.

હવે આ સમસ્યા મોટાભાગના બાળકો અને કિશોરોમાં પણ જોવા મળે છે. તો આજના સસમયને જોઈને તમે સમજી શકો છો કે 40 વર્ષ પછી લોકોનું શું થશે તેનો અંદાજ લગાવી શકાય છે. આજે અમે તમારી સાથે સાંધાના દુખાવા સંબંધિત કેટલીક માહિતી શેર કરી રહયા છીએ.

જો તમે વધુ પડતી શારીરિક કસરત કરો છો તો પણ દુખાવો થઇ શકે છે. આ સિવાય પણ આર્થરાઈટિસ, ઉંમરની વધવું, ખરાબ જીવનશૈલી વેગેરે આનું કારણ બની શકે છે.

શા માટે શરીરમાં દુખાવો થાય છે? શરીરના દુખાવા માટે વધેલા વાત જવાબદાર હોય છે. જો શરીરમાં કફ વધી રહ્યો છે તો ડાયાબિટીસ, મોટાપા, હાઈપોથાઈરોઈડ જેવી સમસ્યાઓ થશે અને જો શરીરમાં પિત્ત વધી રહ્યો છે તો સોજો, એલર્જી વગેરે સમસ્યાઓ થઈ શકે છે.

પરંતુ સાંધાના દુખાવા માટે સૌથી વધુ જવાબદાર છે શરીરનો પિત્ત દોષ હોય છે. તેથી સાંધાના દુખાવાને ઘટાડવા માટે શરીરમાંથી વધારાના વાતને નીકાળવાની જરૂર હોય છે. તેમાં ચિંતા અને તણાવનો પણ સમાવેશ થાય છે કારણ કે તેના કારણે પણ શરીરમાં વાત દોષ વધી શકે છે.

તો હવે શરીરના સાંધાના દુખાવાને ઘટાડવાના ઉપાયો શું છે? હવે વાત કરીએ શરીરના સાંધાના દુખાવાને ઓછો કરવા માટે હંમેશા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીએ. .

ખાવા-પીવાનું ટાળવું : જો તમે તમારા સાંધાના દુખાવો ઓછો કરવા માંગો છો તો એવા ખોરાકથી દૂર રહો જે ખૂબ ખાટા, મસાલેદાર, ખૂબ આથો હોય, તે દરેક કિસ્સામાં સારું સાબિત થઈ શકે છે. માત્ર સંતુલિત આહાર જ તમારા સાંધાના દુખાવાને ઓછો કરી શકે છે.

જીવનશૈલીનું ધ્યાન રાખો : તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે વાસી અને સૂકો ખોરાક પણ શરીરમાં વાયુ દોષ વધારે છે. આ સિવાય વધુ પડતી કસરત, ખૂબ જ તણાવપૂર્ણ જીવન જીવવું અને મોડી રાત સુધી જાગવું એ બધી જીવનશૈલીની ખામીઓ છે જે તમારા શરીરમાં દુખાવો વધારે છે.

હેલ્દી ફેટ્સનું સેવન કરો : આયુર્વેદ પ્રમાણે ઘી, તલનું તેલ, ઓલિવ તેલ વગેરે હેલ્દી ફેટ્સ છે અને આ ખોરાક તમારા શરીરને સારું બનાવી શકે છે અને સાંધામાં લુબ્રિકેશન પેદા કરી શકે છે.

મસાજ શરીર માટે છે શ્રેષ્ઠ : મસાજ શરીર માટે શ્રેષ્ઠ છે. તે બધા પ્રકારના સાંધાના દુખાવાને ઘટાડી શકે છે, પરંતુ તે સંધિવાના દર્દીઓ માટે યોગ્ય નથી. સરસવનું તેલ, એરંડાનું તેલ અને તલનું તેલ વગેરેથી મસાજ કરવાથી સાંધાના દુખાવાને ઘટાડવામાં મદદ કરી શકે છે. આયુર્વેદમાં દુખાવાને ઓછો કરવા માટે મહાનારાયણ તેલ, નિર્ગુંડિ તેલ, કોત્તમચુકડી તેલ, સહચરાદી તેલ, ધનવંતરામ તેલ સારા માનવામાં આવે છે.

દર્દ ઘટાડવા માટે આયુર્વેદિક જડીબુટ્ટીઓ : તમારા સાંધાના દુખાવાને ઘટાડવા આયુર્વેદિક ઔષધિઓ જેવી કે શાલક્કી, અશ્વગંધા, નિર્ગુંદી, હળદર, સૂંઠ વગેરે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ બધું ઘણા લોકો માટે ફાયદાકારક છે પરંતુ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે દરેકનું શરીર અલગ-અલગ હોય છે અને એ જરૂરી નથી કે જે એક વ્યક્તિને અનુકૂળ હોય તે બીજાને અનુકૂળ આવે, કારણ કે ઘણા લોકોને એલર્જી પણ હોય છે. તમારા પોતાના પર કોઈપણ દવા અથવા તેલનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ જરુ લો.

તમે ડાયેટિશિયન દ્વારા બનાવેલ ડાયેટ ચાર્ટ પણ મેળવી શકો છો. જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ બીજી આયુર્વેદીક ટિપ્સ ઘરે બેઠા મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી અવનવી વાનગી, હોમ્સ ટિપ્સ અને બ્યુટી સબંધિત જાણકારી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા