ભારત તેના સ્વાદિષ્ટ ભોજન માટે વિશ્વભરમાં જાણીતું છે. કારણ કે ભારતમાં રહેલા દરેક રાજ્ય તેમની અલગ અલગ વાનગી અને સંસ્કૃતિ માટે જાણીતું છે. તમને રાત્રિભોજનથી લઈને સવારના નાસ્તા સુધી વિવિધ પ્રકારની પ્રખ્યાત, ટેસ્ટી અને સ્વાદિષ્ટ વાનગીઓ મળી જશે, જેને લોકો દાળ ભાત, રોટલી સાથે ખાવાનું પસંદ કરે છે.
પરંતુ ઘણા રાજ્યોમાં કેટલાક સ્ટ્રીટ ફૂડ છે જેને લોકો ચા સાથે વધારે ખાવાનું પસંદ કરે છે, જેમ કે ગુજિયા, ચિપ્સ, સમોસા વગેરે. તેથી જ્યારે પણ તેમને ચા સાથે કંઈક ખાવાનું મન થાય ત્યારે સમોસા બનાવવાનું પહેલા પસંદ કરે છે.
જો કે, ઘણી સ્ત્રીઓ લાખ પ્રયત્નો કરી લે તેમ છતાં તેમને બજાર જેવા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ સમોસા ઘરે બનતા નથી. આનું સૌથી મોટું કારણ સમોસા બનાવવાની તૈયારીમાં ક્યાંક ઉણપ છે, જેમ કે કણકને બરાબર ના ગૂંથવી અથવા તેમાં ભરેલો મસાલો બરાબર ના બનવો વગેરે.
એટલા માટે, હવે જયારે પણ તમે ઘરે સમોસા બનાવતા હોય ત્યારે કણક બંધાતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, તો હવે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તે અપને આ લેખમાં જોઇશું. ચાલો જોઈએ.
સમોસાની કણક બાંધવાની સાચી રીત : સમોસાનો લોટ એ જ રીતે બાંધવામાં આવે છે જે રીતે તમે પૂરી કે રોટલીનો લોટ બાંધો છો. તમારે લોટ બાંધતી વખતે લોટને થોડો સખ્ત રાખવાનો છે. કારણ કે મુલાયમ કણકના સમોસા બનાવવું તમારા માટે થોડું મુશ્કેલ કામ હશે.
સમોસા બનાવવા માટે તમારે મૈદાના લોટ પ્રમાણે તેલ અથવા ઘીનો ઉપયોગ કરવો જોઈએ, ઉદાહરણ તરીકે, જો તમે સમોસા બનાવવા માટે 1-1/2 વાડકી લોટ લો છો, તો તમારે તેમાં ઓછામાં ઓછા 7 ચમચી તેલ ઉમેરવું જોઈએ.
જો તમે ઈચ્છો છો કે સમોસા કઠણ ન બને તો તમે તેમાં થોડો ઘઉંનો લોટ ઉમેરી શકો છો. તેમજ સમોસાનો લોટ બાંધવા માટે, એક બાઉલમાં મૈંદા અને ઘી ઉમેરો, પછી તેમાં દૂધ અથવા પાણી ઉમેરી લોટ બાંધીને થોડી વાર ભીના કપડાથી ઢાંકીને બાજુ પર મુકો.
લોટ બાંધતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો : જ્યારે પણ તમે લોટમાં તેલ ઉમેરો ત્યારે તેને તમારા હાથથી સારી રીતે મસળી લો. પછી લોટને થોડી વાર માટે બાજુ પર રાખો. સમોસાનો લોટ બંધાતી વખતે, એક જ સમયે મૈંદા માં વધારે પાણી ઉમેરશો નહીં કારણ કે તેનાથી તમારા કણકમાં ગાંઠ પડી શકે છે.
લોટ બંધાતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે કણક ના તો બહુ સખ્ત જોવી જોઈએ અને ન તો બહુ નરમ. કણક બાંધી લીધા પછી તેને ભીના કોટનના કપડાથી ઢાંકીને 10 મિનિટ માટે બાજુમાં રાખો. આ સિવાય સમોસા બનાવતી વખતે પણ લોટને ભીના કપડાની અંદર જ રાખો કારણ કે તેનાથી લોટ કઠણ નહીં થાય.
લોટમાં મોયન જરૂર ઉમેરો, કારણ કે લોટમાં મોયન ઉમેરવાથી સમોસાની પરત ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. સમોસા માટે બટાકાને તોડીને ઉમેરો, કારણ કે જો તમે બટાકાને છીણીને તેમાં નાખશો તો સ્ટફિંગ સારું નહીં બને.
દાદીમાની સ્પેશિયલ ટિપ્સ : સમોસાને સારી રીતે દબાવીને બંધ કરો અને તેને બંધ કરવા માટે તમે મેદાના બેટરનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી સમોસાનું ફિલિંગ બહાર નહીં આવે. આ સિવાય, તમે મૈદાના લોટ સાથે થોડા પ્રમાણમાં સોજીનો ઉપયોગ કરી શકો છો. આનાથી તમારા સમોસા બનાવ્યા પછી કઠણ નહીં બને.
સમોસા બનાવવાની રીત : બટેટા 1 કપ બાફેલા અને ઠંડા, તેલ જરૂર મુજબ, આદુની પેસ્ટ 1 નાની ચમચી, ધાણા પાવડર 1/2 નાની ચમચી, જીરું પાવડર 1/2 નાની ચમચી, મીઠું સ્વાદ મુજબ, અજમો 1 નાની ચમચી, હીંગ 1/4 નાની ચમચી, સમારેલી કોથમીર 1 કપ અને મૈંદાનો લોટ 2 કપ.
સમોસા બનાવવાની રીત : સૌથી પહેલા એક નોન સ્ટિક પેનમાં એક ચમચી તેલ ગરમ કરો અને પછી તેમાં અજમો, હિંગ નાખીને પછી આદુની પેસ્ટ ઉમેરો. પછી તેમાં ધાણાજીરું પાવડર, જીરું પાવડર અને મીઠું ઉમેરીને 2 મિનિટ સુધી શેકી લો. હવે તેમાં બટેટા ઉમેરો અને શેકી લો. હવે આ મિશ્રણને મેશરથી મેશ કરીને તેને ઠંડુ થવા માટે બાઉલમાં રાખો.
હવે તમે સમોસા માટે કણક ગૂંથો અને તેમાં બટેટાનું મિશ્રણ ભરો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મુકો અને સમોસાને ઉંચી આંચ પર તળી લો. હવે તેને એક પ્લેટમાં કાઢીને ચટણી અથવા ચા સાથે તેનો ગરમાગરમ આનંદ લો.
તો તમે પણ હવે જયારે ઘરે સમોસા બનાવવાનું વિચારો છો તો આ રીતે તમે પરફેક્ટ સમોસા બનાવી શકો છો. આશા છે કે તમને આ ટિપ્સ અને રેસિપી તમને મદદરૂપ થશે. જો તમને આ સમોસાની રેસિપી ગમી હોય તો, આવી જ રેસિપી ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.