rotli gujarati recipe
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

તમને પણ ખબર હશે કે રોટલી બનાવવી એ એક કળા છે. કેટલાક લોકો રોટલી ખૂબ જ ગોળ, નરમ અને ગોળ દડા જેવી ફૂલેલી બનાવે છે, પરંતુ કેટલાક લોકો ફરિયાદ કરે છે કે તેમની રોટલી સોફ્ટ નથી થતી.

કેટલીક ગૃહીણીઓ ફરિયાદ કરે છે કે રોટલી ફુલતી નથી. રોટલી બનાવતી વખતે, લોટ બાંધવામાં ઘણી મહેનત કરવી પડે છે અને જો કણક સારી રીતે બાંધવામાં ન આવે તો રોટલી પણ સારી નહીં બને.

આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે પણ સોફ્ટ અને ગોળ ફૂલેલી રોટલી બનાવી શકશો. માસ્ટરશેફ પંકજ ભદોરિયાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા સોફ્ટ અને ફૂલેલી રોટલી બનાવવાની ટિપ્સ શેર કરી છે. આવો જાણીએ કઈ છે આ ટિપ્સ.

ગરમ પાણીથી કણક બાંધો : સારી રોટલી બનાવવા માટે કણકને યોગ્ય રીતે બાંધવી જરૂરી છે. લોટ બાંધતી વખતે સાદા પાણીને બદલે ગરમ પાણીનો ઉપયોગ કરો. જ્યારે તમે હુંફાળા પાણીથી કણક બાંધશો ત્યારે લોટ નરમ થઈ જશે અને પછી રોટલી પણ ફુગ્ગાની જેમ ફુલી જશે.

કણક ગૂંથવાની ટિપ્સ : શું તમે પણ ઉતાવળમાં લોટ બાંધીને રોટલી બનાવવાનું શરૂ કરો છો? જો આટલું કરો તો જ રોટલી સોફ્ટ નથી થતી બનતી. કણકને સારી રીતે ગૂંથવી જોઈએ. જ્યારે તમે લોટ બાંધી લો, ત્યારે તેને આંગળી વડે દબાવીને એકવાર ટેસ્ટ જરૂર કરો.

કણકને દબાવ્યા પછી, જો તે તેની મૂળ સ્થિતિમાં પાછી આવે છે, તો તેનો અર્થ એ છે કે કણક નરમ અને સારી બનીને તૈયાર થઇ ગઈ છે અને તેનાથી રોટલી પણ સારી બનશે.

કણકને બાંધી લીધા પછી થોડી વાર સેટ થવા દો : લોટ બાંધ્યા પછી તેને થોડી વાર કણકને ઢાંકીને રાખો. આમ કરવાથી, સ્ટાર્ચ અને ગ્લુટેનને ખેંચવાનો અને પાણીને સંપૂર્ણ રીતે શોષવાનો સમય મળે છે, જેના કારણે કણક સારી રીતે તૈયાર થાય છે.

આ ત્રીજું અને મહત્વપૂર્ણ પગલું છે કે લોટ બાંધી લીધા પછી, તેને ઓછામાં ઓછા 20 મિનિટ ઢાંકીને રાખો. 20 મિનિટ પછી, લોટને 1 મિનિટ માટે ફરીથી ગૂંથી લો. આનાથી કણક વધુ નરમ બનશે અને જ્યારે તમે રોટલીને વણીને તવી પર મુકશો તો તે ફૂલવા લાગશે.

હવે તમે પણ રોટલી બનાવતા પહેલા માસ્ટરશેફ પંકજ ભદોરિયાની આ ટિપ્સ જરૂર અજમાવો. અમને ખાતરી છે કે આ ટિપ્સ અજમાવીને તમારી રોટલી પણ સોફ્ટ અને દડા જેવી ગોળ બનશે. જો તમને ટિપ્સ ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા