RO ને આ રીતે સાફ કરશો તો તે વર્ષો સુધી ખરાબ નહીં થાય અને લાંબો સમય ચાલશે

0
950
ro cleaning tips in gujarati

ઘરમાં રહેલી દરેક વસ્તુ થોડા સમય પછી ગંદી થઈ જાય છે. આવી સ્થિતિમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી બની જાય છે. હવે તમે પાણીને સાફ કરનારું વોટર પ્યુરીફાયરને જ જોઈ લો.

થોડા સમય પછી, વોટર પ્યુરીફાયરમાંથી આવતા પાણીની સ્પીડ ધીમી થઈ જાય છે. સાથે જ લાંબા સમયથી કાળજી લેવામાં ન આવે તો વોટર પ્યુરીફાયર પણ બગડી જાય છે. આને જોતા અમે તમારા માટે આવી જ કેટલીક સાફ કરવાની ટિપ્સ લાવ્યા છીએ, જે તમને ખુબ મદદ કરશે.

વોટર પ્યુરીફાયર કેવી રીતે સાફ કરવું : વોટર પ્યુરીફાયર સાફ કરવા માટે પહેલા તેને બંધ કરો. આ પછી, તેની અંદરના ફિલ્ટરને બહાર કાઢો અને તેને ગરમ પાણીથી સાફ કરો. ગરમ પાણીથી સાફ કરવાથી વોટર પ્યુરીફાયરની અંદર ફસાયેલી બધી ગંદકી દૂર થઇ જશે. હવે સ્વચ્છ પાણીમાં 1 ચમચી ડિટર્જન્ટ મિક્સ કરીને તેનાથી ફિલ્ટર સાફ કરો, તેનાથી બાકીની ગંદકી સાફ થઈ જશે.

આખું પ્યુરિફાયરને કેવી રીતે સાફ કરવું : માત્ર ફિલ્ટર જ નહીં, વોટર પ્યુરિફાયરને પણ સાફ કરવું જરૂરી છે. આ માટે ખાવાના સોડાનું સોલ્યુશન બનાવીને વોટર પ્યુરીફાયર પરના ડાઘ સાફ કરો . વાયર પરની જાળીને પણ સૂકા કપડાથી હળવા હાથથી સાફ કરો. મહિનામાં એકવાર તેને જરૂર સાફ કરો

વોટર પ્યુરીફાયર ખરાબ થવાનું કારણ તેને લાંબા સમય સુધી સાફ ન કરવું પણ છે. મહિનામાં એકવાર પ્યુરિફાયર સાફ કરવાનો પ્રયાસ કરો. તેનાથી ગંદકી જામી જાય તે પહેલા જ દૂર થઈ જાય છે અને પ્યુરિફાયર સાફ રહે છે.

આ બાબતોનું ધ્યાન રાખો : વોટર પ્યુરીફાયર સાફ કરતી વખતે ધ્યાન રાખો કે તમારે વાયર પર વધુ પડતું ભીનું કપડું ન લગાવવું જોઈએ. આમ કરવાથી પ્યુરિફાયરની અંદર પાણી જઈ શકે છે જેના કારણે તે ખરાબ થઈ શકે છે.

આ કેટલીક ટિપ્સ હતી જેની મદદથી તમે સરળતાથી પ્યુરિફાયરને સાફ કરી શકો છો. આશા છે કે તમને આ ટિપ્સ સારી લાગી હશે, આવી જ વધી ટિપ્સ જાણવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.