remove rust from bolts
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વરસાદની શરૂઆત થતા જ મોટાભાગના ઘરોના દરવાજા અને બારીઓ લાકડાની હોય તો લાકડું ફૂલી જાય છે અને લોક કરવામાં મુશ્કેલી પડે છે, જો લોખંડના હોય તો પાણીના સંપર્કમાં આવવાના કારણે જામ થઈ જાય છે અને બોલ્ટ – સ્ક્રૂ પર કાટ લાગે છે.

ક્યારેક તે અવાજ કરવા લાગે છે અને બોલ્ટ અને સ્ક્રૂને કાટ લાગવાને કારણે સુથાર બોલાવવા પડે તો તેના પણ વધુ પૈસા ખર્ચવા પડે છે. જો તમને પણ વરસાદમાં આવી સમસ્યા થાય છે તો તમારે આ સમસ્યાનો ઉકેલ આ લેખ દ્વારા જાણવો જોઈએ.

સેન્ડપેપર : બોલ્ટ અથવા સ્ક્રૂમાંથી કાટ દૂર કરવા માટે બોલ્ટ અને સ્ક્રુ પર ચારથી પાંચ મિનિટ સુધી સેન્ડપેપર ઘસવાથી કાટ સરળતાથી નીકળી જશે. પછી સ્વચ્છ કપડાથી સાફ કરી લો. આનાથી કાટની સમસ્યા ઘણી હદ સુધી દૂર થઇ જશે.

મીણ : વરસાદની ઋતુમાં પાણીને કારણે બારીને ખોલતા અને બંધ કરતા વધુ અવાજ આવે છે, તો તેને ઠીક કરવા માટે મીણને સારી રીતે વાટી લો. પછી મીણને બોલ્ટ અથવા સ્ક્રૂની ચારેય બાજુ લગાવીને બારી અથવા દરવાજાને એક કે બે વાર ખોલો અને બંધ કરો. આમ કરવાથી તરત જ અવાજ બંધ થઇ જશે.

સરસોનું તેલ : જો વરસાદની ઋતુમાં પાણીના ભેજના લીધે બારી અને દરવાજાના બોલ્ટ અથવા સ્ક્રૂ પર કાટ લાગી ગયો હોય અથવા ખોલતા અને બંધ કરતા વધારે અવાજ આવતો હોય તો તમે સરસોના તેલનો ઉપયોગ કરી શકો છો.

આ માટે તમારે બોલ્ટ અને સ્ક્રૂ પર સરસોનું તેલ લગાવીને થોડી વાર માટે રહેવા દો. લગભગ પાંચ મિનિટ પછી ફરીથી સરસોના તેલના થોડા ટીપા નાખીને એક કે બે વાર બારી અને દરવાજો ખોલો અને બંધ કરો. તુરંત તમારો આ સમસ્યા દૂર થઇ જશે.

લીંબુ અને ખાવાનો સોડા : બોલ્ટ અથવા સ્ક્રૂમાંથી કાટને દૂર કરવા માટે લીંબુનો રસ અને ખાવાનો સોડા ઉત્તમ ઉપાય છે. આ માટે લીંબુનો રસ અને ખાવાનો સોડાની પેસ્ટ બનાવીને કાટવાળી જગ્યા પર લગાવીને થોડી વાર રહેવા દો.

થોડી વાર પછી સેન્ડપેપરથી ઘસો. તેનાથી કાટ સરળતાથી નીકળી જશે. જો તમને આ લેખ પસંદ આવ્યો છે અને આવા જ જીવનઉપયોગી લેખ વાંચવા ગમતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા