રાજસ્થાની કઢી | Rajasthani kadhi banavani rit

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રાજસ્થાની કઢી એક ખૂબ પ્રખ્યાત વાનગી છે જે રાજસ્થાનમાં બનાવવામાં આવે છે. આ વાનગી ઘણીવાર રોટલો અથવા ભાત સાથે પીરસવામાં આવે છે. આમાં, રોજ ઉપયોગમાં લેતા  મસાલાઓનું ટેમ્પરિંગ આપવામાં આવે છે, જે તેના સ્વાદને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. દહીં અને ચણાના લોટથી બનેલી આ વાનગી સ્વાદથી ભરેલી છે.

 • 1 ચમચી ઘી
 • 1/2 ચમચી રાઈ
 • 1/2 ચમચી મેથી દાણા
 • 2 સુકા લાલ મરચાં
 • પાણી વપરાશ મુજબ
 • 1/4 ચમચી હીંગ
 • 1 ચમચી આદુ લસણ પેસ્ટ
 • 1 લીલું મરચું (બારીક સમારેલું9
 • 1 કપ દહીં
 • 2 ચમચી ચણાનો લોટ (બેસન)
 • 1/4 ચમચી હળદર પાવડર
 • 1/2 ચમચી લાલ મરચું પાવડર
 • મીઠું સ્વાદ પ્રમાણે

રાજસ્થાની કઢી બનાવવા માટે સૌ પ્રથમ દહીંમાં પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં ચણાનો લોટ નાંખો અને તેને સારી રીતે ફેટી લો. જેથી તેમાં ગાંઠો ન થાય. પછી તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર અને મીઠું નાખો. તે બધાને મિક્સ કરો અને એક બાજુ રાખો.

હવે એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં રાઈ, મેથીના દાણા, હીંગ અને સૂકુ લાલ મરચું નાખો. 10 સેકંડ પછી લીલા મરચા, આદુ લસણની પેસ્ટ નાખીને 1 મિનિટ માટે પાકવા દો. 1 મિનિટ પછી તેમાં દહીંનું મિશ્રણ નાખી હલાવતા રહો. જેથી તે ગઠેદાર ન થાય. તેને 10 થી 15 મિનિટ સુધી ઉકળવા દો. રાંધ્યા પછી ગેસ બંધ કરીને સર્વ કરો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારો અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

4

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

x
%d bloggers like this: