rajasthani dal bati churma recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રાજસ્થાનનું નામ આવતાની સાથે જ સિગ્નેચર ડીશ દાલ બાટી ચુરમા મગજમાં આવી જ જાય છે. જ્યારે બાટીને ચુરમા અને દાળ સાથે પીરસવામાં આવે, ત્યારે તે એક અલગ જ સ્વાદ આવે છે. વાસ્તવમાં રાજસ્થાનમાં દરેક ઘરમાં દાળ અને બાટી બનતી હોય છે.

પરંતુ હવે દેશના બીજા રાજ્યોમાં પણ લોકો તેને ખાવાના એટલા શોખીન છે. જો કે, એવું જોવામાં આવે છે કે જ્યારે આપણે ઘરે બાટી બનાવીએ, ત્યારે તે એટલી ક્રિસ્પી નથી હોતી. ક્યારેક તે ખૂબ જ કઠણ થઈ જાય છે અને પછી તેને ખાવાનું મન થતું નથી.

શક્ય છે કે તમે પણ ઘરે રાજસ્થાની સ્ટાઈલની બાટી બનાવવા માંગતા હશો, પરંતુ તમારી બાટી હોટેલ જેવી સ્વાદિષ્ટ નથી બનતી. તો હવે તમારે ચિંતા કરશો નહીં. આજે અમે તમને એવી જ કેટલીક સરળ ટિપ્સ વિશે જણાવીશું, જેને તમે રાજસ્થાની બાટી બનાવતી વખતે ફોલો કરી શકો છો અને બાટીને હોટેલ જેવી બનાવી શકો છો.

કણક નરમ ન હોવી જોઈએ

જ્યારે તમે બાટી બનાવતા હોય, ત્યારે પ્રથમ અને સૌથી અગત્યનું પગલું એ છે કે લોટને યોગ્ય રીતે બાંધવો. સામાન્ય રીતે, આપણે રોટલી માટે થોડો નરમ કણક બાંધીએ છીએ, પરંતુ બાટી માટેની કણક નરમ ન હોવી જોઈએ. તમારી કણક થોડી કડક હોવી જોઈએ. જો આમ નહીં થાય તો તમારી બાટી ક્યારેય ઉપરથી ક્રિસ્પી નહીં બને અને પછી તેના ટેક્ચરમાં અને સ્વાદમાં ગડબડ થઈ જશે.

ઘી સાથે કોઈ કંજુસી નહીં

ઘણી વખત આપણે ઘી માં કંજુસી કરીએ છીએ. પરંતુ જો તમે બાટી બનાવો છો તો ભૂલથી પણ કંજુસાઈ ન કરો. બાટી માટે કણક બંધાતી વખતે યોગ્ય માત્રામાં ઘી હોવું જરૂરી છે. ઉપરથી ક્રિસ્પીનેસ અને અંદરથી કોમળતા પાછળ પાણી અને ઘીનું પ્રમાણ ખૂબ મહત્વનું છે. તમારે તેમાં ઘી અને મસાલાની સાથે દહીં પણ નાખવું જોઈએ.

રેસ્ટ કરવા દો

કેટલાક લોકો લોટ બાંધી લીધા તરત જ બાટી બનાવવાનું શરૂ કરે છે. જો કે, તમારે આ ભૂલ ન કરવી જોઈએ. એકવાર તમે લોટ બાંધી લો, તેને ઢાંકીને ઓછામાં ઓછા 30 મિનિટ સુધી રહેવા દો. પછી જ તમે બાટી બનાવવાની તૈયારી કરો. ત્યાં સુધી તમે દાળ, ચુરમા અને અન્ય તૈયારીઓ કરી શકો છો.

ઓવન નો કરો ઉપયોગ

પરંપરાગત રીતે, બાટીને ભઠ્ઠામાંમાં બનાવવામાં આવે છે. પરંતુ જો તમારી પાસે ન હોય તો તમે ઓવનમાં પણ બાટી બનાવી શકો છો. કેટલાક લોકો તેને બાટી બનાવવા માટે તળતાં હોય છે. જો કે, બાટીને ઓવનમાં શ્રેષ્ઠ રીતે બનાવી શકાય છે. બાટીને ન તળવી તે વધુ સારું રહેશે.

ઘીમાં બોળવું

જ્યારે તમે બાટી બનાવો ત્યારે તેને બહાર કાઢતા જ તેને ઘીમાં બોળી લો. ધ્યાન રાખો કે જ્યારે બાટી ગરમ હોય, ત્યારે જ તેને ઘીમાં બોળી દો. ઘણી વખત લોકો આ સ્ટેપ ચૂકી જાય છે અથવા થોડા સમય પછી આ પગલું કરે છે. આના કારણે બાટીની અંદર ઘી ઉતરતું નથી અને પછી તેનો ટેસ્ટ આવતો નથી, જે ખરેખર આવવો જોઈએ.

તો હવે તમે પણ ઘરે બાટી બનાવતી વખતે આ ટિપ્સની મદદ લઈ શકો છો અને રાજસ્થાની સ્ટાઈલની બાટીને ઘરે બનાવીને દાળ અને ચુરમા સાથે સર્વ કરી શકો છો. જો તમને બાટીની આ ટિપ્સ ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

આ પણ વાંચો: 
ગ્રેવીવાળા શાકમાં દહીં નાખ્યા પછી ક્યારેય નહીં ફાટે, અપનાવો આ 5 ટિપ્સ
ભજીયાંનું ખીરું બનાવતી આ ભૂલો કરવાથી ભજીયા વધારે તેલ શોષે છે, જાણો આ ભૂલો વિશે
બજાર જેવી સ્વાદિષ્ટ ખાંડવી બનાવવા માટે અપનાવો આ પાંચ ટિપ્સ

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “હોટેલ જેવી ટેસ્ટી રાજસ્થાની દાળ બાટી ઘરે બનાવવા માટે અપનાવો 5 ટિપ્સ”

Comments are closed.