એકદમ નવી રીતે પુડલા બનાવવાની રીત – Pudla Recipe

Pudla Recipe : હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ગળ્યા પુડલા જેને તમે મીઠા પુડલા પણ કહી શકો છો. જે ખાવામાં એકદમ ટેસ્ટી અને બનાવામાં એકદમ સરળ છે. જો તમને ગળ્યું ખાવાનું મન થાય તો તમે આ પુડલા ને બનાવી શકો છો. આજે તમને એક સિક્રેટ રીત બતાવાના છીયે, જેથી તમાંરા પુડલા જાળીદાર અને સોફ્ટ બનશે. તો ચાલો પુડલા રેસિપી (Pudla banavani rit) શરૂ કરીએ, જો પુડલા રેસિપી સારી લાગે તો મિત્રો સાથે શેર કરવાનું ભુલતા નહીં.

સામગ્રી

  • 2 સર્વિંગ્સ
  • 1 કપ વધેલી દાળ (દાળ ભાત વાળી)
  • 1/2 કપ રવાનો લોટ
  • 1 કપ ચણા નો લોટ
  • 1/2 કપ પૌવા
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ધાણાજીરું
  • 1/4 ચમચી હિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 કપ ડુંગળી ના બારીક કટકા
  • 2 ચમચી લીલા મરચા ના બારીક કટકા
  • 1 ચમચી આદુ ની પેસ્ટ
  • પાણી જરૂર મુજબ

આ પણ વાંચો

 Pudla Recipe

પુડલા બનાવવાની રીત – Pudla Recipe

એક બાઉલ માં વધેલી દાળ લો. પછી તેમાં રવા નો લોટ, ચણા નો લોટ એડ કરો. પૌવા ને 2-3 વાર વોશ કરીને એડ કરો. પછી તેમાં ડુંગળી અને મરચા ના કટકા એડ કરો. ત્યારબાદ આદુ ની પેસ્ટ એડ કરો.

2) પછી તેમાં લાલ મરચું પાવડર ધાણાજીરું અને હિંગ એડ કરો. મીઠું સ્વાદ અનુસાર એડ કરો. અને પછી ધીમે ધીમે પાણી એડ કરતા જાવ અને બેટર બનાવો. એકદમ લિક્વિડ ના બનાવું. થોડું ઘટ્ટ રાખવું થોડુંક જ. પછી આ બેટર ને 5 મીનિટ રેસ્ટ કરવા ઢાંકી ને રાખી દો

3) હવે પુડલા જેમ કરીયે એ રિતે આ બેટર ના કરી લેવા. તમે આમાં તમને મન પસંદ શેપ આપી શકો છો.

4) તો 15 મિનિટ માં રેડી છે એકદમ ટેસ્ટી પુડલા. પ્લેટ માં સર્વ કરો.

Comments are closed.