pudina paratha recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળાની ઋતુમાં ગરમી વધુ પાડવા ને કારણે કોઈપણ મહિલા રસોડામાં જવા માંગતી નથી. દેખીતી રીતે, ગરમીમાં રહેવું કોને ગમે, પરંતુ હવે ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. પરંતુ પરિવારના સભ્યો માટે દરરોજ જમવાનું અને નાસ્તો પણ બનાવવો પડે છે.

આવી સ્થિતિમાં ભોજનમાં શું બનાવવું તેનું આયોજન કરવું તો સરળ હોય છે, પરંતુ નાસ્તામાં શું બનાવવું તે વિચારવામાં ઘણો સમય વેડફાઈ જાય છે, કારણ કે નાસ્તો ઝડપી બનાવવાનો હોય છે.

ઉનાળાની ઋતુમાં સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તા માટેની વાનગીઓ હોવા છતાં ગરમીમાં કંટાળો આવતો હતો, પરંતુ હવે ચોમાસામાં તો તમે રસોડામાં સસરળતાથી નાસ્તો બનાવી શકો છો, જેમાં નાસ્તામાં સૌથી સરળ છે પરાઠા. તો આજે અમે તમને ચોમાસુ સ્પેશિયલ ફુદીનાના પરાઠાની રેસિપી શીખવીશું.

સામગ્રી : 200 ગ્રામ ઘઉંનો લોટ, 2 ચમચી ફુદીનો મસાલો, 2 જીણા સમારેલા લીલા મરચા, 1 ચમચી જીણું સમારેલુ લસણ, 1 જીણી સમારેલી ડુંગળી અને પરાઠા શેકવા માટે જરૂર મુજબ તેલ.

પરાઠા બનાવવાની રીત : પરાઠા બનાવવા માટે સૌથી પહેલા તમારે ઘરે ફુદીનો મસાલો તૈયાર કરવાનો છે. જો તમે ફુદીનો મસાલો અગાઉથી તૈયાર રાખશો તો પરાઠા ખૂબ જ ઝડપથી બની જશે.

ફુદીનો મસાલો બનાવવા માટે, તમારે 3 ચમચી ફુદીનાના સૂકા પાનનો પાવડર, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી સફેદ મીઠું, 1 ચમચી કાળું મીઠું, 1 ચમચી શેકેલું જીરું, 1 ચપટી હિંગ 1 ચમચી લાલ મરચું પાવડર લઈને બધી સામગ્રીને મિક્સ કરો.

હવે એક બાઉલમાં ઘઉંનો લોટ લો અને તેમાં ફુદીનો મસાલો મિક્સ કરો અને આ સાથે તેમાં સમારેલા લીલા મરચા, લસણ-ડુંગળી ઉમેરો. આ પછી જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધો.

લોટ બંધાઈ જાય ત્યારે તેને 5 મિનિટ સેટ થવા માટે રાખો અને પછી પરાઠા બનાવવા માટે લોઈ બનાવો. હવે ગેસ પર તવી મૂકીને ગરમ થાય એટલે પરાઠાને તવી પર શેકી લો. તો તૈયાર છે પરોઠા, તમે તેને ચટણી અથવા અથાણાં સાથે સર્વ કરી શકો છો.

તમે પણ નાસ્તામાં કંઈક ઝડપી રસોઈ બનાવવા માંગતા હોય તો આ રેસિપી એકવાર જરૂર ટ્રાય કરો. જો તમને આ રેસિપી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે હંમેશા જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા