ભારતના લોકો વર્ષોથી યોગ અને પ્રાણાયમ કરતા આવ્યા છે અને હજી પણ કરે છે. ભારતમાં યોગ અને પ્રાણાયામ નું જેટલું મહત્વ છે તેટલું મહત્વ બીજા દેશમાં ઓછું જોવા મળે છે પણ હવે તો બીજા દેશ પણ યોગ અને પ્રાણાયમને ખુબજ મહત્વ આપે છે.
યોગ અને પ્રાણાયમ થી તમારી મોટા ભાગની બીમારીઓ દૂર થઇ જાય છે. મોટામાં મોટી બીમારો પણ તમે દૂર કરી શકાય છો. જો તમે સ્વસ્થ્ય રહેવા માંગો છો તો તમારે દિવસમાં વિસ થી ત્રીસ મિનિટ જેટલો સમય યોગ અને પ્રાણાયામ માં કાઢવો જોઈએ.
અહીંયા તમને પ્રાણાયમ વિષે બતાવીશું કે જે પ્રાણાયમ કરવાથી તમને જો શ્વાસ ચડવાની તકલીફ હોય અથવા તો ફેફસા નબળા પડી ગયા હોય તો તેમાં રામબાણ સાબિત થાય છે. આ પ્રાણાયમ કરવાથી ફેફસાને આજીવન માટે સ્વસ્થ રાખી શકો છો.
આ પ્રાણાયમ માટે સૌ પ્રથમ તમારે એકદમ રિલેક્સ થઇ ને બેસવાનું છે. તમે બેડ ઉપર ઊઠીને પણ આ પ્રાણાયમ કરી શકો છો. આ પ્રાણાયમ કરતા પહેલા તમારે ધ્યાન રાખવાનું કે તમે ઘરમાં રહીને કરો છો તો ઘરના બારી બારણા ખોલી દેવા. આમ કરવાથી શ્વાસોશ્વાસની ક્રિયા સારી રીતે થાય અને કાર્બન ડાયોક્સાઇડ જે છૂટો પડે એ બહાર જતો રહે અને નવા ઓક્સિજનની માત્ર વધે.
પ્રાણાયમ કરવાની રીત: સૌ પ્રથમ તમારે એકદમ રિલેક્સ થઇ ને બેસવાનું છે. બંને નાક દ્વારા ઊંડો શ્વાસ આપણાં ફેફસાં સુધી પહોંચે તે રીતે ઊંડો શ્વાસ લેવાનો છે. જ્યારે પણ આપણે ઊંડો શ્વાસ લઈએ છીએ તે ઊંડો શ્વાસ નાભિ સુધી પહોંચતો હોય છે.
તો ત્યાં સુધી શ્વાસ આવે ત્યારબાદ તેને દસ થી પંદર સેકન્ડ સ્થિર કરવાનું એટલે ત્યાં રોકી રાખવાનો છે. અહીંયા સુધી શ્વાસ આવવાની જે પ્રોસેસ થાય છે ત્યારે તમને પણ એવો અનુભવ થશે કે તમારા શરીરમાં નવી ઉર્જા આવી છે એટલે કે એક નવી ઉર્જાનો અનુભવ થશે. પંદર થી વિસ સેકન્ડ પછી તમારે મોં દ્વારા શ્વાસ છોડી દેવાનો છે.
દસ મિનિટ સુધી આ રીતે ઊંડો શ્વાસ લઇ, તેને થોડો સમયરોકી અને પછી તેને છોડવાથી તમારા ફેફસાની કાર્યક્ષમતામાં વધારો થતો જોવા મળશે. ફેફસાંની કાર્યક્ષમતા સારી થાય એવો તમને અનુભવ થશે. આ આ રીતે પ્રાણાયમ કરવાથી તમને તાત્કાલિક રિઝલ્ટ જોવા મળશે.
જો બીજા પ્રાણાયમની વાત કરીએ તો તે છે અનુલોમ વિલોમ. અનુલોમ વિલોમ.પ્રાણાયમ માં ડાબી બાજુથી ઉંડો શ્વાસ લઇ જમણી બાજુ શ્વાસ છોડવાનો છે અને ફરીથી જમણી બાજુથી ઉંડો શ્વાસ લઇ અને ડાબી બાજુ છોડવાનો છે. આ ક્રિયા કરવાથી હૃદયનું જે પમ્પીંગ ની માત્રા છે તે વધે છે. ઊંડો શ્વાસ લેવાથી લોહીની માત્રા શરીરમાં વધે છે.
આ ઉપરાંત શરીરમાં લોહીની અંદર રહેલા કોઈપણ ખરાબ તત્વો કાર્બન ડાયોક્સાઇડ દ્વારા બહાર નીકળી જશે. આ પ્રાણાયમ કરવાથી જે લોકોની પાચનશક્તિ નબળી હોય તેની પાચનશક્તિ પણ સારી થશે. રાત્રે આ પ્રાણાયમ કરવાથી ઊંઘ સારી આવશે.
ઊંઘ સારી આવવાથી માનસિક તણાવ દૂર છે અને સાથે સાથે ઘણા બધા રોગોથી પણ બચી શકાય છે, અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવા માટે એક બાજુ નસકોરું બંધ કરો અને બીજા નસકોરાથી ઊંડો શ્વાસ લેવાનો છે. તમારે 10 સેકન્ડ માટે શ્વાસ ને રોકી રાખવાનો ત્યારબાદ બીજી સાઈડ થી શ્વાસ છોડી દેવાનો છે.
આ બંને પ્રાણાયામ કરવાથી સો ટકા તમારા ફેફસાની કાર્યક્ષમતા વધી જશે અને તમારી ઇમ્યુન સિસ્ટમ સો ટકા સારી થઈ જશે. કોઈપણ વાયરસ આપણા સુધી પહોંચશે નહીં. તો જે લોકોને શ્વાસ ચડવાની કોઈ બીમારી છે તે લોકો આ પ્રાણાયામ કરવાનું ચાલુ કરી દે.