potu karvani tips
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ઘરની દરરોજ સફાઈ કરવા છતાં કેટલીક વસ્તુઓ સાફ થવાનું નામ નથી લેતી. હવે તમે ફક્ત ફ્લોર તરફ જુઓ. આપણે દરરોજ ઘરને સાફ કરીએ છીએ પરંતુ તેમ છતાં કેટલાક ભાગોની કાળાશ દૂર થતી નથી.

તમે આ સમસ્યાથી બચવા માટે તમે પોતું કરવાની ડોલની પાણીમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરી શકો છો. આનાથી ફ્લોર પણ ચમકવા લાગે છે અને નવા જેવો દેખાય છે.

પાણીમાં ખાવાનો સોડા : ઘરના જુદા જુદા ભાગોને સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતો ખાવાનો સોડા ખૂબ જ ઉપયોગી છે. તમે તેનો ઉપયોગ ફ્લોરને પોલિશ કરવા માટે પણ કરી શકો છો.

તમારે ફક્ત પાણીમાં અડધી ચમચી ખાવાનો સોડા ઉમેરવાનું છે. પછી, તમે આખા ઘરમાં પોતું કરો. ફ્લોર ખૂબ જ ચમકદાર દેખાશે. ધ્યાન રાખો કે બેકિંગ સોડા વધારે ન નાખો, નહીંતર ફ્લોર પર સફેદ ડાઘ દેખાવા લાગે છે.

પાણીમાં નેપ્થાલિન બોલ્સ નાખો : ફ્લોર સાફ કરવાની સાથે તમે ઘરને સુગંધિત બનાવવા માટે નેપ્થાલિન બોલનો પણ ઉપયોગ કરી શકો છો. અડધા કલાક પહેલા પાણીની ડોલમાં નેપ્થાલિન બોલ મૂકો. આમ કરવાથી, બોલના ઘણા તત્વો પાણીમાં ભળી જાય છે જે ફ્લોરને પોલિશ કરવામાં મદદ કરે છે.

વિનેગર : વિનેગર એસિડિક હોય છે. તે જિદ્દી દાગ અને કાળાપણું જેવી સમસ્યાઓથી સરળતાથી છુટકારો મેળવી શકે છે. તમારે ફક્ત પાણીની ડોલમાં 1 ચમચી વિનેગર ઉમેરવાનું છે. બીજી તરફ જો આમ કરવા છતાં પણ ડાઘ દૂર ન થાય તો તમે ડાઘ પર વિનેગરના થોડા ટીપાં નાખો. તેનાથી ડાઘ પણ ઘણી હદ સુધી સાફ થઈ જાય છે.

મીઠું અને લીંબુ : આ બધી ટિપ્સ સિવાય, જો તમે પાણીમાં મીઠું અને લીંબુ ભેળવીને સાફ કરશો તો પણ તમને ફ્લોર પહેલા કરતા વધુ સાફ દેખાશે. તમારે માત્ર બંને વસ્તુઓને મિક્સ કરીને સાફ કરવાની છે. આ પછી, તેને સ્વચ્છ પાણીથી સાફ કરો અને તે સૂકાય ત્યાં સુધી રાહ જુઓ.

આ સિવાય તમે ફર્શની સફાઈ માટે બજારમાં મળતા વિવિધ પ્રવાહીનો પણ ઉપયોગ કરી શકો છો. આ બધી ટિપ્સને અપનાવીને તમે તમારા ઘરના ફ્લોરને ચમકાવી શકો છો. ઉપરાંત, જો તમે આવી જ હોમ ટિપ્સ માટે બીજી કોઈપણ માહિતી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા