પેટ ફૂલવાની એવી સમસ્યા છે જેનો આપણે બધાએ આપણા જીવનમાં કોઈને કોઈ વાર સામનો કરવો જ પડ્યો હશે. હકીકત એ છે કે જ્યારે આપણું પેટ અથવા આંતરડા વધારે ગેસથી ભરાઈ જાય છે ત્યારે આપણું પેટ ફૂલેલું ફુલેલું લાગે છે. સૌથી પરેશાની વાત એ છે કે આના કારણે આપણું પેટ પણ વધારે મોટું લાગે છે અને વજન પણ વધી ગયું હોય એમ લાગે છે.
પેટનું ફૂલવું માટે ઘણા કારણો હોઈ શકે છે જેમાં કબજિયાતથી લઈને ખાવા પીવાની ખોટી આદતોનો સમાવેશ થાય છે. એક સમયે તમે કદાચ પેટ ફૂલેલું અનુભવો છો, તો તે ફસાયેલા ગેસ અથવા તમારા પેટમાં વધેલા દબાણને કારણે હોઈ શકે છે.
પેટનું ફૂલવું એ સામાન્ય સમસ્યા છે પણ તે તમને લાંબા સમય સુધી પરેશાન કરી શકે છે અને તમે આ સમસ્યાથી અસ્વસ્થતાનો અનુભવ કરો છો. આ સમસ્યામાંથી ઝડપથી રાહત મેળવવા માટે કેટલાક સરળ હેક્સ જણાવવામાં આવ્યા છે જે પેટ ફૂલવાની (પેટ ભારે લાગવું) આ સમસ્યાને ઘટાડી શકે છે. ચાલો જાણીએ કયા એવા હેક્સ છે જેના દ્વારા પેટનું ફૂલવું ઓછું કરી શકાય છે.
આ ખોરાક ખાવાથી બચો : શાકભાજી માં બ્રોકોલી, કોબી, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ, ફળોમાં સફરજન, નાસપતી, કઠોળમાં દાળ, વટાણા અને શેકેલા કઠોળ, આ સિવાય સુગર આલ્કોહોલ અને કૃત્રિમ ગળપણ અને ખાંડ-મુક્ત ચ્યુઇંગ ગમ, પીણાંમાં સોડા અને અન્ય કાર્બોનેટેડ પીણાં.
પ્રોબાયોટીક્સનો આહારમાં સમાવેશ કરો : તમારા આહારમાં પ્રોબાયોટીક્સનો સમાવેશ કરવાથી પેટનું ફૂલવું ઘટાડે છે. તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ જરૂર કરો. સારી રીતે રાંધેલા ચોખાને જે માટીના વાસણમાં પલાળીને પછી રાંધવામાં આવ્યા હોય તે ખાઓ .
બીજી પ્રો ટિપ્સ : દિવસમાં વધુ ને વધુ પાણી પીઓ. દિવસમાં ઓછામાં ઓછું 2 થી 3 લિટર પ્રવાહી પીવો. નિયમિતપણે ઓછામાં ઓછા 30 મિનિટ માટે વ્યાયામ કરો. તેમાં તમે સ્વિમિંગ અથવા સાયકલ ચલાવી શકો છો. આહારમાં ફાઈબરનો સમાવેશ વધારે કરો. ફળો, આખા અનાજ અને શાકભાજીનું પુષ્કળ પ્રમાણમાં
સેવન કરો.
ગુલકંદનું પાણી પીવો : પેટના કબજિયાતથી રાહત મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમારા દિવસની શરૂઆત થોડા ગુલકંદ પાણીથી કરો. એક ચમચી ગુલકંદ લો અને તેમાં પાણી ઉમેરીને ધીમે ધીમે પીવો.
જો તમારી પાસે ગુલકંદ ના હોય તો તમે ગુલાબની પાંખડીઓનો ઉપયોગ કરો. જો તમારા મોંમાં ગુલાબની પાંખડીઓ આવી જાય તો તને ચાવી જાઓ. આ ઉપાય તમને કબજિયાત ઘટાડવામાં અને પેટ ફૂલવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે.
મધ્ય સવારની નિદ્રા : સવારના નાસ્તા પછી માત્ર 15 થી 20 મિનિટની ઊંઘ લો, આ એક માટે જાદુ જેવું કામ કરે છે. તેનાથી તમને કબજિયાતની સમસ્યા નથી થતી. ઘણી વખત તમે મોડી રાત સુધી જાગ્યા હોય તો પણ તમને કબજિયાત થઈ શકે છે. તેથી સવારના નાસ્તા પછી 20 મિનિટ સૂવું સારું છે અને તે તમને તમારા આંતરડા સાફ કરવામાં મદદ કરશે.
લંચમાં કેળાનો સમાવેશ : આ નુસખા તમારી કબજિયાતને ઓછી કરી શકે છે. તમારે ફક્ત બપોરના ભોજન પછી દરરોજ અડધુ કેળું ખાવાનું છે. જો નાનું કેળું હોય તો આખું ખાઈ શકો છો. તેને બરાબર ચાવો અને જુઓ કે તમારી એસિડિટી, પેટ ફૂલવું અને કબજિયાત વગેરે સમસ્યા દૂર થઈ જશે.
અહીંયા જણાવવામાં આવેલી આ સરળ ટિપ્સને અજમાવીને તમે પેટ ફૂલવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો અને કબજિયાતથી પણ રાહત મેળવી શકો છો. જો તમને આ જાણકારી ગમી હોય તો, આવી જ વધારે જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.