ajwain benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ભારતીય રસોડામાં ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ હોય છે. ઘણા પ્રકારના મસાલા ઉમેરીને એક સ્વાદિષ્ટ શાકભાજીને રાંધવામાં આવે છે અને આ મસાલા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. આમાંથી એક મસાલો છે અજમો. અજમો ખાવાનો સ્વાદ ચાર ગણો વધારે છે અને તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારો માનવામાં આવે છે.

ખાસ કરીને શિયાળાની ઋતુમાં અજમાનું સેવન અવશ્ય કરવું જોઈએ, કારણ કે તેમાં રહેલા તત્વો તમને ઠંડા હવામાનમાં થતી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવે છે. આજે અમે તમને અજમાના ફાયદા વિષે જણાવીશું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે પણ જણાવીશું.

અજમાના સ્વાસ્થ્ય લાભો : શિયાળાની ઋતુમાં ફ્લૂ અને વાઈરલ ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ થતી રહે છે અને અજમો એન્ટીબેક્ટેરિયલ હોય છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તો આવી સ્થિતિમાં તમે શરદી, ઉધરસ, ફ્લૂ વગેરેથી બચવા માટે તેનું સેવન કરી શકો છો.

અજમો એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી પણ ભરપૂર હોય છે. એવામાં શિયાળાની ઋતુમાં જો ઠંડી હવાને કારણે શરીરમાં સોજો આવે તો અજમાનું સેવન કરો. તેનાથી તમને ઘણી હદ સુધી રાહત મળશે. અજમો પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે.

તે એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે અને તેનાથી ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓમાં ઘણી રાહત મળે છે. જો તમને તમારા પેટમાં દુખાવો થતો હોય તો પણ તમેઅજમાનું સેવન કરી શકો છો, તેનાથી તમને ચોક્કસથી થોડી રાહત મળશે.

કેવી રીતે કરવું અજમાનું સેવન : તમે અજમાને તમારા આહારમાં ઘણી રીતે સામેલ કરી શકો છો. અહીંયા અમે તમને કેટલીક સરળ રીતો જણાવી રહ્યા છીએ,

અજમો ડિટોક્સ વોટર : પાણીમાં અજમાને નાખીને ઉકાળી લો. હવે આ પાણીને તમે સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા જરૂર પીવો પીવો. આ તમને ખોરાક પચાવવામાં મદદ કરશે અને જો તમારું પેટ સાફ નથી તો તેમાં પણ તે મદદરૂપ થશે. સ્તનપાન કરાવતી માતાઓ માટે પણ અજમાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે.

જો તમે રાત્રે સૂતા પહેલા અજમાને પાણીમાં પલાળી રાખો અને સવારે તે પાણીને ગાળીને થોડું હૂંફાળું કરીને પી લો તો તે તમારા આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

અજમાનું મિશ્રણ : તમે ઘરે જ અજમાને શેકીને અને તેમાં ગુલાબી મીઠું મિક્સ કરીને નવશેકા પાણી સાથે સેવન કરી શકો છો. જો તમે આમ કરશો તો તમારા સ્વાસ્થ્યને ઘણો ફાયદો થશે. અજમાનું તેલ પણ તમારા આરોગ્ય માટે ખૂબ લાભકારક છે. જો તમને વધારે શરદી થઈ ગઈ હોય તો સરસોના તેલમાં અજમો નાખીને ગરમ કરીને તેને છાતી પર લગાવો.

આમ કરવાથી ઘણી રાહત મળશે. આપણે બધા જાણીએ છીએ જે અજમાના પરાઠા પણ બનાવી શકાય છે અને તેને શાકમાં નાખીને પણ તેનું સેવન કરી શકાય છે. અજમાનું કોઈ પણ રીતે તેનું સેવન કરવાથી તમારા શરીરને જ ફાયદો થશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આવી જ વધારે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા