pet fulvana gharelu upay gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણા ભોજનમાં એવી ઘણી સામગ્રી છે જે આપણી પાચન શક્તિને વધારે છે અને ગેસ વગેરેની સમસ્યાને ઓછી કરે છે, પરંતુ ઘણી વખત એવું બને છે કે આપણી જીવનશૈલી એવી બની જાય છે કે જેના કારણે પાચનની સમસ્યા શરુ થાય છે.

આજકાલ આપણે ફક્ત એક જ જગ્યાએ બેસી રહીએ છીએ અને જેના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બધામાં સૌથી મોટી સમસ્યાઓમાંની એક સમસ્યા છે પેટ ફૂલવું. તમે કદાચ ધ્યાન નહિ આપ્યું હોય પરંતુ પેટનું ફૂલવું ઘણી મુશ્કેલીનું કારણ બની શકે છે જ્યાં પેટમાં દુખાવો અને ખેંચાણ થઈ શકે છે અને તેના સતત રહેવાથી ગેસ થવાની સમસ્યા થઈ શકે છે.

જો તમને આ થઈ રહ્યું છે તો પછી પેટનું ફૂલવું ઝડપથી કેવી રીતે ઘટાડી શકાય. આયુર્વેદિક મુજબ પેટ ફૂલવું સમસ્યા શેના કારણે થાય છે અને તેનાથી તરત જ છુટકારો મેળવવાના ઉપાયો શું છે.

કયા કારણોને થાય છે પેટનું ફૂલવું : પેટનું ફૂલવુંનું સૌથી મોટું કારણ આપણી ખરાબ જીવનશૈલી અને આપણું ખાનપાન છે. આ બધા કારણો આના માટે જવાબદાર હોઈ શકે છે, જેમ કે ખૂબ ઝડપથી ખાવું, ભૂખ વગર ખાતા રહેવું, રાત્રે 9 વાગ્યા પછી ખાવું, જરૂર કરતા વધારે કાચો ખોરાક ખાવો, અતિશય તણાવ લેવો અને તણાવમાં ખાવું, વાસી ખોરાક ખાવો, શરીરની જરૂરિયાત કરતાં વધારે ખાવાથી.

આપણી ખાવાની આદતો ઘણી હદ સુધી નક્કી કરી શકે છે કે તમને પાચનની સમસ્યા થશે કે નહીં. પ્રયત્ન કરો કે તાજો ખોરાક ખાઓ અને હળવો ખોરાક ખાઓ અને સરળતાથી પછી જાય તેવો ખોરાક ખાઓ. ઉતાવળમાં ક્યારેય ખાવું ના જોઈએ.

ખોરાક લેતી વખતે આપણે આપણી બધી ઇન્દ્રિયોનું ધ્યાન રાખવું જોઈએ અને ના માત્ર જીભ જોઈને ખાવું જોઈએ. જ્યારે તમે જમતા હોવ ત્યારે બીજું કશું વિચારશો નહિ અને ટીવી જોતી વખતે ના ખાવું, ખાતી વખતે વધારે પડતી વાતો ના કરાવી જોઈએ, તો આ બધી ખોટી આદતો છે.

પેટનું ફૂલવું ઘટાડવાની આ 3 ઉપાયો જણાવ્યા છે જેના દ્વારા પેટ ફૂલવાની સમસ્યાને ઓછી કરી શકાય છે. પહેલું છે ચાવવાની રીત, બીજું છે પીવાની રીત અને ત્રીજું છે ગળી જવાની રીત. તો ચાલો જોઈએ ચાવવાની રીત.

1. ચાવવાની રીત : તમે પેટનું ફૂલવું સમસ્યાને ઓછું કરવા માટે તમે દરેક ભોજન પછી શેકેલી વરિયાળી ખાઈ શકો છો. તેનાથી તમારા પેટને ઘણી હદ સુધી રાહત મળશે.

પીવાની રીત : તમે દિવસ દરમિયાન ચુસ્કી ચુસ્કી કરતા કરતા ફુદીનાનું પાણી પીવો. આ સિવાય તમે દરેક ભોજનના 1 કલાક પછી ઇલાયચીનું પાણી પી શકો છો. તમે દિવસમાં ત્રણ વખત ધાણા, જીરું અને વરિયાળીવાળી ચા પી શકો. ધ્યાન રાખો કે વધારે પડતું પાણી પીવાથી પણ પેટ ફૂલવાની સમસ્યા થાય છે, તેથી એક જ સમયે વધારે પાણી ના પીવું જોઈએ.

ગળી જવાની રીત : પેટનું ફૂલવું મટાડવા માટે તમે અડધી ચમચી અજમો ગળી શકો છો. આની સાથે તમે એક ચપટી સેંધા મીઠું અને એક ચપટી હિંગ પણ લઇ શકાય. તેને તમે ગરમ પાણી સાથે લઈ શકો છો અને જમ્યા પછી ઓછામાં ઓછા 45 મિનિટ પછી જ લો. પ્રયાસ કરો કે ખૂબ ભારે ખોરાક ના હોવો જોઈએ અને ખૂબ મોડું રાત્રિભોજન ના કરો.

જો તમને સતત પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય અને તે આંતરડાની કોઈપણ સમસ્યા છે, જેવી કે ઇરીટેબલ બાઉલ સિંડ્રોમ, અપચો, કબજિયાત અથવા કોઈપણ પ્રકારનું હોર્મોનલ અસંતુલન, સ્થૂળતા, ઇન્સ્યુલિન રેજિસ્ટેસ, ડાયાબિટીસ વગેરે હોય તો તમારે ડોક્ટરની સલાહ લીધા પછી જ કોઈપણ નુસ્ખા અપનાવવા જોઈએ.

જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા છે તો માત્ર ડૉક્ટર જ તેની સારવાર કરી શકશે. પ્રયાસ કરો સમસ્યાના મૂળ સુધી જવાનો અને તેની સાથે યોગ્ય જીવનશૈલી પણ મહત્વપૂર્ણ છે જેમ કે ઊંઘ પુરી લેવી, કસરત કરવી, સ્ટ્રેસ મેનેજ કરવું વગેરે ખુબ જરૂરી સાબિત થઇ શકે છે.

જો તમને આ જાણકરી ગમી હોય તો, આવી જ બીજી જીવન ઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા