pet bhare lagvu tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પેટ ભારે લાગવું સમસ્યા જરૂરિયાત કરતા વધારે ખાવાથી થાય છે. સ્વસ્થ રહેવા માટે સારો અને સંતુલિત આહાર લેવાની સલાહ અપાય છે. પરંતુ ક્યારેક એવું થાય છે કે જ્યારે પણ ખોરાક ખૂબ જ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે અથવા તમારી નજર સામે તમારી મનપસંદ વાનગી હોય છે, ત્યારે તમે તમારી જાતને રોકી શકતા નથી.

એવામાં તમે તમારી જરૂરિયાત કરતાં વધારે ખાઈ લો છો. તમે ઘણી વખત લોકોને એમ કહેતા સાંભળ્યા હશે કે પેટ ભરાઈ ગયું છે પણ મન નથી ભરાયું. જ્યારે આવી સ્થિતિમાં લોકો તેમના પેટ અને મનની વાત સાંભળતા નથી, તેઓ ટેસ્ટના ચક્કરમાં જરૂર કરતાં વધારે ખાઈ લે છે.

જે પછી તેમને પેટ ભારે લાગવું, પેટનું ફૂલવું વગેરેની અનુભવવા લાગે છે. તે ઘણી અસ્વસ્થતા અનુભવે છે, જે પછી તેમના માટે કોઈપણ કામ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. મોટાભાગના લોકો વધારે ખોરાક ખાધા પછી આરામ કરવા માટે સૂઈ જાય છે. પણ તેનાથી પણ તેમને બહુ ફાયદો થતો નથી.

કદાચ તમારી સાથે પણ પેટ ભારે લાગવું સમસ્યા થયું હશે. તો આજે આ લેખમાં તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને તમે ભારેપણુંમાંથી રાહત મેળવી શકો છો અને પાચનતંત્રમાં સુધારો કરી શકો છો, જેનાથી તમે ખૂબ જ હળવાશ અનુભવશો.

સંચળ અને લીંબુનું શરબત 

જો તમે વધારે પડતું ખાધું હોય અથવા તળેલું ખાઈ લીધું હોય, ખાવાને કારણે તમને તકલીફ થઈ રહી હોય તો તમે ખાધા પછી અડધા કલાક પછી આ પીણું બનાવીને પી શકો છ. આ માટે એક ગ્લાસ નવશેકું પાણીમાં શેકેલૂ જીરું પાવડર, સંચળ અને અડધા લીંબુનો રસ મિક્સ કરીને તેનું સેવન કરો.

આ પીણામાં લીંબુ હોય છે, જે વિટામિન સી અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે અને શરીરને ડિટોક્સિફાય કરશે. આ સિવાય સંચળ અને શેકેલું જીરું પણ તમારા પાચનમાં સુધારો કરે છે.

કાકડી ખાઓ 

કાકડીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે તમારા ખોરાકને પચવામાં મદદ કરે છે. તેથી ખાધા પછી લગભગ અડધો કલાક પછી, કાકડીને કાપીને ખાઓ. યાદ રાખો કે તમારે કાકડી ખાવાની છે, કોઈ ફળ ખાવાનું નથી.

હૂંફાળું પાણી :

ઘણી વખત ભારે ખોરાક અથવા તળેલો ખોરાક ખાધા પછી એસિડિટીની સમસ્યા થાય છે. પરંતુ જો તમે ઈચ્છો છો કે ભારે ખોરાક ખાધા પછી આવી કોઈ સમસ્યા ના થાય તો, આવી સ્થિતિમાં તમારે તે દિવસે હૂંફાળા પાણીનું સેવન કરી શકો છો. આ તમને એસિડિટીની સમસ્યાથી બચાવશે ઉપરાંત, તેને પીધા પછી તમે ખૂબ જ હળવાશ અનુભવશો.

ઊંઘશો નહિ :

આ એક સામાન્ય ભૂલ છે જે લોકો વારંવાર કરતા હોય છે. જ્યારે આપણે ભારે ખોરાક ખાઈએ છીએ અને તેના પછી અસ્વસ્થતા અનુભવીએ છીએ, ત્યારે આપણે તરત જ સૂઈ જઈએ છીએ પણ ભારે ભોજન પછી જરા પણ ઊંઘવું ના જોઈએ. ઓછામાં ઓછા બે કલાક સુધી ઊંઘ ના લો. ફક્ત બેસવાની કે ઉભા રહેવાની પ્રવૃત્તિઓ કરવાનો પ્રયત્ન કરો.

આગળનો ખોરાક હળવો લો :

કેટલાક લોકો જ્યારે ભારે ખોરાક ખાઈ લે છે ત્યારે આગળ ના સમય પર ખાવાનું છોડી દે છે, જેથી તેઓ શરીર અને કેલરીનું સંતુલન બનાવી શકે. પણ આ પદ્ધતિ ખોટી છે. એમાંથી વિપરીત થાય છે તમારું વજન વધે છે. તમારે ફક્ત એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે તમે આગળનું ભોજનનું ખૂબ જ હળવું લો અને આ ભોજનમાંથી કાર્બોહાઇડ્રેટ્સને દૂર કરો.

ઉદાહરણ તરીકે, તમારે આગામી ભોજનમાં રોટલી, ભાત, બિસ્કિટ અથવા બ્રેડ વગેરે જેવી કાર્બ વસ્તુઓ ના ખાવી જોઈએ. તેના બદલે તમે તળેલું પનીર, શેકેલા ચણા, ચણાના ઢોકળા વગેરે લઈ શકો છો. આનાથી તમે તમારી કેલરી અને શરીર બંનેને સંતુલિત રાખી શકશો.

તમને અમારી આ પોસ્ટ પેટ ભારે લાગવું પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા