paua khavana fayda
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

પૌઆ એક પૌષ્ટિક નાસ્તો છે જેને આપણે સવારના નાસ્તા માટે કરવામાં થાય છે. પૌઆ ઓછા સમયમાં બની જતો નાસ્તો છે. સવારના નાસ્તામાં સ્વાદ અને સ્વાસ્થ્યના ગુણોથી ભરપૂર પૌઆ ખાવાથી શરીરને ઘણાં પોષક તત્વો મળે છે.

પૌઆ એ એક એવો નાસ્તો છે જે પચવામાં સરળ રહે છે અને તેમાં વધુ માત્રામાં કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે જેનાથી શરીરને ઉર્જા મળે છે. પૌઆ ઓછી કેલરીવાળો ખોરાક છે જે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.

પૌઆ આયર્નનો સારો સ્રોત છે જે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવામાં પણ મદદ કરે છે. પૌઆને વધુ હેલ્ધી નાસ્તો બનાવવા માટે તમે તમારી પસંદગીના શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણીયે પૌઆ ખાવાના ફાયદા.

બ્લડ સુગર

બ્લડ સુગરના દર્દીઓ માટે પૌઆનું સેવન ફાયદાકારક છે. પૌઆમાં ઉચ્ચ ફાઇબર અને આયર્ન હોય છે જે લોહીમાં સુગરની માત્રાને ઠીક કરવામાં મદદ કરી શકે છે.

રોગપ્રતિકારક શક્તિ

પૌઆ બનાવતી વખતે તમે લીલી શાકભાજીનો ઉપયોગ કરીને પોહા વધુ પૌષ્ટિક બનાવી શકો છો. આની મદદથી શરીરને પ્રોટીન, આયર્ન અને અન્ય જરૂરી પોષક તત્વો મેળવી શકાય છે. જેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરી શકાય છે.

કબજિયાત

પૌઆ એક હળવો નાસ્તો છે. જેને ખાવાથી પેટ ભારે-ભારે નથી લાગતું અને તે સરળતાથી પચી જાય છે. જો તમને પાચન, ગેસ, કબજિયાતની સમસ્યા છે તો, તમે નાસ્તામાં ભારે ખોરાકની જગ્યાએ પૌઆનું સેવન કરી શકો છો.

આયર્ન

જે લોકોમાં આયર્નની ઉણપ હોય તે લોકોએ ખોરાકમાં પૌઆનો સમાવેશ કરવો જોઈએ. પૌઆમાં આયર્નના ગુણો હોય છે જેને સવારના નાસ્તામાં ખાવાથી હિમોગ્લોબિનની ઉણપને દૂર કરી શકાય છે.

એનર્જી

સવારે જો નાસ્તામાં પૌઆ ખાવામાં આવે તો શરીરમાં શક્તિ આવે છે. પૌઆમાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે શરીરને શક્તિ આપવા માટે મદદરૂપ થાય છે. જો તમને પણ એનર્જી નો અભાવ લાગે છે, તો તમે નાસ્તામાં પૌઆનો સમાવેશ કરી શકો છો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા