જો તમારે ઉનાળામાં એક્ટિવ રહેવું હોય તો તમારે વધારે માં વધારે પાણી પીવાની ટેવ પાડવી પડશે. તેથી ઉનાળામાં સ્વસ્થ રહેવા માટે ડૉક્ટરો પણ તમને 2 લીટર પાણી પીવાની સલાહ આપે છે. હકીકતમાં ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની કમી સરળતાથી થઈ જાય છે, જેના કારણે આ સિઝનમાં જ ડી-હાઈડ્રેશનના શિકાર બની જાઓ છો. જો તમને પણ ડી-હાઈડ્રેશનથી બચવું હોય તો શરીરમાં આ 7 લક્ષણો દેખાય એટલે તરત જ પાણી પીઓ.
મોં સુકાઈ જવું : શરીરમાં પાણીની અછતને કારણે સૌથી પહેલા મોં સુકાવા લાગે છે અને જો તમારું મોઢું વારંવાર સુકાઈ રહ્યું હોય તો સમજી લો કે તમારા શરીરમાં પાણીની ઉણપ છે. જો બોલતી વખતે તમારું મોઢું સુકાઈ જાય તો તરત જ જઈને પાણી પી પીવો.
ડ્રાઈ સ્કિન : જો કે સ્કિન સુકાઈ જવણાઈ સમસ્યા શિયાળામાં જોવા મળે છે પરંતુ ઉનાળામાં પણ ત્વચા શુષ્ક થવા લાગે છે તો ત્વચામાં પાણીની ઉણપને કારણે આવું થાય છે. તેથી વધુને વધુ માત્રામાં પાણી પીવો. કારણ કે સામાન્ય રીતે શુષ્ક ત્વચા ધરાવતા લોકોને ઉનાળામાં કોઈ સમસ્યા થતી નથી તેમ છતાં તેને હળવાશથી ન લો કારણ કે ત્વચાની બીમારીઓનું જોખમ રહેલું છે. તો ખુબ પાણી પીવો.
થાકેલું લાગવું : જો તમે ઉનાળામાં આખો દિવસ થાક અનુભવો છો તો શરીરમાં પાણીની ઉણપ છે. ખરેખર, જ્યારે શરીરમાં પાણીની ઉણપણ સર્જાય છે ત્યારે શરીર લોહીમાંથી પાણી લેવાનું શરૂ કરે છે. આના કારણે લોહીમાં ઓક્સિજનની કમી થાય છે અને કાર્બન ડાયોક્સાઈડનું સ્તર વધી જાય છે અને તમે અનુભવો છો.
થૂંક ના આવવું : જો તમારા મોંમાં થૂંક નથી આવતું અને મોંમાંથી દુર્ગંધ આવે છે તો સમજી લો કે તમારા શરીરમાં પાણીની ઉણપ છે. થૂંક મોંની અંદર હાનિકારક બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે અને જો મોમાં થુંક જ નહિ આવે તો બેક્ટેરિયાનું નિર્માણ ચાલુ રહે છે અને શ્વાસમાં દુર્ગંધ આવતી રહે છે. તેથી મોંમાં થૂંક બનવાનું બંધ થાય છે તો તરત જ પાણી પીવાનું શરૂ કરો.
કબજિયાત : જો ઉનાળામાં પેટ સાફ નથી રહેતું અને કબજિયાત હોય તો વધુને વધુ પાણી પીવો. કારણ કે ઉનાળામાં બીજી ઋતુ કરતા કબજિયાતની સમસ્યા નહિવત હોય છે. કારણ કે ઉનાળામાં પેટની ગરમીને કારણે પેટ જાતે જ સાફ થઈ જાય છે. તેથી જો કોઈને ઉનાળામાં કબજિયાતની સમસ્યા છે તો શરીરમાં પાણીની ઉણપ જોવા મળે છે.
સાંધાનો દુખાવો : પાણીની ઉણપના કારણે હાડકાં અને સાંધાઓમાં પણ દુખાવો શરુ થાય છે. આપણા શરીરના કાર્ટિલેજ અને કરોડરજ્જુના ભાગોના નિર્માણમાં 80% ભૂમિકા પાણીની હોય છે. હાડકાની સુગમતા અને લચીલાપણું જાળવવા માટે પાણીની જરૂર પડે છે. તેથી જો ઉનાળામાં સાંધાનો દુખાવો થાય છે તો સમજવું કે શરીરમાં પાણીની ઉણપ છે.
પીળો પેશાબ : આ લક્ષણ સૌથી ખતરનાક છે અને તેને ક્યારેય અવગણવું નહીં. પીળો પેશાબ એટલે કે આખા શરીરમાં પાણીની ઉણપ દર્શાવે છે. જો પેશાબનો રંગ ઘાટો પીળો હોય અથવા પેશાબ કર્યા પછી બળતરા થતી હોય તો સમજી લો કે તમારા શરીરમાં પાણીની ઉણપ છે અને તમારે તરત પાણી પીવું જોઈએ.
જો તમને પણ ઉપર જણાવેલ સંકેત જણાય છે તો સમજી જાઓ કે તમારા શરીરમાં પાણીની ઉણપ છે અને તમારે તરત જ પાણી પીવું જોઈએ. જો તમને આ માહિતી સારી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.