palareli kismis khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કિસમિસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, કિસમિસમાં સ્વાસ્થ્ય માટેના ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. તે કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ તેમજ ફાઈબર અને હેલ્ધી ફેટ્સમાં પણ ભરપૂર હોય છે. આ ઉપરાંત તે એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફ્લેવેનોઈડ્સનો સારો સ્ત્રોત છે.

એટલું જ નહીં, ‘કિસમિસ’ લોહી વધારવામાં પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આયુર્વેદમાં કિસમિસનો ઉપયોગ ગળાના રોગો, પેટના રોગો, એનિમિયા, નબળાઈ વગેરેને માટે દવા તરીકે થાય છે. આ સિવાય કિસમિસ ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે.

જે લોકોને આંખોની રોશની સંબંધિત સમસ્યા હોય તેમણે કિસમિસનું સેવન અવશ્ય કરવું જોઈએ. પલાળેલી કિસમિસ ખાવાથી આંખોની રોશનીમાં વધારો કરી શકાય છે. તો ચાલો જાણીએ પલાળેલી સૂકી દ્રાક્ષ એટલે કિસમિસ ખાવાના ફાયદાઓ.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે કિસમિસમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે અને તે વિટામિન બી કોમ્પ્લેક્સનો પણ સારો સ્ત્રોત છે. બંને હિમોગ્લોબિન વધારવા અને લાલ રક્તકણો વધારવામાં મદદ કરી શકે છે. એનિમિયા (લોહીની ઉણપ) ધરાવતા લોકો માટે તે ખૂબ જ ફાયદાકારક હોય છે.

સવારે ખાલી પેટે પલાળેલી કિસમિસનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે. વાસ્તવમાં, સૂકી દ્રાક્ષ પેટમાં પાણીને શોષી શકે છે અને પછી તે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

કિસમિસમાં કેલ્શિયમની સાથે-સાથે બેરોન અને પોટેશિયમ પણ હોય છે, જેના કારણે તે હાડકાંને ફ્રેક્ચરથી બચાવવા અને ઓસ્ટિયોપોરોસિસના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે. પલાળેલી સૂકી દ્રાક્ષ નિયમિત રીતે ખાવાથી હાડકાં મજબૂત થાય છે અને દાંતની સમસ્યા પણ દૂર થાય છે.

તે દાંતના પોલાણ અને મોંમાં હાનિકારક બેક્ટેરિયા સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. આયર્ન, વિટામિન-સી અને પોષક તત્વોની ઉણપથી વાળ ખરવાની સમસ્યા થાય છે. પલાળેલી કિસમિસમાં વિટામિન-સી અને આયર્ન ભરપૂર માત્રામાં હોવાથી, વાળ ખરવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

હાઈ બીપીના દર્દીઓ માટે પલાળેલી કિસમિસનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં છે, તેમાં કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે હાઈ બીપીને ઓછું કરવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

જો તમને કોઈપણ પ્રકારની બીમારી છે તો કિસમિસનું આ રીતે સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા