pag ni massage karvani tips
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

મહિલાઓ જેટલી કાળજી તેમના ચહેરાની લે છે તેટલી જ તે તેમના હાથ અને પગની સંભાળ પર ધ્યાન આપી નથી શકતા. જ્યારે હાથ અને પગ શરીરના એવા બે અંગ છે, જે આખો દિવસ સક્રિય રહે છે અને રાત થતા થતા તે થાક અનુભવવા લાગે છે.

આમ તો સ્ત્રીઓ સામાન્ય રીતે દર 15 થી 20 દિવસમાં એકવાર પેડિક્યોર જરૂર કરાવે છે અને તેના કારણે પગની ઊંડાઈપૂર્વક સફાઈ જાય છે અને પગને પણ થોડો આરામ મળે છે. પણ દરરોજ થાકેલા પગથી છુટકારો મેળવવા શું કરવું જોઈએ? આ પ્રશ્ન દરેક મહિલાના મનમાં ઉદ્ભવે છે.

ઘરે નિયમિત પગને રિલેક્સ કરવાની સારવાર કેવી રીતે કરવી તે જાણવું જરૂરી છે. ‘ઘણી વખત સાચી રીતે પગરખાં ન પહેરવાના કારણે પગમાં દુખાવો થવા લાગે છે. વધારે ચાલવાથી અથવા લાંબા સમય ઉભા રહેવાથી પણ પગના પંજામાં દુખાવો થવા લાગે છે.

આ દુખાવો પરેશાન તો કરે છે પણ ઘણી વખત મહિલાઓ આ પીડાને અવગણે છે. પણ આવું ના થવું જોઈએ અને નિયમિતપણે તમારે રાત્રે થોડા સમય માટે તમારા પગને રિલેક્સ ટ્રીટમેન્ટ આપવી જોઈએ. આ રિલેક્સ ટ્રીટમેન્ટ તમે પગને ઘરેલું ઉપચારથી ઘરે જ આપી શકો છો.

પગની સફાઈ

સૌથી વધારે મહત્વની બાબત એ છે કે તમારે તમારા પગ સાફ જરૂર કરવા જોઈએ. આ માટે તમે આ વિધિને અનુસરી શકો છો.

સામગ્રી

  • 1 ટબ ગરમ પાણી
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી દહીં

વિધિ : સૌથી પહેલા ગરમ પાણીમાં મીઠું નાંખો અને 5 મિનિટ સુધી પગને ડુબાડીને રાખો. પછી, પગને ટુવાલથી ઘસીને પગને સાફ કરો. હવે તમારે દહીં અને ખાંડનો સ્ક્રબ બનાવવાનો છે અને પગને 2 મિનિટ સુધી સ્ક્રબ કરવાનું છે. સ્ક્રબિંગ કર્યા પછી પગને ફરીથી 2 મિનિટ માટે પાણીમાં ડુબાડીને રાખો.

પગની મસાજ : પગને સ્ક્રબ કર્યા પછી તમારે તમારા પગની મસાજ કરવી પડશે. તમે આ માટે ઘી, નાળિયેર તેલ અથવા તલના તેલનો ઉપયોગ કરી શકો છો. જાણો પગની મસાજ કરવાના ના સ્ટેપ.

તમે જે પણ તેલનો ઉપયોગ કરો છો તેને સૌથી પહેલા ગરમ કરો. પછી આ તેલને પગના પંજા પર લગાવો અને પંજાના ઉપલા ભાગ અને તળીયાને અંગૂઠા અને હાથની પહેલી આંગળીની મદદથી પ્રેશર કરીને દબાવો. પછી, તમારે આજ રીતે પગની આંગળીઓને પણ હળવા પ્રેશરથી દબાવવાની છે.

છેલ્લે બંને હાથથી પંજાને જોડીને ગોળ ગોળ ફેરવીતા દબાવો. આ કરવા માટે તમને ફક્ત 5 મિનિટ લાગશે પણ રાહત એટલી બધી મળશે કે તમે ખૂબ જ હળવાશું અનુભવશો. જો તમે ઈચ્છો તો ઘરના નિજ કોઈ વ્યક્તિની મદદથી પણ હળવા પગની મસાજ લઈ શકો છો.

પગને સૂકવવા : આમ તો સામાન્ય રીતે ઘણા લોકો મસાજ લીધા પછી તરત જ મોજા પહેરીને સૂઈ જાય છે પણ આ ત્યારે જ કરો જ્યારે પગની એડીઓને તિરાડ પડી અથવા પગ ફાટી ગયા હોય. જો તમે નિયમિતપણે રિલેક્સેશન ટ્રીટમેન્ટ લઈ રહ્યા છો તો પછી પંજાની માલિશ કર્યા પછી તમારે પગ સુકવી લેવા લેવા જોઈએ.

સામગ્રી

  • 1 મોટી ચમચી એલોવેરા જેલ
  • 1 મોટી ચમચી મીઠું
  • 1 મોટી ચમચી બેકિંગ સોડા
  • 1 ટબ ગરમ પાણી

વિધિ : 1 ટબ ગરમ પાણીમાં એલોવેરા જેલ, મીઠું, બેકિંગ સોડા વગેરે મિક્સ કરી લો. હવે તમારા પગને આમાં 5 મિનિટ સુધી ડુબાડીને રાખો.આમ કરવાથી પગમાં રહેલી ચીકાશ પણ દૂર થઇ જશે અને પગને રાહત મળશે. પછી તમારા પગને ટુવાલથી સારી રીતે સાફ કરી લો.

જો તમે આ રિલેક્શન ટ્રીટમેન્ટ દરરોજ કરો છો, તો તમને પગના દુખાવામાં પણ રાહત મળશે અને સાથે તમારા પગ પણ સ્વચ્છ રહેશે. જો તમને આ માહિતી ગમી હોય અને આના જેવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા