oats recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

થોડા સમય પહેલાની વાત છે કે, થોડું ચાલ્યા પછી પંકજભાઈને શ્વાસ લેવામાં તકલીફ, થાક અને પગમાં દુખાવો થવા લાગતો હતો. જયારે ફુલ બોડી ચેકઅપ કરાવ્યા પછી ખબર પડી કે પંકજભાઈને કોલેસ્ટ્રોલ ઘણું વધારે છે. કોલેસ્ટ્રોલ વધવાને કારણે આ બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતા.

ડૉક્ટરની સલાહ લીધા પછી, તેમણે વજન ઘટાડવા અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે કહ્યું. આ ફક્ત આહારને નિયંત્રિત કરીને જ થઈ શકે છે. ખોરાકમાં તેલ ઓછું કરીને અને લીલા શાકભાજીનું પ્રમાણ વધારીને વજનને નિયંત્રિત કરી શકાય છે. પરંતુ તમારા આહારમાં ઓટ્સનો સમાવેશ કરવો સૌથી બેસ્ટ છે.

તેમાં કેલરીની માત્રા ઓછી હોય છે તેમજ બીટા ગ્લુકન પણ વધુ હોય છે, જે કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે. ઓટ્સના આટલા ઘણા બધા ફાયદા છે, પરંતુ દરરોજ માત્ર એક જ વાનગી ઓટ્સ ખાઈને કંટાળી જવાય છે. તો આ માટે તમે ઓટ્સની વિવિધ વાનગીઓ બાનવીને ખાઈ શકો છો.

આ માટે સૌથી સરળ રસ્તો છે ઓટ્સની રોટલી આ માટે, તમે ઘરે ઓટ્સનો લોટ તૈયાર કરીને ઓટ્સ રોટલી બનાવીને ખાઈ શકો છો. આ રોટલી તમે તમારી પસંદગીના શાકભાજી સાથે આ રોટલી ખાવાનું શરૂ કરી શકો છો.

આ તમારા સ્વાસ્થ્ય અને સ્વાદ બંનેને એકસાથે સંતુલિત કરી શકે છે. આ વખતે તેમનો રિપોર્ટ એકદમ સરસ આવ્યો. આ બધું ઓટ્સનો રોટલીના કારણે શક્ય બન્યું છે. તેથી જ આજે અમે તમને ઓટ્સની રોટલી કેવી રીતે બનાવવી તે વિશે જણાવીશું.

સામગ્રી : 1/2 કપ ઓટ્સ, 1 નાની ડુંગળી બારીક સમારેલી, 1/2 કપ આખા ઘઉંનો લોટ, 2 ચમચી બારીક સમારેલી કોથમીર, 1 નાની ચમચી મીઠું અને તવી પર તેલ લગાવવા માટે

બનાવવાની રીત : સૌથી પહેલા એક તવીમાં તેલ વગર ઓટ્સને શેકી લો. હવે ઓટ્સને મિક્સરમાં નાખીને પીસી લો. તેને લોટની જેમ બારીક પીસી લેવાના છે. હવે આખા ઘઉંનો લોટને ઓટ્સના લોટમાં ઉમેરો અને તેને સોફ્ટ રોટલીના લોટની જેમ લોટ બાંધી લો.

પછી થોડીવાર માટે કણકને ઢાંકીને રાખો. આ પછી, આ કણકનો ગુલ્લાં તૈયાર કરો અને તેમાં ડુંગળી અને કોથમીરનું મિશ્રણ ભરો અને તેને રોટલીની જેમ ગોળ ગોળ વણી લો. હવે પેન ગરમ કરો અને તેમાં થોડું તેલ લગાવો.

પછી તેના પર રોટલી મૂકીને બંને બાજુથી સારી રીતે શેકી લો. આ રોટલી પણ સામાન્ય રોટલીની જેમ જ ફૂલી જશે. પણ તેને તવી પર જ ફુલાવો. આ રોટલી તમે કોઈપણ શાક સાથે અથવા દહીં સાથે ખાઈ શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા