neck wrinkles removal home remedies
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે તમને જણાવીશું કે તમે કઈ રીતે તમે કુદરતી ઉપાયોથી તમારી ગરદન પરની કરચલીઓથી છુટકારો મેળવી શકો છો. ગરદનની કરચલીઓ એ ઉંમર વધવાના શરૂઆતના સંકેતો છે જે તમારી ગરદન પર કોલેજન સ્તરના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે થઈ શકે છે.

આ સિવાય પણ વધુ પડતા સૂર્યના સંપર્કમાં, પોષણનો અભાવ, ત્વચાની યોગ્ય રીતે કાળજી ના લેવી વગેરે પણ કરચલીઓ પાડવા પાછળના કારણો હોઈ શકે છે. ચહેરાની જેમ ગરદન પણ સૂર્યના સંપર્કમાં આવે છે અને ગરદનની ત્વચા ચહેરા કરતાં પાતળી હોય છે.

તેથી ગરદન ખાસ કરીને યુવી એક્સપોઝર અને ઉંમર સાથે કરચલીઓ જેવી સમસ્યાઓની ઝપેટમાં આવી જાય છે. આ લેખમાં અમે એક એવી કુદરતી વસ્તુ વિશે જણાવીશું, જે ત્વચાને વૃદ્ધત્વ સામે લડવામાં મદદ કરી શકે છે અને તમારી ગરદનને કરચલીઓને પડતા અટકાવી શકે.

તો ચાલો, કોઈ વિલંબ કર્યા વગર ગરદનની કરચલીઓથી છુટકારો મેળવવાની આ અદ્ભુત રીત વિશે જાણીએ. આ ઉપાય વિશે સૌથી સારી વાત એ છે કે એકદમ કુદરતી છે.

ગરદનની કરચલીઓ માટે બદામના ફાયદા : બદામ સૌથી સર્વતોમુખી અને જાણીતી કુદરતી સૌંદર્ય પ્રસાધનોમાંની એક છે અને તેનો ઉપયોગનો એક લાંબો ઇતિહાસ છે. તેને વિટામિન-ઇ, પ્રોટીન અને મેગ્નેશિયમથી ભરપૂર કહેવામાં આવે છે. તે ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે અને તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણ પણ હોય છે.

આ જ કારણ છે કે બદામમાં વૃદ્ધત્વ નિયંત્રણના ફાયદા પણ છે અને તે ત્વચા પર દેખાતી રેખાઓ અને કરચલીઓ વગેરે જેવા સંકેતોને ઘટાડવામાં મદદ કરે છે. તે ત્વચાને મુલાયમ પણ બનાવે છે અને લાંબા સમય સુધી જુવાન બનાવી રાખે છે.

પરંતુ મોટાભાગની મહિલાઓને તેનો ઉપયોગ કેવી રીતે કરવો અથવા યોગ્ય રીત જાણતી ન હોવાને કારણે તેનો પૂરો લાભ ઉઠાવી શકતી નથી. એટલા માટે અમે તમને ગરદનની કરચલીઓ ઓછી કરવા માટે બદામનો ઉપયોગ કરવાની સાચી અને અસરકારક રીત વિશે જણાવીશું.

બદામનો પેક : ગરદનની ત્વચા શરીરના બીજા ભાગો કરતાં થોડી પાતળી હોય છે. તેથી તેના પર સરળતાથી રેખાઓ અને કરચલીઓ પડી જાય છે. તમે બદામને પીસીને પાવડર બનાવીને તેનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે કરી શકીએ છીએ. સૌથી પહેલા 4-5 બદામ લઈને પીસીને તેનો પાવડર બનાવી લો.

તેને પાણીમાં અથવા મુલતાની માટી સાથે મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. પછી પેસ્ટને ગરદન પર લગાવો. આ પેસ્ટને અડધો કલાક તમારી ગરદન પર બદામની પેસ્ટ લગાવી રાખો. પછી પેસ્ટને સાફ કરી લો. તમે તમારી ગરદન પરની ત્વચાને સુધારવા માટે અઠવાડિયામાં એકવાર આ ઉપાય કરો.

બદામમાં ઘણા બીજા મિનરલ્સ અને પોશાક તત્વોની સાથે વિટામિન Eથી પણ ભરપૂર હોય છે જે ત્વચાના ઉપચાર અને પુનર્જીવન માટે મહત્વપૂર્ણ હોય છે. આ રીતે બદામ ત્વચાને ફ્રેશ અને જુવાન રાખવામાં મદદ કરી શકે છે.

બદામ તેલનો ઉપયોગ : બદામનું તેલનો પણ ઉપયોગ કરી શકાય છે. રાત્રે ગરદનને સાફ કર્યા પછી ગરદન પર બદામનું તેલ લગાવો અને નીચેની તરફ લઇ જતા એક હાથની પાછળ બીજો હાથ ફેરવતા ફેરવતા ત્વચા પર માલિશ કરો.

જ્યારે હાથ નીચેની બાજુ જાય ત્યારે દબાણ હોવું જોઈએ, દબાણ ત્યારે હોવું જોઈએ જયારે હાથ નીચેની તરફ જતો હોય, હાથ પાછા લાવો ત્યારે દબાણ ના હોવું જોઈએ. મસાજ કર્યા પછી તેલને કપાસથી સાફ કરી શકો છો અથવા તમે આમ જ આખી રાત માટે છોડી શકો છો.

બદામના તેલમાં લિનોલીક એસિડ હોય છે જે ત્વચાને પોષણ અને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે. બદામના તેલથી દરરોજ ગરદનની માલિશ કરીને લાંબા સમય સુધી ત્વચા પર કરચલીઓ અને રેખાઓને રોકી શકો છો.

બદામનો સ્ક્રબ : તમે પીસેલા બદામમાંથી એક સરસ સ્ક્રબ બનાવી શકો છો. તેને દહીં અથવા મધ સાથે મિક્સ કરીને ગરદન પર લગાવીને 20 મિનિટ માટે રહેવા દો. પછી, થોડા પાણીથી ભીનો કરીને હળવા હાથે ઘસો, પછી પાણીથી ધોઈ લો. આનાથી ત્વચા મુલાયમ અને જુવાન બને છે . સમય જતાં ત્વચા હળવી ગોરી પણ થાય છે.

બીજા ઉપાયો : તમારી ગરદન દિવસમાં ઓછામાં ઓછી બે વાર ધોવો. દરરોજ સવારે અને રાત્રે ગરદનને ધોઈને મોઈશ્ચરાઈઝર લગાવો. ગરદન પર સનસ્ક્રીન લગાવો જેમાં ઓછામાં ઓછું SPF 15 હોય. સૂર્ય કરચલીઓ પાડવાનું મુખ્ય કારણ છે, તેથી તેને રોકવા માટે તમારી જાતને સુરક્ષિત રાખો.

ઉંમર વધવાની સાથે ત્વચા તેની નમી જાળવી રાખવાની ક્ષમતા ગુમાવે છે તેથી દિવસભર પાણી પીવું અને ફળો અને શાકભાજીમાંથી હાઇડ્રેશન મેળવવા માટે અંદરથી હાઇડ્રેટેડ રહેવું મહત્વપૂર્ણ છે. તમારી ચીન અને ગરદનને જુવાન બનાવવા માટે ફેસિયલ યોગા ટ્રાય કરો.

તમારા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવા માટે તમારા આહારમાં કઠોળ, નટ્સ અને ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો. સ્ક્રબથી તમારા ચહેરાને એક્સફોલિએટ કરતી વખતે ગરદનને ભૂલશો નહીં. એક્સ્ફોલિયેશન ત્વચાને પુનર્જીવનમાં મદદ કરે છે તેથી સંતોષકારક પરિણામો મેળવવા માટે તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તમારી ત્વચાને એક્સ્ફોલિયેટ કરવી જ જોઈએ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા