50 વર્ષની ઉંમરે 40 વર્ષના દેખાવા ઈચ્છો છો, તો રાત્રે સુતા પહેલા નાભિમાં આ તેલના 2-3 ટીપ્પાં નાખો

nabhi ma tel nakhvana fayda gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જેમ જેમ ઉમર વધતી જાય છે તેમ ત્વચા પણ વૃદ્ધત્વના સંકેતો જેમ કે ડાર્ક સ્પોટ્સ, કરચલીઓ અને શુષ્કતા દેખાવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે આ પ્રક્રિયામાં આપણે જ જવાબદાર છીએ. આપણું જીવન જે રીતે બદલાઈ ગયું છે જેના કારણે આપણે ઉંમર કરતા પહેલા વૃદ્ધ થવા લાગીએ છીએ.

આપણી ખાણીપીણીમાં પોષક તત્વોની ઉણપ, આલ્કોહોલ, કેફીન, પૂરતી ઊંઘ ના લેવી અને કસરતનો અભાવ અને પ્રદૂષણ વગેરે બધી બાબતો આંખોની આસપાસ કરચલીઓ, ડાર્ક સર્કલ માટે જવાબદાર છે. જો કે ઘરડા થવાથી કોઈ રોકી શકવાનું નથી.

પરંતુ તમે જે 40 વર્ષની ઉમ્મરમાં પણ 60 ના દેખાઓ છો તેને તો આપને રોકી શકીએ છીએ. આપણા રસોડામાં રહેલી સામગ્રીથી અકાળે આવતા વૃદ્ધત્વને રોકી શકીએ છીએ. આ વસ્તુઓની સારી વાત એ છે કે બજારમાં મળતા કેમિકલ પ્રોડક્ટની જેમ તેની કોઈ આડઅસર નથી.

શું તમે જાણો છો કે નાભિ તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડવા માટે તેમજ તમને સુંદર બનાવી શકે છે. તે તમારી ત્વચાને સાફ કરી શકે છે. આયુર્વેદ અનુસાર, નાભિ તમારા શરીરનું કેન્દ્રબિંદુ છે અને તે તમારા શરીરના બાકીના ભાગોની નસો સાથે જોડાયેલું છે.

આ જ કારણ છે કે તમે તમારી કોઈપણ બ્યુટી પ્રોબ્લેમની સંસારવાર માટે નાભિનો ઉપયોગ કરી શકો છો. આ લેખમાં અમે તમને ઘણા તેલ વિષે જણાવ્યું છે જે તમે ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે તમારી નાભિમાં અને તેની આસપાસ લગાવી શકો છો. તેલનો ઉપયોગ કરીને તમે ત્વચા પર ચમક લાવી શકો છો અને તમારી ઉંમર કરતા 10 વર્ષ નાના દેખાઈ શકો છો.

વૃદ્ધત્વ વિરોધી માટે ગુલાબ જળ : ગુલાબજળમાં વૃદ્ધત્વ વિરોધી ગુણો હોય છે જે ત્વચાની રંગત સુધારવામાં મદદ કરે છે. આ માટે તમારી નાભિમાં ઓર્ગેનિક ગુલાબજળના થોડા ટીપાં નાખો અને નાભિની આસપાસ માલિશ કરો.

ખીલ માટે લીમડાનું તેલ : લીમડાના તેલમાં ખીલ વિરોધી ગુણ હોય છે જે ત્વચાને આંતરિક રીતે સાફ કરે છે અને ત્વચા દાગ રહિત રાખે છે. આ માટે તમારી નાભિમાં લીમડાના તેલના થોડા ટીપાં નાખો અને નાભિની આસપાસ માલિશ કરો.વધારાનું લૂછીને સૂઈ જાઓ.

સૂકા હોઠ માટે નાળિયેર તેલ : નાળિયેર તેલમાં ઘણા મહાન ગુણો હોય છે જે હોઠને સોફ્ટ બનાવે છે. આ માટે ગરમ નાળિયેર તેલને હૂંફાળું ગરમ કરો અને તેના પથારીમાં સુઈ જઈને નાભિમાં થોડા ટીપાં નાખો અને નાભિની આસપાસ માલિશ કરો.

ચમકતી ત્વચા માટે ઘી : તમારી ત્વચાને મુલાયમ બનાવવા અને ગ્લો લાવવા માટે ઘી કુદરતી ઉપાય છે. તેના એન્ટી-એજિંગ ગુણોને કારણે ત્વચા જુવાન દેખાય છે. આ માટે થોડું શુદ્ધ ઓર્ગેનિક ઘી ગરમ કરો અને સુતા પહેલા નાભિમાં 2-3 ટીપ્પાં નાખો. થોડી સેકન્ડ માટે નાભિની આસપાસ મસાજ પણ કરો.

શુષ્ક ત્વચા માટે બદામ તેલ : બદામના તેલમાં ઉત્તમ ફેટી એસિડ હોય છે જે શુષ્ક ત્વચાની સારવાર કરે છે. આ માટે થોડું શુદ્ધ બદામનું તેલ ગરમ કરો. પથારીમાં સુઈ જાઓ અને તમારી નાભિમાં થોડા ટીપાં નાખો અને તેની આસપાસ મસાજ કરો.

વાળ માટે એરંડાનું તેલ : એરંડાનું તેલ ત્વચા અને વાળના ફોલિકલ્સને પોષણ આપે છે. તે તમારા વાળને ઝડપી ઘટ્ટ બનાવે છે અને ત્વચાને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે. જો તમે શુષ્ક ત્વચા અથવા વાળથી પરેશાન હોવ તો એરંડાના તેલનો ઉપયોગ કરો.

આ માટે તમારી નાભિમાં ઓર્ગેનિક ફૂડ-ગ્રેડ એરંડા તેલના થોડા ટીપાં નાખો અને નાભિની આસપાસ માલિશ કરો. તમે પણ આ નાભિના ઉપાય અજમાવીને અત્યારની ઉંમર કરતા ઘણા વર્ષો નાના દેખાઈ શકો છો. ત્વચા સબંધિત આવી માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.