સરસોનું તેલ કડવા તેલ તરીકે પણ ઓળખાય છે. આ તેલનો ઉપયોગ આપણે રસોઈ માટે મોટા પ્રમાણમાં કરીએ છીએ. સામાન્ય રીતે તેનો ઉપયોગ માત્ર તેલ તરીકે જ થાય છે, પરંતુ સરસોના તેલને તેની અસર અને ગુણોને કારણે એક ઔષધી માનવામાં આવે છે, જે સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેને વધારવા માટે ખૂબ ફાયદાકારક છે.
સરસોનું તેલ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોવાને કારણે તેને હેલ્દી તેલ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે ઘરેલુ ઉપચારમાં પણ સરસોના તેલનો ઉપયોગ કરી શકો છો. તેથી જ આજે અમે તમારા માટે સરસોના તેલથી થતા ફાયદાઓ લઈને આવ્યા છીએ.
ફક્ત 1 ચમચી સરસોના તેલનો ઉપયોગ કરીને તમે તમારી ઘણી સમસ્યાઓને એક જ ચપટીમાં દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ 1 ચમચી સરસોના તેલથી થતા ફાયદાઓ વિશે.
દાંતને ચમકદાર બનાવવા : આપણી ખાવાની આદતોને કારણે સમયની સાથે આપણા દાંત પર ડાઘ પડી જાય છે. વધારે કોકા કોલા, કોફી, ચા અને વાઇનનું સેવનથી શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે. તમે તમારા દાંતને ચમકદાર બનાવવા માટે થોડું સરસોના તેલનો ઉપયોગ શકો છો.
સરસોના તેલ તમારા દાંતને ચમકદાર અને મજબૂત બનાવવા માટે લીંબુના ટીપાં અને થોડું મીઠું નાખીને બ્રશ કરી શકાય છે. આ સિવાય જો તમારા દાંતમાં દુખાવો થતો હોય તો સરસોના તેલમાં મીઠું ભેળવીને પેઢા પર હળવા હાથે મસાજ કરી શકો છો.
ખીલના ડાઘ દૂર કરવા : સરસોનું તેલ એન્ટી-ફંગલ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો ખીલ અને ફોલ્લીઓને દૂર કરવા માટે મદદ કરે છે. તમારે ફક્ત સરસોના તેલના થોડા ટીપાં લઈને 10-15 મિનિટ તમારી ત્વચા પર લગાવવાના છે. તે તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખશે.
વાળ માટે સરસોનું તેલ : આપણા ઘરના વડીલો આપણને હંમેશા વાળની કેર કરવા માટે સરસોનું તેલ લગાવવાની સલાહ આપે છે. કારણ કે સરસોના તેલમાં એવા ઘણા તત્વો હોય છે જે તમારા વાળને લાંબા સમય સુધી કાળા રાખવામાં મદદ કરે છે.
જો તમે ડેન્ડ્રફ, ખંજવાળ, વાળ ખરવા જેવી સમસ્યાઓથી પરેશાન થઇ રહયા છો તો સરસોના તેલને સહેજ ગરમ કરીને વાળના મૂળમાં હળવા હાથે માલિશ કરો. તે પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. જો તમે દરરોજ આ રીતે કરશો તો તમને સારું પરિણામ મળશે.
સોફ્ટ ત્વચા : તમે સોફ્ટ સ્કિન મેળવવા માટે તમે સરસોના તેલનો ઉપયોગ કરી શકો છો. તેલમાં હાજર વિટામિન E શરીરમાંથી મુક્ત રેડિકલને બ્લોક કરીને ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે. તે તમારી ત્વચા પરના કાળા ધબ્બાઓને ઘટાડવામાં, રંગને સુધારવામાં અને ફાઇન લાઇન્સ અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.
તેનું સેવન કરવાથી ત્વચાને આંતરિક પોષણ તો મળે જ છે. આ સાથે તેને ચહેરા પર લગાવવાથી ત્વચાની નમી પણ જળવાઈ રહે છે. મુલાયમ ત્વચા મેળવવા માટે ચણાનો લોટ, હળદર અને સરસોનું તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો.
સ્નાયુઓમાં દુખાવો દૂર કરવા માટે : જો તમને કસરત કર્યા પછી અથવા રમત રમ્યા પછી સ્નાયુઓમાં દુખાવો થાય છે, તો દુખાવાથી રાહત મેળવવા માટે, એક ચમચી સરસોના તેલમાં સેંધા મીઠું નાખીને તે જગ્યા પર સારી રીતે માલિશ કરો.
થોડી જ વારમાં તમને રાહત થઇ જશે. સરસોના તેલમાં હાજર એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોને કારણે તમને દુખાવામાં રાહત મળે છે. આ 5 પ્રકારના ફાયદા મેળવવા માટે તમારે 1 ચમચી સરસોના તેલનો પણ ઉપયોગ કરો. આવી વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.