mukhwas banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમને એક એવા મુખવાસ વિશે જણાવીશું જે મુખવાસ ખાવાથી તમારા સાંધાના દુખાવા, હાડકાંને લગતી કોઈપણ મોટી તકલીફ હોય કે મોંમાંથી દુર્ગંધ આવતી હોય વગેરે સમસ્યાઓમાંથી તમને છુટકારો અપાવશે. આ મુખવાસની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે એટલા માટે તમને કેલ્શિયમની ઉણપ થશે નહીં અને તમારે કેલ્શિયમની ગોળીઓ પણ લેવાની જરૂર નહીં પડે.

જો આ મુખવાસ ને આખું વર્ષ દરરોજ રાત્રે જમ્યા પછી એક ચમચી ખાઈ લેશો તો તમારા સાંધા ના દુખાવા અને હાડકાને લગતી કોઈપણ પ્રકારની બીમારી હશે તો તે બીમારી દૂર થઇ જશે. આ સાથે સાથે જે લોકોને જમ્યા બાદ ગેસ કે એસીડિટી જેવી નાની-મોટી સમસ્યા થતી હોય તે લોકો આ મુખવાસ ખાશે તો તમને 90% સુધી આ સમસ્યાઓમાંથી છુટકારો મળી જશે.

જે લોકોની પાચનશક્તિ એકદમ નબળી છે અને તેમનો ખોરાક સારી રીતે પચતો નથી, વધારે પડતી કબજીયાત કે ઝાડા થઈ જાય છે આવી નાની-મોટી પેટને લગતી કોઈ સમસ્યા રહેતી હોય તે લોકો માટે આ મુખવાસ રામબાણ સાબિત થાય છે.

તો ચાલો જાણીએ કે આ કયો મુખવાસ છે અને આ મુખવાસન કેવી રીતે બનાવી શકાય છે અને આ મુખવાસ બનાવવામાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે. સૌ પ્રથમ સૌથી વધારે જે વસ્તુ નો આ મુખવાસ માં ઉપયોગ કરવાનો છે તે વસ્તુ તમારા હાડકા ને લગતી તકલીફને દુર કરે, કારણકે આ વસ્તુની અંદર કેલ્શિયમ રહેલું છે.

જે લોકોના શરીરમાં પ્રોટીન જેવા તત્વોની નાની-મોટી સમસ્યાઓ છે તે તત્વોની ઉણપને પણ તે પૂર્ણ કરે છે.તો આ વસ્તુઓ એટલે કે સફેદ અને કાળા તલ. આ બને તલ આપણા શરીરને અલગ-અલગ રીતે ફાયદો પહોંચાડે છે.

હવે જાણીએ કે આ વસ્તુનો મુખવાસમાં કેવી રીતે ઉપયોગ કરવો. સૌ પ્રથમ 50 ગ્રામ જેટલા કાળા તલ અને 30 થી 40 ગ્રામ જેટલા સફેદ તલ લેવાના છે. બંનેને તમારે સારી રીતે શેકી લેવાના છે. પરંતુ અહીંયા એક વાતનું ધ્યાન રાખવું કે તલ દાજી ન જાય. તલને થોડાક જ શેકવા. શેકાયેલા તલને એક વાસણમાં લઇ લેવા.

ત્ત્યાર બાદ બીજી વસ્તુ જે મુખવાસ બનાવવામાં ઉપયોગમાં લેવાની છે તે છે વરિયાળી. 60 થી 75 ગ્રામ જેટલી વરિયાળીને લેવાની છે અને તેને પણ શેકી લેવાની છે. વરિયાળી શેકાઈ જાય એટલે તેને પણ શેકેલા તલ સાથે મિક્સ કરી દેવાની છે.

ત્રીજી વસ્તુ જે મુખવાસ બનાવવામાં ઉપયોગમાં લેવાની છે તે છે અજમો. 20 થી 30 ગ્રામ અજમો લેવાનો છે. ઘણા લોકોને અજમો ભાવતો નથી પરંતુ અહીંયા મુખવાસમાં તમારે અજમાને ફરજીયાત લેવાનો છે. અજમાને પણ તમારે શેકી દેવાનો છે. અજમો શેકાઈ જાય એટલે અજમાને પણ વરિયાળી અને તલના મિશ્રણમાં મિક્સ કરી દો.

મિક્સ કરેલી બધી વસ્તુને એક ડબ્બામાં કે બરણીમાં પેક કરી ભરી લો અને જયારે પણ તમે રાત્રે જમીને ઉભા થાઓ ત્યાર બાદ આ મુખવાસ તમારે ખાવાનો છે. આ મુખવાસ ખાવાથી તમારા હાડકા ને લગતી કોઈપણ પ્રકારની તકલીફ દૂર થાય છે, સાંધાના દુખાવા, પાચનશક્તી નબળી હોય તો તે પણ આ મુખવાસ ખાવાથી દૂર થઇ જશે.

આ મુખવાસ તમારા શરીરના બંધારણ માટે, નાના બાળકો માટે અને પુરૂષો માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા