પાલક એક એવી શાકભાજી છે જે સરળતાથી બજારમાં મળી જાય છે અને તેને ખાવાના ઘણા ફાયદા છે. પરંતુ આટલા ફાયદા હોવા છતાં બહુ ઓછા લોકોને પાલક અને પાલકનું શાક ખાવાનું પસંદ હોય છે. જો કે શિયાળાની ઋતુમાં સૌથી વધારે ખાવામાં આવતી શાકભાજીઓમાં એક પાલક જ છે. જે સ્વાદમાં અદ્ભુત હોવાની સાથે આ શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.
શિયાળાની ઋતુમાં આ પૌષ્ટિક શાકભાજી છે. કારણ કે આ તે ખોરાકમાંથી એક છે જે સ્વાદ અને પોષણ બંનેનો ભંડાર કહેવામાં આવે છે. શિયાળાની ઋતુમાં લોકો પાલકમાંથી બનાવેલું શાક રોટલી કે ભાત સાથે ખાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્વાદથી ભરપૂર આ પલાઠી બનાવેલી વાનગી આપણા સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક થઈ શકે છે.
પાલક માત્ર સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓને દૂર કરે છે પરંતુ તેની સાથે તે ત્વચાને લગતી સમસ્યાઓથી પણ છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. તો ચાલો જાણીયે પાલકના છુપાયેલા પોષક તત્વો અને તેના સેવનથી થતા ફાયદાઓ વિશે.
પાલક છે પ્રોટીનથી ભરપૂર : પાલકમાં મુખ્યત્વે પ્રોટીન તત્વો હોય છે અને તેથી પાલકમાંથી બનાવેલ શાક તમારા પ્રોટીનના સેવનમાં યોગદાન આપી શકે છે. પ્રોટીન ચહેરાના નિખાર અને સમારકામ માટે પ્રોટીન એ એક આવશ્યક તત્વ છે. પાલક તમને તે બધા એમિનો એસિડ પ્રદાન કરે છે જેને પ્રોટીન બનાવવા માટે જરૂરી હોય છે. પ્રોટીનથી ભરપૂર હોવાથી પાલક ચહેરાને મુલાયમ બનાવી રાખે છે.
પાલક છે પોષણથી ભરપૂર : પાલકને પોષણથી ભરપૂર કહેવાય છે કારણ કે પાલકમાં મેગ્નેશિયમ, ફોલેટ, વિટામિન A, વિટામિન K, પોટેશિયમ, કેલ્શિયમ અને બીજા ઘણા પોષક તત્વો હોય છે. જયારે પાલકમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોવાથી તે ચહેરાને નિખારવામાં અને યુવાન રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
પાલકમાં ભરપૂર માત્રામાં રહેલા વિટામિન B2 અને B-12 ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. પાલકમાંથી બનાવેલ વાનગી કે શાક પોષણથી ભરપૂર હોય છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે.
ખીલની સમસ્યામાંથી રાહત : આજકાલ ખીલ થવાની સમસ્યા સામાન્ય છે. જો તમે ક્રીમ કે દવા વગેરેથી ખીલથી છુટકારો નથી મેળવી શક્યા તો ચોક્કસ પાલકનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કારણ કે તે ખીલને ઓછા કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. પાલકમાં રહેલા પોષક તત્વો ત્વચાને અંદરથી સાફ કરીને ત્વચાની ચમક જાળવી રાખે છે. તેથી નિયમિતપણે તમારા આહારમાં પાલકનો સમાવેશ કરો.
ચહેરા પરની કરચલીઓમાં ફાયદાકારક : પાલકનું સેવન કરચલીઓની સમસ્યામાં રાહત મેળવવા અથવા તેની અસરને ઓછી કરવા માટે ફાયદાકારક છે. કારણ કે ઘણા સંશોધનો અનુસાર તેમાં હાજર વિટામિન-સી ચહેરાની કરચલીઓને ઓછી કરવામાં ખૂબ મદદરૂપ છે. પાલકનો નિયમિત ઉપયોગ કરવાથી ચહેરા પર વધતી ઉંમરને રોકી શકાય છે. આ સિવાય નિષ્ણાતો કહે છે કે પાલકમાં હાજર વિટામિન્સ સૂર્યના કિરણો સામે રક્ષણ કરે છે.
ચહેરા પર ગુલાબી રંગનો નિખાર : જો તમે પણ ઈચ્છો છો કે તમારી ત્વચા ગુલાબી અને સાફ દેખાય તો તમે તમારા આહારમાં પાલકનો સમાવેશ કરો, કારણ કે તેના નિયમિત સેવનથી ત્વચાના મૃત કોષો બહાર નીકળી જાય છે અને તેના કારણે ત્વચા સાફ અને ચમકદાર દેખાય છે. આ સિવાય પણ તમે પાલકમાંથી બનાવેલા ફેસ માસ્કનો ઉપયોગ કરી શકો છો. તમે તેને લગાવીને ત્વચાના ટેક્ચરમાં બદલાવ અનુભવશો.
ફેસ માસ્ક છે છે ફાયદાકારક : ભારતમાં પાલકનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે જેમ કે શાક, સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા, જ્યુસ અને સલાડ વગેરેમાં. પરંતુ તમે તેનો ઉપયોગ ફેસ પેક બનાવા માટે પણ કરી શકો છો. તેમાં ઘણા એવા પોષક તત્વો મળી આવે છે જે આપણી ત્વચા અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
આ સિવાય પાલક તમારા ચહેરાના રંગને નિખારે છે અને ચહેરાને કોમળ બનાવે છે. પીસેલી પાલક ત્વચા પર સ્ક્રબ જેવું કામ કરે છે. જે તમારી ત્વચાના છિદ્રોને ખોલે છે અને ચહેરાને અંદરથી સાફ કરે છે. આ સિવાય તે ત્વચામાંથી વધારાનું તેલ દૂર કરે છે અને તેને પાછું આવવાથી પણ અટકાવે છે.
ખાસ નોંધ : જો તમને ત્વચા સંબંધિત કોઈ પણ સમસ્યા હોય કે કોઈ રોગ હોય તો તમારે પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને પછી જ પાલકનો ઉપયોગ કરવો જોઈએ.
જો તમને આ બ્યુટી સબંધિત જાણકારી પસંદ આવી હોય તો આવી જ બીજી જીવન ઉપયોગી માહિતી ઘરે બેઠા મેળવવા માટે રસોઈનીદુનિયા જોડાયેલા રહો.