mudra to control uric acid
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ખરાબ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે લોકો નાની ઉંમરમાં અનેક ગંભીર બીમારીઓનો શિકાર થઇ રહયા છે. આમાંથી એક છે યુરિક એસિડની સમસ્યા. શું તમે યુરિક એસિડ વિશે જાણો છો? જો ના હોય તો તમને જણાવી દઈએ કે યુરિક એસિડ શરીરમાં એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે અને રક્તવાહિનીઓને સુરક્ષિત કરે છે.

પરંતુ, જો તેનું લેવલ વધે છે તો સંધિવા, કિડનીમાં પથરી, સાંધાનો દુખાવો અને સોજો વગેરે જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે. આ સિવાય શરીરમાં યુરિક એસિડ વધવાથી ડાયાબિટીસ, થાઈરોઈડ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થાય છે.

પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે યોગ્ય આહાર, કસરત અને યોગની મદદથી યુરિક એસિડનું સ્તર ઘટાડી શકાય છે. આજે અમે તમને એવી 2 હાથની મુદ્રાઓ વિશે જણાવીશું, જે શરીરને ડિટોક્સ કરીને યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે.

આ માહિતી યોગ અને વેલનેસ કોચ અને પ્રમાણિત યોગ શિક્ષક સંગીતાએ શેર કરી છે. મુદ્રાઓ વિશે જાણતા પહેલા, ચાલો યુરિક એસિડ વિશે જાણીએ. છેલ્લે આ મુદ્રાઓ કેવી રીતે કરવી તે માટે વિડિઓ પણ આપેલો છે. તો લેખને અંત સુધી જરૂર વાંચો.

યુરિક એસિડ: યુરિક એસિડ એ એક એવું કેમિકલ છે જે શરીરમાં પ્યુરિન નામના તત્વને કારણે લોહીમાં બને છે. પ્યુરિન સામાન્ય રીતે શરીરમાં ઉત્પાદિત થાય છે, પરંતુ તે ખોરાક દ્વારા પણ શરીરમાં પ્રવેશ કરે છે.

પ્યુરિન નામના કેમિકલ એ શરીરના ઝેર છે, જે કિડની દ્વારા ફિલ્ટર કર્યા પછી શરીરમાંથી દૂર કરવામાં આવે છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં તેના અવશેષો રહે છે. આ કારણે જ્યારે શરીરમાં યુરિક એસિડનું સ્તર વધવા લાગે છે અને કિડની પણ તેને ફિલ્ટર કરી શકતી નથી ત્યારે તે ક્રિસ્ટલના રૂપમાં તૂટી જાય છે અને હાડકામાં જમા થઈ જાય છે.

1) અપાન મુદ્રા : અપાન મુદ્રા એ એક એવી મુદ્રા છે જે શરીરને ઝેરી તત્વોને દૂર કરીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. આ મુદ્રાને યોગ્ય રીતે કરવાથી અને યોગ્ય રીતે શ્વાસ લેવાથી શરીરમાંથી 90 ટકા ઝેરી પદાર્થો નીકાળી શકાય છે.

પદ્ધતિ : સૌ પ્રથમ,સીધા બેસી જાઓ. બંને હાથ બહાર કાઢીને થાઈ પર રાખો. તમારા હાથ ઉપરની તરફ હોવા જોઈએ. પછી બંને વચ્ચેની અને રિંગ આંગળીઓને એકસાથે મિક્સ કરો અને તેમને અંગૂઠાની ટોચથી સ્પર્શ કરો. બીજી બે આંગળીઓને સીધી રાખો. આ બંને હાથ સાથે કરો. આ પોઝ કરતી વખતે તમે તમારી આંખો બંધ કરી શકો છો. ધીમે ધીમે શ્વાસ લો અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો.

2) પ્રાણ મુદ્રા : યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે, આપના મુદ્રા પછી પ્રાણ મુદ્રા કરો. સારા પરિણામો મેળવવા માટે નિયમિત પ્રેક્ટિસ કરો.

પદ્ધતિ: આ કરવા માટે, તમારી પીઠ સીધી કરીને બેસો. પછી બંને હાથ આગળ કરો. બંને હાથની નાની અને રિંગ આંગળીઓને વાળો અને તેમને અંગૂઠાની ટોચ વડે જોડો. બાકીની આંગળીઓને સીધી રાખવાનો પ્રયાસ કરો. આમ કરવાથી અંગ્રેજીનો ‘V’ બને ​​છે. આ દરમિયાન ઊંડો શ્વાસ લો અને 10 મિનિટ સુધી આ આસનમાં રહો.

યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે તમે આ યોગ મુદ્રાઓ અજમાવી શકો છો. જો તમને આ લેખજ પસંદ આવ્યો હોય તો રતાંસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા