શું તમે ખાધા પછી ફળો ખાઓ છો? જાણો સ્વાસ્થ્ય પર તેની શું અસર થાય છે

0
438
Know the health effects of eating fruits after meals

ફળ ખાવું આપણા સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. ફળોમાં ભરપૂર માત્રામાં પોષણ હોય છે, તેથી તેને ખાવાની સલાહ આપવામાં આવે છે. ફળોને ઊર્જા અને પોષણનું પાવરહાઉસ પણ કહેવામાં આવે છે. ફળો ખાવા જોઈએ એમાં કોઈ શંકા નથી, પરંતુ ફળો ખાવાના સમય વિશે ઘણા મંતવ્યો છે.

કેટલાક લોકો સવારના નાસ્તામાં ફળો ખાય છે, કેટલાક લોકો લંચ અથવા ડિનર પછી ફળો ખાતા હોય છે, જ્યારે કેટલાક લોકો સાંજે ફળ ખાવાનું પસંદ કરે છે. ફળ ખાવાનો યોગ્ય સમય કયો છે તે અંગે નિષ્ણાતોના અલગ-અલગ મંતવ્યો હોય છે.

ખાસ કરીને, શું ખાધા પછી ફળો ખાવા જોઈએ, આ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે. આજે આ લેખમાં તમને આ પ્રશ્નનો જવાબ આપીશું. શું જમ્યા પછી ફળ ખાવા યોગ્ય છે? આ આપણા સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે? ન્યુટ્રિશનિસ્ટ સિમરન કૌરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિશેની માહિતી શેર કરી છે, આવો જાણીએ.

ખાધા પછી તરત જ ફળો ન ખાવા જોઈએ: નિષ્ણાતોના મતે જમ્યા પછી ફળ ન ખાવા જોઈએ. આનું કારણ એ છે કે આપણા ખોરાકમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન હાજર હોય છે. જ્યારે આપણે ખાધા પછી ફળો ખાઈએ ત્યારે ફળમાં હાજર સુગર કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીન સાથે આથો(ફરમેંટ) આવે છે. તેથી જ પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે. આનાથી આપણા પાચનતંત્ર પર દબાણ વધે છે અને પેટમાં દુખાવો અથવા અસ્વસ્થતા થઈ શકે છે.

જો તમે જમ્યા પછી તરત જ ફળો ખાશો તો તમને અપચોની સમસ્યા થઈ શકે છે. જમ્યા પછી તરત જ આપણું પેટ ખોરાકને પચાવવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે આપણે તેના પછી તરત ફળો ખાઈએ છીએ, તો ફળો યોગ્ય રીતે પચતા નથી અને તેના કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને જે ફળોમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે તે ખાધા પછી તરત જ પચવામાં મુશ્કેલી પડે છે.

ફળ ખાવાનો યોગ્ય સમય : જો આપણે ભોજનના એક કલાક પહેલા ફળો ખાઈએ તો તે આપણી ડાઈટને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આનાથી પેટ ભરેલું લાગે છે અને આપણે વધુ પડતું ખાવાનું ટાળીએ છીએ. ફળોમાં હાજર ફાઇબર પાચન પ્રક્રિયાને સુધારે છે અને આપણા પેટને આરામ આપે છે. આ સિવાય ફળ ખાવાના એક કે બે કલાક પછી પણ ખાઈ શકાય છે. સવારના નાસ્તામાં ફળો લેવા સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે.

નિષ્ણાતની પોસ્ટ અહીં જુઓ

 

View this post on Instagram

 

A post shared by (@fitnutrilicious)

આની કાળજી લો: તમારા આહારમાં હંમેશા મોસમી ફળોનો સમાવેશ કરવો જોઈએ. જો કે આજકાલ દરેક સિઝનમાં મોટાભાગના ફળો મળી રહે છે, પરંતુ ઋતુ પ્રમાણે તમારા આહારમાં ફળોનો સમાવેશ કરવાથી સૌથી વધુ પોષણ મળે છે. આ આપણને ઘણી મોસમી બીમારીઓથી પણ બચાવે છે.

જો તમને આ જામકારી ગમી હોય તો તારામાં ફ્રેન્ડ અને પરિવારના સભ્યો સાથે શેર કરજો. આવી વધુ જીવન ઉપયોગી માહિતી મેળવવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.