morning water drink benefits
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

અહીંયા તમને જણાવીશું કે સાત દિવસ સુધી નરણાકાંઠે હૂંફાળું પાણી પીવાથી શરીરને ક્યા-ક્યા લાભ થાય છે અને શરીર માંથી કયા કયા રોગો દુર થાય છે. પાણીતો આપણે આખો દિવસ પીતા હોઈએ છીએ.

પરંતુ તેનો પૂરેપૂરો ફાયદો મેળવવો હોય તો સવારે ઉઠીને બ્રશ કરતા પહેલા ૧ ગ્લાસ પાણી હૂંફાળું ગરમ કરીને ધીમે ધીમે ગૂંટડે ગૂંટડે પીવાનું છે. આમ કરવાથી આપણા મોઢામાં રહેલી વાસી લાળ પાણી સાથે ગળી ને પેટમાં જાય છે.

આખી રાત દરમિયાન ભેગી થયેલી લાળ આલ્કલાઇન હોવાથી તે એસિડિટીને દૂર કરે છે. ઘણા લોકોને રાત્રી દરમિયાન ગળામાં કફ ભરાઈ જવાની ફરિયાદ રહેતી હોય છે. આ ફરિયાદ ગરમ પાણી પીવાથી સાત જ દિવસમાં જ દૂર થાય છે.

કબજિયાત: ઉઠતાની સાથે જ ગરમ પાણી પીવાથી આપણી હોજરી અને આંતરડામાં જમા થયેલા નાકમાં દ્રવ્યો દૂર થઈ આંતરડાની કાર્યક્ષમતા વધે છે. જેથી કબજિયાત દૂર થાય છે.

પાચનની સમસ્યા દૂર કરે: ગરમ પાણી હોજરીમાં રહેલા ન પચેલા ખોરાકને ઝડપથી પચાવે છે, જેથી ગેસ કે એસિડિટીની ફરિયાદ દૂર થાય છે. માટે જેમને પાચનની તકલીફ છે તેઓએ ખાસ સવારે નરણા કોઠે ગરમ પાણી પીવું.

વજન ઘટાડવા: જો તમે વજન ઘટાડવા માગતા હોય તો રોજ સવારે ગરમ પાણીમાં અડધુ લીંબુ નીચોવીને પીવાનું શરૂ કરી દો. આનાથી શરીરનું મેટાબોલિઝમ ઝડપી બને છે અને ચરબી ઝડપથી ઓગાળવા થી વજનમાં સારો એવો ઘટાડો થાય છે.

શરીરમાંથી ઝેરી કચરો બહાર કાઢવા: સવારે નરણા ગરમ પાણી પીવાથી પરસેવો વળે છે. જેની શરીરમાં જમા થયેલા ઝેરી કચરો બહાર નીકળી જાય છે અને ત્વચાના રોમછિદ્રો ખુલી જવાથી સ્કિન લીછી અને કોમળ બને છે તેમજ ખીલની સમસ્યા દૂર થાય છે.

બ્લડ સર્ક્યુલેશન: ઘણાં લોકોને રાત્રે બ્લડ સર્ક્યુલેશન ધીમું થવાથી સવારે સાંધા જકડાઈ જાય છે. ઊઠીને તરત જ ગરમ પાણી પીવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. જેથી શરીરને પૂરતો ઓક્સિજન મળે છે અને સાંધાનો દુખાવો દૂર થાય છે. માટે જ શરીરના કોઈપણ ભાગમાં દુખાવો હોય તેવો ખાસ ગરમ પાણી પીવું.

મોઢામાં વાસ: જેને પાચન બરાબર ન થતું હોય તેની હાજરીમાં ન પચેલા ખોરાકને પડ્યો રહેવાથી સળે છે, જેનાથી મોઢામાં વાસ આવે છે. સતત સાત દિવસ નરણા કોઠે ગરમ પાણી પીવાથી આ તકલીફ દૂર થાય છે.

વિટામીન બીટવેલ મેળવવા: જે લોકોને વિટામીન બીટવેલ ઘટતું હોય તેવા લોકો સવારે નરણા કાંઠે ગરમ પાણી પીવે તો વાસી લાળ સાથે નાશ પામેલા બેક્ટેરિયા પેટમાં જવાથી શરીરમાં કુદરતી વિટામીન બીટવેલ મળે છે.

હવે કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો: વધુ ગરમ પાણી પીવાથી હોજરીમાં ચાંદા પડે છે. પાણી હંમેશા ખુરશી પર કે જમીન પર બેસીને નિરાંતે પીવું. ઉતાવળે પાણી પીવાથી મોઢાની લાળ નો પૂરેપૂરો ફાયદો નથી મળતો.

બીજી એક ખાસ વાત આટલા બધા ફાયદા જાણીને જોશમાં આવી જઈ અતિશય વધારે પ્રમાણમાં પાણી પીવાથી ફાયદાને બદલે નુકસાન થાય છે. માટે અતિ સર્વત્ર વર્જયેત એ મંત્ર ધ્યાનમાં રાખીને દરેક ઉપાય કરવા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા