નાના બાળકોને આ રીતે ડરાવવાની ભૂલ ક્યારેય ન કરશો નહીં, જાણો આ કડવો અનુભવ

0
1534
moral story in gujarati
image Credit - Freepik

નાના બાળકો જ્યારે પણ બજારમાં જાય ત્યારે દુકાનો પર પહોંચીને બાળકો કંઈક ને કંઈક વસ્તુ લેવાની જીદ કરવા લાગે છે. મારુ નામ કાજલ છે. એકવાર મારો દીકરો પણ આ રીતે આવી જીદ કરતો ત્યારે મારા પતિ અમારા દીકરાને વારંવાર કહેતા કે જો તું બહુ જીદ કરીશ તો હું તને અહીં મૂકીને ઘરે જતો રહીશ.

આ તે સમયની વાત છે જયારે મારો પુત્ર ચાર વર્ષનો હતો. જુનિયર કેજીમાં ભણતો હતો. તે જ દિવસે મારા પતિ તેને ઘરથી સાત-આઠ મિનિટ દૂર આવેલી દુકાનમાં કંઈક ખરીદવા ગયા. ત્યારે ફરીથી મારા દીકરાએ કંઈક વસ્તુ લેવાની જીદ કરવા લાગ્યો.

ત્યારે મારા પતિએ દીકરાને કહ્યું, પછી લઇ આપું. ત્યારે દીકરો તે વસ્તુ જોવામાં તલ્લીન થઈ ગયો. ત્રણ-ચાર મિનિટ જયારે મારા પતિ તેમની આજુબાજુ જોવે છે ત્યારે તે જોવે છે કે દીકરો દુકાનમાં નથી. દુકાન પણ મોટી નહોતી.

ત્યારે તે ગભરાઈને તેઓ તેને નજીકની દુકાનોમાં શોધવા લાગી જાય છે. જ્યારે તે ક્યાંય દેખાતો ન હતો, ત્યારે તેઓ મને ફોન કરે છે અને આખી વાત કહે છે અને પૂછે છે કે દીકરો ઘરે આવ્યો છે? તે ઘરે આવ્યો પણ ન આવ્યો હતો. ત્યારે હું પણ ખૂબ ગભરાઈ ગઈ હતી.

તે 15-20 મિનિટ જયારે દીકરો ઘરે નહોતો પહોંચ્યો ત્યાં સુધીનો સમય, અમારા બંને પતિ પત્ની માટે એટલી પીડાથી ભરેલો હતો કે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. જયારે દીકરો ઘરે આવે છે ત્યારે મેં પૂછ્યું કે તું પાપા સાથે ગયો હતો ને, તો ત્યાંથી ક્યાં ચાલ્યો ગયો હતો ??

તેણે કહ્યું કે તે જીદ કરતો હતો અને પપ્પા વારંવાર કહે છે ને કે, જો તું વસ્તુ લેવાની જીદ્દ કરીશ તો હું તને છોડીને ઘરે જતો રહીશ. જ્યારે મેં પપ્પાને જોયા નહીં, ત્યારે મને લાગ્યું કે તેઓ મને છોડીને ઘરે ગયા છે. તેથી હું પણ ઘરે આવવા નીકળી ગયો.

પરંતુ ચોકીદાર ભાઈએ મને એકલો રસ્તો ક્રોસ કરવાની ના પાડી અને એક કાકા આવતાં હતા તો તેમણે મને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરી અને હું ત્યાંથી ઘરે આવ્યો. મારા દીકરાની આ વાત સાંભળ્યા પછી અમે પણ ભગવાનનો લાખ-લાખ આભાર માન્યો.

આપણે એ સારી વ્યક્તિને પણ ઓળખતા નથી જેણે તેને રસ્તો ક્રોસ કરાવ્યો. પણ અમે તરત જ ચોકીદાર પાસે જઈને તેમનો આભાર વ્યક્ત કર્યો. અમારા બાળકની નિર્દોષતાએ મને અને મારા પતિને અહેસાસ કરાવ્યો કે આપણે બાળકોને આવી રીતે ડરાવવા જોઈએ નહીં કે આ વાતો તેના મગજમાં બેસી જાય.

અમને આ શીખ ખૂબ જ કડવા અનુભવ સાથે મળી છે, પરંતુ તમારે મારા અનુભવમાંથી આ એક વાત શીખવી જોઈએ કે બાળકોને ક્યારેય આવી રીતે ડરાવવા ના જોઈએ. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.