અઠવાડીયામાં 2 વાર ખાઈ લો આ શક્તિશાળી ફળ, ડાયાબીટીશ અને હૃદયની ભયંકર બીમારીઓ માટે છે ખુબ જ ફાયદાકારક

0
21577
kiwi fruit benefits in gujarati

કીવી પોષક તત્વોથી ભરપૂર ફળ છે. કીવી માત્ર રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે શરીરને જરૂરી વિટામિન્સ પણ પ્રદાન કરે છે. કીવીમાં એન્ટી ઈફ્લેમેટરી, વિટામિન બી6, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કોપર, ઝિંક, બીટા કેરોટીન જેવા પોષક તત્વો મળી આવે છે.

કીવીમાં સેરોટોનિન હોય છે, જે આપણા હેપ્પી હોર્મોનને વધારે છે. કીવી માનસિક તણાવ, બેક્ટેરિયા અને વાયરસના હુમલાને પણ દૂર કરવામાં મદદ કરે છે. કીવીથી તમે એવા રોગોને પણ દૂર કરી શકો છો જે દવાથી પણ મટી શકતા નથી.

વાસ્તવમાં કીવીમાં રહેલા વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ્સ, ફાઈબર, પોટેશિયમ જેવા પોષક તત્વો ઘણી ખતરનાક બીમારી રોગો સામે લડવામાં મદદ કરે છે. કીવી ખાવાથી ત્વચા ચમકદાર બને છે અને ચહેરાની કરચલીઓ દૂર થાય છે. તે સાંધા અને હાડકાના દુખાવામાં પણ ફાયદાકારક છે. કીવીને સલાડ, જ્યુસ, સ્મૂધી બનાવીને પણ ખાઈ શકાય છે.

ઘરેલું ઉપચાર : કીવી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે અને દરરોજ કીવી ખાવાથી લોહીમાં ગ્લુકોઝની માત્રા ઓછી થાય છે. જો તમને રાત્રે સૂવામાં તકલીફ થતી હોય તો તમારે તમારે કીવી ખાવાનું શરુ કરવું જોઈએ. રાત્રે સારી ઊંઘ આવે તે માટે સૂવાના ઓછામાં ઓછા એક કલાક પહેલા કીવી ખાઓ.

ફાઈબરથી ભરપૂર કીવી પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ ખાલી પેટ કીવી ખાવાથી પેટ સાફ રહે છે, આ સાથે એસિડિટી અને ગેસની સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે. કીવીમાં રેચક તત્વો મળી આવે છે, જે કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.

કીવીમાં રહેલા કાર્ડિયો-પ્રોટેક્ટિવ ગુણોને કારણે તે હૃદય સંબંધિત રોગો સામે રક્ષણ આપે છે. દરરોજ એક કીવી ખાવાથી મોતિયા અને આંખની પણ ઘણી સમસ્યાઓ દૂર રહે છે. વાસ્તવમાં કીવીમાં મળતા વિટામિન્સ અને મિનરલ્સને કારણે આંખોનું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. તેથી આંખોને સ્વસ્થ રાખવા માટે તમારા આહારમાં ચોક્કસપણે કિવીનો સમાવેશ કરો.

ડેન્ગ્યુ તાવમાં, લોહીના પ્લેટલેટ્સની સંખ્યા ઝડપથી ઘટવા લાગે છે, તો આવી સ્થિતિમાં કીવીનું સેવન પ્લેટલેટ્સને ઘટતા અટકાવવામાં મદદ કરે છે. ખાલી પેટ કિવી ખાવાથી હાર્ટ એટેક, સ્ટ્રોક, હાર્ટ બર્ન જેવી સમસ્યાઓની શક્યતા ઓછી થઈ જાય છે.

જો તમે મોટાપાથી પરેશાન છો તો કિવીનું સેવન કરો. કીવીમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે અને કેલરી ઘણી ઓછી હોય છે, તે વજન ઘટાડવામાં મદદ કરે છે. પેટની ગરમી અને અલ્સર જેવી બીમારીઓને દૂર કરવા માટે પણ કીવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

કીવીમાં આયર્નની સાથે-સાથે ફોલિક એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે ગર્ભવતી મહિલાઓ માટે પણ ફાયદાકારક છે. જો તમને પિમ્પલ્સ છે તો દરરોજ એક કીવી ખાઓ. ધીમે ધીમે તમારા પિમ્પલ્સ ઓછા થવા લાગશે. તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને સારા કોલેસ્ટ્રોલને વધારે છે, જેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.

આરોગ્ય ચેતવણી : જો તમને કિડનીની કોઈ સમસ્યા છે, તો કીવી તમારે માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે, કારણ કે તેમાં પોટેશિયમ વધુ હોય છે. સગર્ભા સ્ત્રીઓએ તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. જો તમે કીવીનું વધુ પડતું સેવન કરો છો, તો મોંમાં બળતરા થઈ શકે છે. પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.