modha ma chanda no ilaj gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

Moma Chandi Padvi (modha ma chanda): આપણે જાણીશું મોઢામાં પડતી ચાંદી વિશે. જો કોઈ ને મોઢામાં ચાંદી પડે તો જમવામાં બહુ મોટી તકલીફ પડતી હોય છે. તો અહિયાં જોઈશું મોઢામાં ચાંદા પડવાના કારણો અને મોઢા માં કયા પ્રકારના ચાંદા પડે છે અને તેની સારવાર શું છે. તો ચાલો જાણીએ મોઢામાં ચાંદા પડવાના કારણો વિશે.

ઘણા બધા લોકોના મોઢામાં ચાંદા ઉત્પન્ન થતા જોવા મળે છે. આયુર્વેદ અનુસાર આ રોગ પિતદોષ ની વિકૃતિને લીધે થાય છે. પિત્ત વર્ધક આહાર વિનાનું અતિ સેવન કરવાથી જેમ કે અતિ ઉષ્ણ, તીક્ષ્ણ, વિદાહી અન્નપાનનું  અતી સેવન કરવાથી, ખારા પદાર્થોનું અતી સેવન કરવાથી મોઢામાં ચાંદા પડે છે. 

વધારે પડતા ઉપવાસ કરવાથી, દહીં નું વધારે પડતું સેવન કરવાથી, વધારે પડતો ક્રોધ કરવાથી, જઠરાગ્નિ અતિ મંદ થઈ જવાથી મોઢામાં ચાંદા પડે છે. અન્ય રોગોના ઉપદ્રવો ને લીધે તથા કબજિયાત રહેવાથી પણ મોઢામાં ચાંદા પડે છે. પાન મસાલા ખાવાથી, તમાકુનું સેવન કરવાથી, સોપારી ચાવવાથી, પાનમાં ચૂનાનું પ્રમાણ વધારે હોવાથી પણ મોઢામાં ચાંદા પડે છે.

આદુ, લસણ, અથાણાં, ગરમ પડે તેવી એલોપેથી દવાઓ તેમજ ઝેરી પદાર્થોના સેવનથી પણ મોઢામાં ચાંદા પડે છે. દારૂનું વધારે સેવન કરવાથી તથા દાંતના રોગોને કારણે પણ મોઢામાં ચાંદા પડે છે. મોઢામાં કેવા પ્રકારના ચાંદા પડે છે અને મોઢામાં છાલા ની દવા શું છે ત્યારે શું થાય છે જે વિશે જાણો.

મોઢામાં ચાંદા (મોઢા ના છાલા) ઉત્પન્ન થાય છે ત્યારે તે લાલ હોય છે અથવા ફોલ્લાઓ પણ જોવા મળે છે. ચાંદા કે ફોલ્લાઓ થવાથી બોલવામાં તથા ખોરાક લેવામાં તકલીફ થાય છે. પ્રવાહી લેવામાં પણ તકલીફ થાય છે. ચાંદાંમાંથી રક્તસ્ત્રાવ પણ થાય છે અને દુખાવો થતા બળતરા થાય છે. મોઢામાંથી દુર્ગંધ આવે છે.

મોઢામાં અવારનવાર ચાંદાં પડતાં હોય કે લાંબા સમય સુધી રહેતા હોય તો તે ચેતવણી સ્વરૃપ છે. કેમ કે ભવિષ્યમાં મોઢામાં કેન્સર પણ થઈ શકે છે. આધુનિક વિજ્ઞાન એવું કહે છે કે મોઢામાં ના પડવાનું સાધારણ કારણ કબજિયાત અને અપચો છે. તેમ જ લોહીની ઊણપને કારણે પણ મોઢામાં ચાંદાં પડતાં હોય છે.

મોઢામાં ચાંદા (મોઢામાં છાલા ની દવા) પડ્યા હોય તો તેની સારવાર કરવા માટેના નુસખા

દહીં, અથાણાં, લસણ, ડુંગળી, ઠંડો અને વાસી ખોરાક, વધારે પડતી ચા-કોફી પીવી, બીડી, તમાકુ, પાન મસાલા, માવા, દારૂ, ઈંડા, માછલી, તળેલા પદાર્થો, મરચાં, તીખા પદાર્થો વગેરેનું સેવન બંધ કરવું જોઈએ. ક્રોધ ઓછો કરવો જોઈએ. સાદો અને સરળતાથી પચી જાય તેવો ખોરાક લેવો જોઈએ.

જીરું દિવસમાં ચારથી પાંચ વખત ચાવી ચાવીને ખાવાથી ૨૪ કલાકમાં સારું પરિણામ મળે છે. આમળાનું ચૂર્ણ લેવાથી પણ ચાંદામાં રાહત થાય છે. હળદરના કોગળા કરવા, હળદર અને મધ મિક્સ કરીને મોઢામાં લગાવવું. ફુલાવેલી ફટકડી ના કોગળા કરવા, ચણોઠી ના પાન ચાવવા તથા મોઢામાં કાથો લગાડવાથી પણ ચાંદામાં રાહત થાય છે.

જેઠીમધનું ચૂર્ણ ચાવવાથી પણ મોઢાના ચાંદા મટે છે. જીર્ણ તાવ કે કબજિયાત રહેતા હોય તો તેનો ઈલાજ કરાવવો. દાડમની લીલી કે સૂકી છાલ મોંમાં રાખવાથી મોંના ચાંદા મટે છે અને ઉધરસમાં પણ લાભ કરે છે. મોમા થોડીક વાર મધ રાખી કોગળા કરવાથી તે મધ અને પાણી ભેગું કરી કોગળા કરવાથી મોમાં પડેલા ચાંદા મટે છે.

 મોં આવી ગયું હોય, મોમાં ચાંદા પડ્યા હોય અથવા કઈ ખાતા મોમાં બળતરા થતી હોય તો વડની છાલનો ઉકાળો માં રાખી મૂકવો. વડની વડવાઈનું દાંતણ કરવાથી પણ મોઢાના ચાંદા તથા મોં આવ્યું હોય તો તેમાં રાહત થાય છે. બાવળની છાલ મોંમાં રાખી ચાવ્યા કરવાથી પણ મોમાં ચાંદા મટે છે. તો મોઢામાં ચાંદાં પડતાં હોય તો ઉપર બતાવ્યા એ નુસખાઓ માંથી કોઈપણ નુસખા અપનાવે તો તમને ચાંદામામા જરૂર રાહત મળશે.

તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી જોવા અને નવી- નવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા