mobile thi thata nuksan
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજનો યુગ ટેકનોલોજીનો છે. આજના સમયમાં દિવસે ને દિવસે કંઈક નવું આવી રહ્યું છે. જો મોબાઈલ ની વાત કરીએ તો આજે બજારમાં એક પછી એક સ્માર્ટ ફોન આવી આવ્યા છે. કયો મોબાઈલ લવો અને કયો મોબાઈલ ના લેવો તેમાં માણસ વધુ સમય પસાર કરે છે.

મોબાઈલ જે આજના સમયમાં ખુબજ જરૂરી છે, મોબાઈલથી તમે ઘરે બેઠા બધુજ કરી શકો છો , પરંતુ આજના સમયમાં ઘણા બધા લોકો મોબાઈલના ગુલામ બની ગયા છે. જયારે પણ કોઈ માણસને થોડો પણ ફ્રી પડે એટલે તરતજ મોબાઈલ વાપરવા લાગે છે. મોબાઈલના કારણે હવે પહેલા જેવા એકબીજા પ્રતે પ્રેમભાવ પણ ઘટી રહ્યો છે.

મોબાઈલના કારણે ઘરમાં માણસ વધુ ગુસ્સો કરે છે, ઘરમાં ઝગડા થાય છે અને આપણી આંખ અને શરીર માટે તો સૌથી ઘાતક સાબિત થાય છે. એવું કહેવાય છે કે આવનારા સમયમાં માનવી જેટલો કોઈ બીમારીથી કે રોગથી હેરાન નહિ થાય એટલો આ મોબાઈલના કારણે શરીર અને મગજને થતા નુકશાનથી હેરાન થશે.

મોબાઈલનો વધુ ઉપયોગ માણસને પાગલ પણ કરી શકે છે. આજે અમે તમને મોબાઈલના ગેરફાયદા વિશે નથી વાત કરી રહ્યા, પરંતુ કેટલાક સંકેતો વિશે તમને જણાવીશું કે સંકેતો અનુભવીને તમારે ક્યારે મોબાઈલનો ઉપયોગ બંધ કરવો જોઈએ. કારણ કે મોબાઈલ હવે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી રહ્યો છે.

નિષ્ણાત કહે છે કે તેમાં કોઈ શંકા નથી કે “મોબાઈલ આપણા જીવનનો આવશ્યક ભાગ બની ગયો છે. આજે મોબાઈલ વગર પોતાના જીવનની કલ્પના પણ નથી કરી શકતી અને તે હંમેશા તેને પોતાની સાથે રાખવા માંગે છે. પરંતુ આનો મતલબ એવો નથી કે તમે આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહો. જ્યારે તેના ઘણા ફાયદા છે, તો કેટલાક ગેરફાયદા પણ છે.

તમારે મોબાઈલ ફોન ક્યારે છોડવો જોઈએ?: જ્યારે ગરદનમાં દુખાવો થાય છે, હાથમાં દુખાવો થાય, હાથમાં સુન્નતા આવી જાય, હાથમાં ગરમી / પરસેવો અનુભવો, હાથમાં નબળાઈ, અંગૂઠા અને કાંડામાં દુખાવો, ખભા વચ્ચે અથવા ગરદન નીચે પીઠમાં દુખાવો અથવા બર્નિંગ.

આંખોમાં નબળાઈ, બર્નિંગ અથવા દુખાવો, જ્યારે મારી આંખો સામે ફોલ્લીઓ દેખાવા લાગે (બબલ્સ દેખાવા લાગે). વ્યવહારમાં ચીડિયાપણું, એકાગ્રતામાં અને યાદશક્તિમાં ઘટાડો, ભય, હતાશા, ચક્કર આવવા લાગે, માથામાં દુખાવો, માથું ચડવું,

સમાધાન માં શું કરી શકો : મોબાઈલનો ઉપયોગ મર્યાદિત કરો, રાત્રે વહેલા ફોન બંધ કરી દો, સોશિયલ મીડિયા પર ટૂંકી પોસ્ટ, ટિપ્પણીઓ અને ફોટા શેર કરો, બને ત્યાં સુધી, ડેસ્કટોપ અથવા લેપટોપ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરો, જો તમારી પાસે કોલ કરવા માટે અલગ સાદો મોબાઈલ ફોન હોય અને નેટ માટે અલગ સ્માર્ટફોન હોય.

સ્માર્ટફોનનો કામ શિયાન ઉપયોગ ન કરો. તમને ઘણી રાહત મળી શકે છે, પ્રાણાયામ કરો, યોગ કરો. ગરદન અને કમર સીધી રાખો, માથું નમાવીને મોબાઈલનો ઉપયોગ ન કરો, ગરદન માટે યોગ અને આસનો અથવા કસરત કરો, પ્રકૃતિની નજીક જાઓ, પુસ્તકો વાંચો.

વાસ્તવિક જીવન જીવતા શીખો. વાસ્તવિક દુનિયા વર્ચ્યુઅલ વિશ્વ કરતાં વધુ સારી છે, તે હકીકત સ્વીકારો. જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા