mini idli recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જે પણ ખાવાના શોખીન છે તેમના માટે આજે અમે ઈડલી ની રેસિપી લઈને આવ્યા છે અને ખાસ તો જે લોકો ઈડલી ખાવાના શોખીન છે તેમના માટે તો ખાસ આ રેસિપી છે. તો આજે આપણે જોઈશું પતાસા ઈડલી જેને તમે મીની ઈડલી પણ કહી શકો છો.

આ ઈડલી જોતાજ ખાવાનું મન થઇ જાય એવી બને છે સાથે સાથે જણાવી દઈએ કે આ ઈડલી બનાવવી એકદમ સરળ છે. અહીંયા આપણે ઈડલી સાથે ખવાતી ચટણી જે ખાવાનો ટેસ્ટ વધારી દે છે એવી ટામેટાની ચટણી બનાવવાની રીત પણ જોઈશું. તો રેસીપી એકવાર જોઈલો અને સારી લાગે તો ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો.

સામગ્રી: 1 વાટકી ઇડલી બેટર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી કુકીંગ સોડા / 1 ઇનો ફ્રુટ સોલ્ટ

ચટણી માટે: 1 ચમચી તેલ, 1 ચમચી ચણા દાળ, 1/2 ચમચી અડદની દાળ, 1/2 ચમચી રાઈના દાણા, 8-10 મીઠા લીમડાના પાન, 5-6 લસણ, 1/4 ચમચી હિંગ, 3 સુકા લાલ મરચા, 2 ટામેટાં, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 કપ પાણી, 1 ચમચી લાલ મરચું પાવડર

વગાર માટે: 1 ચમચી તેલ, 1 ચમચી ચણા દાળ, 1/2 ચમચી અડદની દાળ, 1 ચમચી રાઈના દાણા, 1/2 ચમચી જીરું, 8-10 મીઠા લીમડાના પાન, 2 લીલા મરચા, ગાર્નિશિંગ માટે કોથમીર અને મરચાંના ટુકડા.

પતાસા ઈડલી બનાવવાની રીત: એક બાઉલમાં એક કપ ઈડલી બેટર લઇ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઈનો અથવા કુકીંગ સોડા લઇ સારી રીતે મિક્સ કરી લો. થોડો સમય આ મિશ્રણને મૂકી રાખો. હવે એક થાળી લઇ તેના પર ભીનું કરેલું સુતરાઉ કાપડ ઢાંકી દો અને તેના પર ચમચીની મદદથી નાના કદની ઈડલી બને તેટલું બેટર પાથળો.

એક થાળીમાં જેટલી ઈડલી બને તેટલી જગ્યામાં બેટર પાથળો. હવે ઈડલીને સ્ટીમ કરવા માટે એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે તેમાં બેટર પાથળેલી થાળી લઇ તેમાં સ્ટીમ કરવા મુકો અને ઉપરથી ઢાંકણ બંધ કરો. ફક્ત પાંચ મિનિટ જ ઈડલીને ધીમા તાપે થવા દો.

પાંચ મિનિટ પછી ઈડલીવાળી થાળીને બહાર કાઢી, થાળીમાંથી કપડાં સાથેની ઈડલીને એક વાસણમાં લઇ લો. હવે કપડાં પરથી ઈડલીને છૂટી પાડવા માટે કપડાને પાછળની બાજુ ફેરવો અને થોડું પાણી લઇ કપડાં પર છાંટો. બે જ મિનિટમાં ઈડલી કપડાં થી છૂટી પડી જશે. અહીંયા તમે જોઇ શકસો કે ઈડલી બનાવામાં એકદમ સોફ્ટ બની હશે.

ચટણી બનાવવાની રીત: સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં અડદની દાળ અને ચણાની દાળ ઉમેરો. આ બંને દાળને એક મિનિટ માટે થવા દો. એક મિનિટ પછી તેમાં રાઈના દાણા, મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચા, હિંગ અને લસણ ઉમેરો. બધું સારી રીતે સાંતળી લો.

હવે તેમાં સમારેલા ટામેટાં ઉમેરો. 2 મિનિટ પછી મીઠું, લાલ મરચું પાવડર અને પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. 2-3 મિનિટ માટે મધ્યમ તાપ પર થવા દો અને પછી 10 મિનિટ માટે મિશ્રણને ઠંડુ થવા દો.

10 મિનિટ પછી ઠંડા થયેલા મિશ્રણને એક મિક્સર જારમાં લઇ સારી રીતે ક્રશ કરી લો. ધ્યાન રાખો કે અહીંયા પાણી ઉમેરવાનું નથી. તો અહીંયા એકદમ ટેસ્ટી સાઉથ ઇન્ડિયન ચટણી બનીને તૈયાર થઇ ગઈ છે. ચટણી સર્વ કરવા માટે તૈયાર છે.

હવે ઈડલીનો વગાર કરવા માટે એક પેનમાં તેલ ગરમ કરો અને ચણાની દાળ અને અડદની દાળ ઉમેરો, એક મિનિટ પછી તેમાં રાઈના દાણા, જીરું, લીમડાના પાન અને લીલા મરચા ઉમેરો. હવે તૈયાર કરેલી ઇડલી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

ઈડલીને એક થી બે મિનિટ માટે સારી સારી મિક્સ કરી રાંધો. હવે કેટલાક ચીલી ફ્લેક્સ અને કોથમીર ને સ્પ્રેડ કરો. તો અહીંયા તમારી પતાસા ઈડલી બનીને તૈયાર થઇ ગઈ છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા