milkshake recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે દૂધ ખૂબ મહત્વપૂર્ણ છે. તેથી દરેક માતા-પિતા તેમના બાળકોને દૂધ પીવા આપે છે. પરંતુ ઘણી વખત દૂધની સાથે બાળકોની છત્રીસ નો આંકડો પણ રહે છે. આવી સ્થિતિમાં દૂધ આપ્યા વગર, દૂધમાંથી બનાવેલી કેટલીક વાનગીઓ બનાવીને તેમને આપવામાં આવે.

તો આજના આ લેખમાં અમે તમને મિલ્કશેકની કેટલીક રેસિપિ જણાવીશું, જેને તમે ઘરે સરળતાથી બનાવીને બાળકોને પીવા માટે આપી શકો છો. બાળકો આ મિલ્કશેક હસતા હસતા પી લેશે અને એક રીતે દૂધનું સેવન પણ કરશે. તો આવો જાણીએ રેસિપી વિશે.

1. ફ્રુટ અને નટ મિલ્ક શેક : સામગ્રી – દૂધ 2 કપ, કેળા 1 સમારેલા, સફરજન 1/2 ભાગ, બદામ 1 ચમચી, અખરોટ 1 ચમચી, પિસ્તા 1 ચમચી, ખજૂર 2, ખાંડ 1 ચમચી, ઈલાયચી પાવડર 1/3 ચમચી. બનાવવાની રીત : સૌથી પહેલા બધા નટ્સને 30 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો.

30 મિનિટ પછી નટ્સને પાણીમાંથી બહાર કાઢીને તેને જીણા કાપી લો. પછી ફળોની સાથે બધા નટ્સને મિક્સરમાં નાખીને મિક્ષ કરી લો. લગભગ ચાર મિનિટ સુધી મિક્સ કર્યા બાદ તેમાં ગરમ ઉકાળેલું દૂધ, ખાંડ અને ઈલાયચી પાવડર નાખીને ગ્રાઈન્ડ કરી લો. ગ્રાઈન્ડ કર્યા પછી તેને ગ્લાસમાં કાઢીને બાળકોને પીવા માટે આપો.

2. મેંગો મિલ્ક શેક : સામગ્રી – પાકી કેરી 1, દૂધ 1 કપ, ખાંડ 1 ચમચી, ઈલાયચી પાવડર 1/3 ચમચી, ડ્રાય ફ્રૂટ 2 ચમચી (ઓપ્શનલ છે). બનાવવાની રીત : સૌથી પહેલા એક વાસણમાં દૂધ ઉકાળીને બાજુમાં રાખો.

હવે કેરીને છોલી લો અને બધો પલ્પ કાઢીને મિક્સરમાં નાખીને પીસી લો. હવે મિક્સરમાં ઉકાળેલું દૂધની સાથે ખાંડ અને ઈલાયચી પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણને એક ગ્લાસમાં કાઢીને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરો.

3. એપલ મિલ્ક શેક : સામગ્રી – દૂધ 2 કપ, સફરજન 1, ડ્રાયફ્રૂટ્સ 2 ચમચી, ખાંડ 1 ચમચી, ખજૂર 2. બનાવવાની રીત : એક પેનમાં દૂધ ગરમ કરો અને તેમાં ખજૂર નાખીને થોડી વાર માટે રહેવા દો. દૂધ ઠંડુ થાય પછી તેને મિક્સરમાં ખજૂરની સાથે નાખો. પછી સફરજનને છોલીને જીણા ટુકડા કરીને મિક્સરમાં નાખો.

હવે લગભગ 5 મિનિટ સુધી ગ્રાઈન્ડ કર્યા પછી આ મિશ્રણને એક ગ્લાસમાં કાઢી લો અને ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરો. જો તમારું બાળક પણ દૂધ પીવામાં આનાકાની કરતુ હોય તો આ 3 રીતે દૂધનું સેવન કરાવી શકો છો. જો તમને આ રેસિપી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા