2 મિનિટમાં બનાવો બજાર જેવો જ મેગી મસાલો, એકવાર મેગી ખાશો તો આંગળીઓ ચાટતા રહી જશો


મોટાભાગની મહિલાઓનો મોટાભાગનો સમય રસોડામાં જ જતો હોય છે. ગૃહિણી તેના પરિવાર માટે ખાવા માટે કઈ અલગ પ્રયોગો કરતી રહે છે અને હંમેશા કંઈક નવું બનાવવાનો ટ્રાય કરતી હોય છે.

મેગી ખાવાનું કોને પસંદ નથી. જયારે પણ આપણને કઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે આપણે સૌથી પહેલા મેગી ને યાદ કરીએ છીએ. આ સિવાય પણ ઘણા પ્રકારના શાકભાજીમાં મેગી મસાલા પાવડરનો ઉપયોગ કરીએ છીએ કારણ કે તે શાકનો સ્વાદ મેગી જેવો બનાવે છે.

જો કે બજારમાં મેગી મસાલો બજારમાંથી સરળતાથી મળી જાય છે પરંતુ બજારમાં મળતો મસાલો સ્વાસ્થ્ય માટે સારો નથી હોતો. બજારનો મસાલો ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય માટે સારો નથી હોતો. પરંતુ જો તમને મેગી મસાલા પાઉડર ગમે છે તો તમે તેને ઘરે પણ સરળતાથી બનાવી શકો છો.

આ મસાલાનો ઉપયોગ તમારા ભોજનનો સ્વાદ તો વધારશે જ પરંતુ તેની સાથે સાથે તે તમારા સ્વાસ્થ્યને કોઈપણ રીતે નુકસાન પહોંચાડશે નહીં. તો ચાલો મેગી મસાલા બનાવવાની એક સરળ રીત જાણીએ.

4

સામગ્રી : લસણ પાવડર 1 મોટી ચમચી, લાલ મરચું પાવડર 1/2 મોટી ચમચી, ડુંગળી પાવડર 1 મોટી ચમચી, ધાણાજીરું પાવડર 1 મોટી ચમચી, ગરમ મસાલો 1 મોટી ચમચી, મેથીદાણા પાવડર 1/4 મોટી ચમચી, હળદર 1/4 મોટી ચમચી, જીરું પાવડર1 મોટી ચમચી, મીઠું 1 મોટી ચમચી, આમચુર 1/2 મોટી ચમચી, કોર્નફ્લોર 1 મોટી ચમચી, ખાંડ 1 મોટી ચમચી, કાળા મરી પાવડર 1/2 મોટી ચમચી

મેગી મસાલા બનાવવાની રીત: મેગી મસાલાનો પાઉડર બનાવવા માટે સૌથી પહેલા તમે લસણ અને ડુંગળીને સૂકવીને પાવડર બનાવી લો. પછી બધા મસાલાને મિક્સરમાં નાખીને મિક્સ કરી સારી રીતે પીસી લો.

જો તમને કોઈ પણ વાનગીમાં ટેન્ગી ફ્લેવર મેળવવા માંગતા હોય તો તમે આ મસાલામાં ટામેટા પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તો બજાર કરતા પણ સારો મેગી મસાલા પાવડર તૈયાર છે. તમે તેને કન્ટેનરમાં ભરીને લાંબા સમય માટે કરી શકો છો. તમે નૂડલ્સ, પાસ્તા અને ઘણા બધા શાકમાં મેગી મસાલાનો ઉપયોગ કરી શકો છો.

અમને આશા છે કે તમને આ મસાલા રેસિપી ગમી હશે અને જો તમને આવી અવનવી વાનગી અને કિચન ટિપ્સ ઘરે બેઠા જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને રસોઈ સબંધિત અલગ માહિતી મળતી રહેશે.


રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા