હોળી ના તહેવાર પર વધારેલી ધાણી મમરાનો ચેવડો – Mamra No Chevdo

0
472
Mamra No Chevdo

હેલો ફ્રેડ, આજે આપણે બનાવિશુ ધાણી મમરા(Mamra No Chevdo) નો ચેવડો.આ ચેવડો ખાવામાં એકદમ ટેસ્ટી બંને છે. તમે આ ચેવડાને લીંબુ, ટામેટા અને ડુંગળી સાથે મિક્ષ કરી ખાઓ તો ખાવામાં ખુબ જ મજા આવે છે. તો આ ચેવડો કેવી રીતે બનાવી શકાય તે જોઈલો.

સામગ્રી

  • ૧ કપ જુવાર ની ધાણી
  • અડધો કપ મમરા
  • તેલ
  • સીંગ દાણા
  • ચણા દાળ
  • હીંગ
  • લીમડાના પાન
  • ૨ લાલ મરચાં
  • હળદળ
  • સ્વાદ પ્રમાણે મીઠું

ચેવડો બનાવાની રીત (Mamra No Chevdo)

Mamra No Chevdo

ધાણી અને મમરા ને ઘઉ ની ચારણી વડે ચાળી લો. આ ધાણી અને મમરા ને તમારે થોડો સમય તડકામાં મૂકવા નાં છે. એક કડાઈ માં તેલ લઇ, તેલ ને ગરમ થવા દો. તેલ ગરમ થાય એટલે તેમાં સીંગ દાણા અને ચણા દાળ એડ કરો. અહિયાં બંને સિંગ દાણા અને ચણા દાળ કાચા લીધા છે. તો અહિયાં બંને ને સારી રીતે સેકી લો. બંને નો કલર બદલાવા લાગે ત્યારે તેમા વઘાર માટે લીમડાના પાન, હિંગ અને લાલ મરચું એડ કરો.બધું સારી રીતે મિક્ષ કરી લો.

હવે તેમા ધાણી અને મમરા ઉમેરો. હવે તેમા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો. હવે આ બધું હળવા હાથે મિક્ષ ક્રી લો. અહિયાં જેટલુ તમે ઝડપી મિક્ષ કરશો એટલુ તમારે વધું સારી રીત મિક્ષ કરી શકસો. હવે ગેસ ને બંધ કરી દો. અહિયાં આપણ ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે.

Mamra No Chevdo

હવે આ ચેવડો વધું ટેસ્ટી બનાવા માટે તેમાં તેમાં ચણાની સેવ એડ કરો. અહિયાં જુવાર ની ધાણી સાથે ચણાની સેવ ખાવા માં વધું મજા આવે છે. અહિયાં ચેવડોટ બનીને તૈયાર થઈ ગયો છે. તમે આ ચેવડા ને લીંબુ, ડુંગળી અને ટામેટા સાથે મિક્ષ કરી ખાવાની મજા લઇ શકો છો.

 

Mamra No Chevdo

મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.