ઘણી વાર તમને પ્રશ્ન થતો હોય છે કે આજે ડિનર માં શું બનાવીશું. આજે શાકભાજી પણ નથી. આજે આ પ્રશ્ન નો ઉપાય તમને આ રેસિપી માં બતાવીશું. આપણા ઘરે કાજુ, ટામેટાં, ડુંગરી તો હોય છે જ. તો કાજુ નું શાક કેવી રીતે બનાવવું એ જોઈશું.
કાજુ નું શાક સામગ્રી:
૧ કપ કાજુ
૨ મોટી ડુંગરી ના કાપેલા મોટા ટુકડા
૨ ટામેટાં (મોટા કાપેલા)
૬/૭ લસણ ની કળી
૧ આદુ તો ટુકડો
૧ ચમચી જીરૂ, અડધી ચમચી હળદળ
૧ ચમચી ધાણાજીરૂ
૧ ચમચી કિચન કિંગ મસાલો
૧ થી ૧.૫ ચમચી મરચું
સ્વાદ પ્રમાણે મીઠું
લીલાં સમારેલા લીલાં ધાણા
કાજુ નું શાક બનાવાન રીત:
સૌ પ્રથમ એક પેન લો. તે ગરમ થાય એટલે તેલ એડ કરો. હવે ડુંગરી ના ટુકડા એડ કરો. હવે આ ડુંગરી ટુકડા ને ૨/૩ મિનીટ સુધી સાંતરી (saute it well) લઈશું. ત્યારબાદ ટામેટાં, લસણ ની કળીઓ અને આદુનો ટુકડો એડ કરીશું. આ બધુ સારી રીતે સાંતરી લઈશું. હવે આ મસાલા ને ઠંડો થવા દેવાનો છે પછી મિક્સર ની મદદ થી ગ્રાઇન્ડ કરી લઈશું.
હવે એક પેન લો તેમાં થોડું તેલ એડ કરો, તેલ ગરમ થાય પછી જીરું એડ કરો. હવે તૈયાર કરેલી પેસ્ટ ને એડ કરીને ૨/૩ મિનીટ માટે સાંતરી લો. ત્યારબાદ અડધી ચમચી હળદળ, ૧ ચમચી ધાણાજીરૂ, ૧ થી દોઢ ચમચી લાલ મરચું, ૧ ચમચી કિચન કિંગ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી ને મિક્ષ કરી લઈશું અને ૨/૩ મિનીટ માટે સાંતરી લો. કિચન કિંગ મસાલો એડ કરવાથી આ કાજુ નું શાક લાજવાબ બનશે.
હવે ૧ કપ કાજુ એડ કરો અને સારી રીતે મિક્સ કરી લઇશું અને ૨/૩ મિનીટ માટે સાંતરી લઈશું. હવે થોડું પાણી એડ કરો. (પાણી થોડું જ એડ કરવાનુ છે કારણ કે કાજુ નું શાક થીક હોય છે).
તો તૈયાર છે કાજુ નું શાક. ઉપર થી લીલાં ધાણા (કોથમીર) એડ કરો અને પનીર છીણી ને ગાર્નિશ કરી લેવું અને ગરમા ગરમ સર્વ કરો.
નોંધ: તમે જૈન હોય ને શાક બનાવવું હોય તો તમે ટામેટાં, લીલા મરચા, આદુ અને થોડી મલાઈને આ ૪ વસ્તુને ગ્રાઇન્ડ કરીને જીરાનો વગાર કર્યા પછી સાંતરી લેવું.
- મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.