જાન્યુઆરી મહિનાનો સૌથી મોટો તહેવાર એટલે કે ઉતરાયણ. ઉતરાયણ નાનાથી લઈને મોટા દરેક લોકો ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવે છે. આ વખતે ઉતરાયણ 14 જાન્યુઆરી એટલે કે શુક્રવારે ઉજવવામાં આવશે. ઉતરાયણ ના આ તહેવાર પર દાનનું પણ ખુબજ મહત્વ છે.
ઘણા લોકો જૂદુ જુદી રીતે આ દિવસે દાન કરતા હોય છે. તો અહીંયા તમને કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જે વસ્તુઓનું દાન કરવાથી તમને ઘણો ફાયદો થઇ શકે છે. ઉતરાયણ ના દિવસે કરો આ વસ્તુઓનું દાન.
તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ઉતરાયણને તિલ સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉતરાયણ ના દિવસે તલથી બનેલી વસ્તુઓનું દાન કરવાથી તમને પુણ્ય લાભ મળે છે એટલા માટે ઉતરાયણ પર સૌથી વધુ તલનું દાન કરવામાં આવે છે. કાળા કે સફેદ કોઈ પણ તલથી બનાવેલી વસ્તુનું દાન કરી શકો છો.
ઉતરાયણ ના દિવસે ખીચડી બનાવવાથી વિશેષ પુણ્ય મળે છે. આ દિવસે ખુબજ પ્રમાણમાં ખીચડી બનાવીને તેનું દાન કરવામાં આવે છે.
ઉતરાયણ પર ખીચડીને કરિયાણાના રૂપમાં આ સાથે ચોખા અને કાળા અડદની દાળનું દાન કરવામાં આવે છે. એટલા માટેઉતરાયણ ને ખીચડી તરીકે ઓળખવામાં આવી અહીં છે.
ઘણા ઓછા લોકો જનતા હોય છે કે જ્યોતિષશાસ્ત્રમાં ગોળનો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે. ઉતરાણના દિવસે ગોળનું દાન કરવાથી શનિ, ગુરુ અને સૂર્ય ત્રણેય પ્રસન્ન થાય છે. આ માટે ઉતરાયણ પર ગોળનું દાન કરવાથી વિશેષ લાભ થાય છે આ સાથે ગોળ ની વસ્તુ ખાવાથી પણ લાભ થાય છે.
ઉતરાયણ પર મીઠાનું દાન કરવાનો રિવાજ છે. મીઠાનું દાન કરવાથી તમને લાભ થાય છે. તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઉતરાયણ પર મીઠું દાન કરવાથી તમારો ખરાબ સમય પણ ટળી જાય છે.
જન્મકુંડળીમાંથી શનિ અને રાહુના દોષોને દૂર કરવા માટે ઉતરાયણ પર ઊની વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈપણ જરૂરિયાતમંદ ગરીબ લોકોને કે કોઈપણ આશ્રમમાં વૂલન કપડાં, ધાબળાનું અવશ્ય દાન કરવું.
ઘીનો સંબંધ ગુરુ અને સૂર્ય સાથે છે એટલે ઉતરાયણ ના દિવસે દેશી ઘી અને તેમાંથી બનેલી મીઠાઈનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉતરાયણ ના દિવસે દેશી ઘીનું દાન કરવાથી સન્માન, કીર્તિ અને ભૌતિક સુવિધાઓ મળે.
ઉતરાયણ ના દિવસે ગંગામાં નદીમાં સ્નાન કરી અને ગરીબોને રેવડીનું દાન કરવું એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉતરાયણના દિવસે તમારી આસપાસ રહેલા ગરીબ બાળકો અને જરૂરિયાતમંદોને નવા કાપડાઓનું દાન કરવું જોઈએ.
ઉતરાયણના દિવસે પક્ષીઓને અનાજ ખવડાવવું શુભ માનવામાં આવે છે કારણકે તે દિવસે પક્ષીઓ પોતાના ઘરેથી ખોરાકની શોધમાં બહાર નીકળત નથી. ઉતરાયણના દિવસે સવારે ગાયને લીલો ચારો એટલે કે લીલું ઘાસ ખવડાવવાથી પુણ્ય મળે છે. ગાયને આપણે માતા તરીકે પૂજીએ છીએ.
ઉતરાયણના દિવસે સૂર્યદેવની પૂજા કર્યા પછી, શનિદેવને પ્રસન્ન કરવા માટે તેલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.