makai shekvani rit
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

મકાઈ એ વરસાદની ઋતુમાં સૌથી વધુ ખાવામાં આવતું સ્ટ્રીટ ફૂડ છે. સામાન્ય રીતે લોકો તેને બાફીને વધારે ખાવાનું પસંદ કરે છે, પરંતુ વરસાદની મોસમમાં શેકેલી મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ છે.

જો કે, દરરોજ શેકેલી મકાઈ ખાવા માટે તેને બજારમાંથી ખરીદવી થોડી મુશ્કેલ બની જાય છે. તેથી જ મહિલાઓ ઘરે મકાઈને શેકવાની અને બાફવાનું વધુ પસંદ કરે છે અને શાકથી લઈને ભજીયા, પરાઠા અને મકાઇમાંથી ઘણા બધા નાસ્તા પણ તૈયાર કરી શકાય છે.

પરંતુ ઘણા લોકો શેકેલી મકાઈ ખાવાનું પસંદ કરે છે, પરંતુ કોલસા કે રેતી ના હોવાને કારણે મકાઈને શેકી શકતા નથી. પરંતુ આજે આ લેખમાં અમે તમને ઘરે જ બજારની જેમ શેકેલી મકાઈને બનાવવાની 2 રીતો જણાવીશું, જેને અપનાવીને તમે ઘરે મકાઈને શેકી શકો છો.

ગેસ પર શેકો મકાઈ

તમારે મકાઈને શેકવા માટે કોઈ કોલસા કે રેતીની જરૂર નહીં પડે. તમે તેને ગેસ પર જ સારી રીતે શેકી શકો છો. આ માટે મકાઈની છાલ કાઢી લો. હવે મકાઈને ગેસ પર મૂકીને મકાઈને વારંવાર ચારે બાજુથી ફેરવતા રહો જેથી ચારે બાજુથી શેકાઈ જાય. મકાઈને શેકતા ગેસની આંચ ધીમી જ રાખો.

આ પછી, તમે મકાઈ પર તેલ અથવા માખણ લગાવીને પણ શેકી શકો છો. આ રીતે તમારી મકાઈ માત્ર 2 મિનિટમાં સરળતાથી શેકાઈ જશે અને પછી તમે તેને મીઠું અને લીંબુનો રસ લગાવીને ખાઈ શકો છો.

આ પણ વાંચો: ઘરે 2 મિનિટ માં મકાઈ ને શેકવાની 3 ટિપ્સ

ફોઇલ પેપરનો ઉપયોગ કરો (Makai Shekvani Rit)

તમે મકાઈને ગેસ પર શેકવા સિવાય તમે ફોઈલ પેપરનો પણ ઉપયોગ કરીને મકાઈ શેકી શકો છો. જો કે તમને આ ટિપ એકદમ થોડી વિચિત્ર લાગશે, પરંતુ આમ કરવાથી પણ તમે મકાઈને શેકી શકો છો.

paper foil

મકાઈ શેકવા માટે સૌથી પહેલા મકાઈની ચામડીને ઉતારી લો. હવે ફોઈલ પેપર પર તેલ લગાવો અને મકાઈને સારી રીતે પેક કરો. હવે શેકવા માટે ઓવનમાં ટાઈમર સેટ કરીને પહેલાથી ગરમ કરો અને જ્યારે ઓવન પ્રીહિટ થઈ જાય ત્યારે તેમાં મકાઈ નાખો. આ રીતે મકાઈ ફક્ત 10 મિનિટમાં શેકાઈ જશે. પછી મીઠું અને લીંબુ ઉમેરીને સર્વ કરો.

બીજી રીત

તમે પ્રેશર કૂકરમાં પણ મકાઈને શેકી શકો છો અને આ માટે તમારે પ્રેશર કૂકરમાં રેતી અથવા માટી નાખીને પછી મકાઈને શેકવાની રહેશે. તમે મકાઈને લોખંડની કડાઈમાં પણ શેકી શકો છો. આ માટે તમે કઢાઈમાં બટર અથવા તેલ નાખીને મકાઈને શેકી લો.

આશા છે કે તમને makai shekvani rit માહિતી ગમી હશે અને જો તમને આ લેખ ગમ્યો હોય, આવી જ જાણકારી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા