Sunday, August 14, 2022
Homeબ્યુટીતેલ લગાવ્યા પછી પણ વાળ ખરવાના કારણો, તેલ લગાવતી વખતે થતી ભૂલો...

તેલ લગાવ્યા પછી પણ વાળ ખરવાના કારણો, તેલ લગાવતી વખતે થતી ભૂલો અને તેના ઘરેલુ ઉપાયો

વાળ ખરવાની સમસ્યા આજકાલ ખુબ જ વધી ગઈ છે અને આ દરેક બીજી સ્ત્રીની ફરિયાદ છે. ખોપરી ઉપરની ચામડીની ગંદકી, ધૂળ, પ્રદૂષણને લીધે આપણા વાળને નબળા પડી જાય છે અને વાળ ખરતા જ રહે છે. વાળ ખરતા રોકવા માટે મહિલાઓ ઘણા નુસખા અને ઘરેલુ ઉપાયો કરતી હોય છે.

નિયમિતપણે તેલ માથામાં લગાવવાથી પણ વાળ ખરતા અટકતા નથી. તો શું તેલના કારણે પણ વાળ ખરે છે? આના નિજ કારણો શું હોઈ શકે અને વાળ ખરતા રોકવા માટે બીજા કયા ઉપયો છે, આ બધા વિશે આ લેખમાં જાણીશું.

તેલ લગાવ્યા પછી પણ ખરે છે : ઘણા લોકો કહે છે કે તેલ લગાવ્યા પછી પણ તેમના વાળ ખરે છે. વાસ્તવમાં, તમારા વાળ ઓઇલિંગને કારણે નથી ખરી રહ્યા. જેઓ વાળ ખરવાની તૈયારીમાં હોય છે તે જ ખરી જાય છે. વાળનું એક અલગ ચક્ર હોય છે, તેથી જ્યારે તેઓ ખરવાની તૈયારીમાં હોય ત્યારે તે તેલ લગાવતા પહેલા અથવા તેલ લગાવતી વખતે કે તેલ લગાવ્યા પછી ખરી જાય છે. પણ જે વાળ ખરે તે ઝડપથી પણ વધે છે.

તેલ લગાવતી વખતે કરવામાં આવતી ભૂલો : હવે તમે વિચારતા હશો કે તેલ લગાવતી વખતે કઈ ભૂલો થઈ શકે? પરંતુ મોટાભાગના લોકો એવી ભૂલો કરે છે જેનાથી તેમને તેલ લગાવવાનો કોઈ ફાયદો નથી મળતો. જયારે પણ તમે વાળમાં તેલ લગાવો ત્યારે આ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

4

તેલ લગાવ્યા પછી તરત જ વાળમાં કાંસકો ના કરવો જોઈએ. તેલ લગાવ્યા પછી માથાની ખોપરી રિલેક્સ મોડ પર હોય છે, આવી સ્થિતિમાં જ્યારે તમે વાળ ખેંચીને કાંસકો કરશો તો વાળ જલ્દીથી ખરે છે. તેલ લગાવ્યા પછી તરત જ માથું ધોશો નહીં.

ઘણા લોકો તેલ લગાવ્યાની પાંચ મિનિટ પછી તરત જ વાળ ધોઈ નાખે છે તેથી તમારા વાળને કોઈપણ ફાયદો થતો નથી. તેલ લગાવ્યા પછી ખોપરી ઉપરની ચામડીને પોષણ આપવા માટે થોડો સમય આપો, તેથી તેલ લગાવ્યાના એક કલાક પછી જ વાળને ધોવા જોઈએ.

હવે ઘણા લોકો માથામાં તેલ લગાવીને આખી રાત છોડી દે છે. આવું પણ બિલકુલ ન કરો કારણ કે તેલ લગાવવાથી વાળ ચોંટી જાય છે અને ધૂળ અને ગંદકીને ઝડપથી આકર્ષે છે. તેનાથી ગંદકી તેલમાં ભળી જાય છે અને વાળને નુકસાન થાય છે.

વધારે તેલ પણ ન લગાવવું જોઈએ. તેલ લગાવવાનો અર્થ એ નથી કે તમે વાળને તેલથી સ્નાન કરી લો. વધુ તેલ લગાવ્યા પછી તેને દૂર કરવા માટે વધુ શેમ્પૂનો ઉપયોગ કરવો પડે છે અને આ તમારા વાળમાંથી કુદરતી, રક્ષણાત્મક ઓઇલ અને મોઈશ્ચરને પણ દૂર કરે છે.

વાળમાં તેલ લગાવ્યા પછી ચુસ્ત રીતે ના બાંધશો, કારણ કે તેનાથી વાળના મૂળ પર દબાણ આવે છે અને વાળ ખરે છે. તેલ લગાવ્યા પછી થોડીવાર ખુલ્લું રાખો. તેલ લગાવવાથી રક્ત પરિભ્રમણ સુધારે છે જેનાથી વાળનો વિકાસ થાય છે, પરંતુ લાંબા સમય સુધી માથામાં મસાજ કરવાથી પણ વાળ નબળા પડી જાય છે અને તૂટે છે.

વાળ ખરવાના બીજા કારણો : એવું પણ બની શકે છે કે તમારા વાળને પૂરતું પોષણ ન મળવાને કારણે વાળ ખરતા હોય. તમારા આહારમાં આયર્ન, કોપર, ઝિંક, પ્રોટીન, વિટામિન વગેરેની ઉણપને કારણે પણ વાળ ખરી શકે છે તેથી તમારા આહાર પર ખુબ ધ્યાન આપો. હોર્મોનલ અસંતુલનને કારણે પણ વાળ ખરતા હોય છે.

એસ્ટ્રોજન એ મુખ્ય હોર્મોન્સ છે, જે સ્ત્રીઓના શરીરમાં રિલીઝ થાય છે, પરંતુ તેની સાથે ટેસ્ટોસ્ટેરોન અને અન્ય એન્ડ્રોજન જેલ્સ સાથે, DHEA પણ સ્ત્રીઓના શરીરમાં હોય છે. એક ઉંમર પછી આ હોર્મોન્સમાં અસંતુલનને કારણે પણ વાળ ખરવાનું શરુ થાય છે.

વધુ પડતો તણાવ લેવાથી પણ વાળ ખરે છે. જો તમે કોઈપણ પ્રકારના તણાવ કે ચિંતામાં હોય તો કસરત અને યોગ કરીને તેમાંથી છુટકારો મેળવી શકો છો. તણાવ ઓછો થશે તો વાળ ખરવાનું પણ ઘટશે.

હેર સ્ટાઇલિંગ પ્રોડક્ટ્સનો વધુ પડતો ઉપયોગ કરવાથી પણ વાળ ખરે છે. વાળની પ્રોડક્ટમાં ઝેરી કેમિકલ્સ હોય છે જે તમારા વાળને કમજોર બનાવે છે.

વાળ ખરતા કેવી રીતે અટકાવવા? વાળ ખરતા રોકવા માટે તમારા મનપસંદ તેલને થોડું હૂંફાળું ગરમ કરીને લગાવતા જાઓ અને ગોળ ગતિમાં માલિશ કરો. આનથી માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ સુધારે છે અને વાળના મૂળને સારી રીતે પોષણ મળે છે. તેનાથી તમારા વાળ ચમકદાર, લાંબા અને જાડા બને છે.

ગ્રીન ટી એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે, જે વાળના વિકાસમાં મદદ કરે છે. ગ્રીન ટીને સારી રીતે ઉકાળો અને તેને ઠંડુ કરીને તેને માથાની ચામડી પર લગાવીને ગોળ મસાજ કરો. એક કલાક પછી વાળને માઈલ્ડ શેમ્પૂથી વાળને ધોઈ લો.

એલોવેરા જેલ પણ વાળના વિકાસમાં મદદ કરે છે અને માથાની ચામડીમાં આવતી ખંજવાળ અને બળતરામાં રાહત આપે છે. એલોવેરાના પલ્પને બ્લેન્ડ કરીને માથામાં લગાવો અને 40 મિનિટ પમાથાને સાદા પાણીથી ધોઈ લો.

તો તમને આ લેખમાંથી તમને ગૂંચવતા તમારા જવાબો મળી ગયા હશે. તમને પણ ખબર પડી ગઈ હશે કે તેલ લગાવ્યા પછી વાળ કેમ ખરી જાય છે અને વાળ ખરતા રોકવા માટે શું કરી શકાય છે, જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે હંમેશા જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

- Advertisment -
x