ઘરે 2 મિનિટ માં મકાઈ ને શેકવાની 3 ટિપ્સ | makai shekvani rit

makai shekvani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચોમાસુ ચાલુ થાય એટલે મકાઈ બજારમાં દેખાવા માંડે છે અને અત્યારે ચોમાસુ આવી ગયું છે અને મકાઈ બજારમાં વેચવાનું શરૂ થઇ ગઈ છે. બધા લોકો બજારમાં મળતી શેકેલી મકાઈ ખાતા હોય છે

પરંતુ તમે પણ ઘરે મકાઈને શેકીને બજારની જેમ ખાઈ શકો છો. એટલે આજે તમને ત્રણ એવી સરળ રીતો વિષે વાત કરીશું જેને તમે અપનાવીને ઘરે 2 મિનિટમાં શેકેલી મકાઈ ખાઈને આનંદ માણી શકો છો.

મકાઈ ને માઇક્રોવેવ માં શેકવાની રીત : તમે મકાઈને માઇક્રોવેવમાં પણ શેકી શકો છો પણ માઇક્રોવેવમાં બનેલી મકાઈ બજાર જેવી નથી બનતી. મકાઈને શેકવા માટે પહેલ મકીની છાલ કાઢી લો.હવે મકાઈ પાર થોડું બટર લગાવો.

હવે માઇક્રોવેવમાં ગ્રીલ ટ્રે માં મૂકી ગ્રીલ ટ્રે બટન દબાવો અને 2 મિનિટ માટે ગ્રીલ થવા દો. પછી મકાઈને કાઢીને ગેસ પર 2 મિનિટ માટે શેકી લો. આમ કરવાથી મકાઈ ખૂબ સારી રીતે શેકાઈ જશે. હવે મીઠું, લીંબુ અને મરચુંનું મિશ્રણથી મકાઈ પાર લગાવી સર્વ કરો.

ગેસ પર કેવી રીતે મકાઈ શેકી શકાય : સૌથી પહેલા મકાઈની છાલ કાઢી નાખો. છાલની સાથે, મકાઈની અંદર રેસા હોય છે તેને પણ કાઢી લો. મકાઈની અંદર રહેલા રેસાને કરવાથી મકાઈ જલદી થી શેકાઈ જાય છે.

હવે ગેસ પર મકાઈ શેકવા મુકો. જો તમારે મકાઈને ઝડપથી શેકવી હોય તો ગેસ પર મૂકતા પહેલા થોડું કુકીંગ ઓઇલ લગાવો. આમ કરવાથી મકાઈ ઝડપથી શેકાય છે. ધ્યાન રાખજો કે ગેસ ધીમા તાપે શેકવા નહીં તો મકાઈ ઉપરથી શેકેલી લાગે છે, પરંતુ વાસ્તવમાં તે અંદરથી કાચી રહે છે.

જ્યારે મકાઈ બધી બાજુએથી આછો ભૂરી દેખાવા લાગે છે, ત્યારે ફ્લેમને થોડી વધારો અને મકાઈને ગોળ ગોળ ફેરવીને શેકી લો. આ રીતે મકાઈ સરળતાથી 2 મિનિટમાં શેકાવા લાગશે. પછી તમે તેના પર મીઠું અને લીંબુ લગાવીને ખાઈ શકો છો.

કોલસા પર મકાઈને કેવી રીતે શેકી શકાય : તમે બજારમાં જોતા જ હશો કે મકાઈ કોલસા પર શેકાય છે. આ કામ તમે ઘરે પણ કરી શકો છો પરંતુ આ માટે કોલસાની જરૂર પડશે, જે તમને બજારમાં કિલો દીઠ 20 થી 30 રૂપિયામાં મળતા હોય છે.

આટલા કોલસો તમારે લાંબા સમય સુધી ચાલશે અને જ્યારે તમે ઇચ્છો ત્યારે તમે ઘરે બજાર જેવી શેકેલી મકાઈ ખાઈ શકો છો. આ રીત માટે, લોખંડની કઢાઈ અથવા માટી ની બનાવેલી સગળીમાં કોલસા નાખો અને કાગળની મદદથી તેને સળગાવો.

હવે તેના પર મકાઈ મૂકો અને શેકી લો. મકાઈને ઝડપથી શેકવા માટે તમે કોલસા પર પંખો ચલાવો જેથી કોલસા ઝડપથી બળે અને મકાઈ ઝડપથી શેકાઈ જાય. પછી તૈયાર થયેલી મકાઈ પર લીંબુ અને મીઠું ઘસીને ખાઈ શકો છો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.