બેસન કે સોડાનો ઉપયોગ કર્યા વગર, ઝરમર વરસાદમાં તમે પણ બનાવો કુરકુરા મગની દાળના ભજીયા

mag ni dal na bhajiya banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વરસાદી વાતાવરણમાં જો તમારે સાંજના નાસ્તામાં કંઈક ખાવાં ઈચ્છા થાય છે તો તમે આ રીતે મગની દાળના ભજીયા બનાવી શકો છો. આ રેસિપીમાં ન તો બેસન નો ઉપયોગ કરવામાં આવે છે, ન તો સોડાનો ઉપયોગ કરવામાં આવે છે.

આ રેસિપીને ઘરે બનાવવાની ખુબ જ સરળ છે અને બાળકોને પણ આ ભજીયા ખુબ જ પસંદ આવે છે. તો ચાલો જાણીયે ઘરે કુરકુરા મગની દાળના ભજીયા બનાવવાની સરળ રીત.

સામગ્રી : મગની પીળી દાળ – 1 કપ, ડુંગળી – 1/2 કપ, કોથમીર – 1/4 કપ, લીલા મરચા 3, લસણની કળી 10, આદુ 2 ઇંચ, હળદર પાવડર 1/3 ચમચી, લાલ મરચું પાવડર 1/2 ચમચી, ધાણા પાવડર 1/2 ચમચી, ગરમ મસાલા પાવડર 1/2 ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું, તળવા માટે તેલ.

બનાવવાની રીત : કુરકુરા મગની દાળના ભજીયા બનાવવા માટે, સૌ પ્રથમ મગની દાળને પાણીમાં 1 કલાક માટે પલાળી રાખો. જો તમને ઉતાવર છે તો ગરમ પાણીમાં અડધો કલાક માટે પલાળીને રાખો. તમે ઈચ્છો તો 3 થી 4 કલાક માટે પણ પલાળીને રાખી શકો છો, પરંતુ તેને આખી રાત પલાળીને રાખવાનું કોઈ જરૂર નથી.

હવે જયારે મગની દાળ ફૂલી કે છે તો, તેમાંથી પાણી કાઢીને મગની દાળને મિક્સર જારમાં નાખો. તેમાં 10 લસણની કળી, 2 ઇંચ આદુ સમારેલું અને 2 મોટા લાલ મરચા અને સહેજ પાણી ઉમેરીને અચકચરી પીસી લો. પાણી 1 મોટી ચમચીથી વધુ ના ઉમેરો. સ્મૂથ પેસ્ટ બનાવાવથી ભજીયા કુરકુરા નહીં બને, તેથી અચકચરુ જ પીસો. હવે તેને એક મોટા બાઉલમાં કાઢી લો.

હવે તેમાં અડધો કપ સમારેલી ડુંગળી અને ડુંગળીના ચોથા ભાગની સમારેલી કોથમીર ઉમેરો. હવે 1/4 ચમચી લાલ મરચું, 1/4 ચમચી હળદળ, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણાજીરું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરો.

અહીંયા તમારે સહેજ પણ પાણી ઉમેરવાનું નથી, જો તમને ખીરું પાતળું લાગે છે તો તમે સહેજ બેસન અને સોડા પણ ઉમેરી શકો છો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ વધુ ગરમ થઇ જાય ત્યારે હાથની મદદથી ભજીયાને તેલમાં નાખો. ધ્યાન રાખો કે ભજીયા નાખતી વખતે તેલ ગરમ હોવું જોઈએ. પછી તમે મીડીયમ ગેસ કરીને સારી રીતે તળી લો.

ફૂલ ગેસ પર તળવાથી દાળ ઉપરથી પાકી જશે પરંતુ અંદર કાચી રહેશે. તો મગની દાળના ભજીયા તૈયાર છે. હવે તમે તેને કેચઅપ અને ચટણી સાથે સર્વ કરી શકો છો. આ ભજીયા બનાવવા ખુબ જ સરળ છે, કારણ કે ઘરમાં જ બધી સામગ્રી મળી રહે છે, તમારે બેસન કે સોડાની પણ જરૂર નથી પડતી.

આશા છે કે તમે પણ વરસાદમાં આ ભજીયા એકવાર જરૂર બનાવશો. આવી જ રસોઈની વાનગી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.