ઓલ ઓઉટનો ઉપયોગ બંધ કરો, કરી લો આ દીવો, ઘરના દરેક ખૂણેથી મચ્છરો ઉભી પુછડીએ ઘરની બહાર ભાગી જશે

machhar bhagadvano upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અત્યારે ચોમાશુ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં વરસાદ પડવાથી આપણા ઘરની આસપાસ પાણી ભરાઈ જાય છે અને ખુબ જ ગંદકી થાય છે. પરિણામે જ્યાં પણ પાણી ભરાઈ ગયું હોય ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે, જેનાથી મચ્છરજન્ય બીમારીઓ પણ ફેલાઈ શકે છે.

માત્ર એક મચ્છર કરડવાથી આપણે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા ભયંકર રોગોનો ભોગ બની શકીએ છીએ. આ માટે આપણે મચ્છરજન્ય રોગોથી બચવા માટે બજારમાં મળતા ઓલ આઉટનો ઉપયોગ કરતા હોઈએ છીએ.

જો કે બજારમાં મળતી મોટાભાગની પ્રોડક્ટ કેમિકલ્સવાળી હોય છે જેનો લગભગ દરેક ઘરમાં તેનો ઉપયોગ થાય છે. જો કે આ પ્રોડક્ટ અસરકારક પણ હોય છે, પરંતુ તેનાથી અપ્પનને ઘણું નુકસાન પણ થઇ શકે છે.

હવે જો તમે પણ ઘરેલુ ઉપાય કરીને મચ્છરને ભગાડવા માંગતા હોય તો આ લેખમાં અમે તમારી માટે ખુબ જ અસરકારક ઉપાય લઈને આવ્યા છીએ. જેનાથી તમારા બાળકો અને ઘરના તમામ સભ્યો મચ્છર કરડવાથી થતી બીમારીઓથી બચી શકે છે.

કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી, તેમાંથી નીકળતી સ્મેલ આપણે આખી રાત લેતા હોઈએ છીએ જેના કારણે આપણા શરીર પર, મગજ, ફેફસા જેવા શરીરના મુખ્ય અંગો પર તેની ખરાબ અસર પડી છે.

આ માટે આજે અમે તમને મચ્છરને ભગાડવાનો દેશી ઘરેલુ ઉપાય કેવી રીતે કરવો તે જણાવીશું. આ ઉપાયમાં તમારે મુખ્ય 3 વસ્તુઓની જરૂર પડશે. જેમ કે તેજપત્તા, કડવા લીમડાના સૂકા પાન, કપૂરનો ભૂકો અને સરસોનું તેલ જરૂર પડશે.

આ બધી વસ્તુ દરેક ઘરમાં સરળતાથી મળી જશે. આ બધી જ કુદરતી સનગરી છે તેની કોઈપણ આડઅસર નથી અને ઘરમાં રહેલા તમામ મચ્છરને તમારાથી ઘરથી દૂર રાખવામાં પણ મદદ કરે છે. તો આવો જાણીયે કેવી રીતે ઉપાય કરવો.

સૌથી પહેલા માટીનું કોડિયું લો. હવે તેમાં 2-3 તેજપત્તા, 1 મુઠ્ઠી કડવા લીમડાના સૂકા પાન, કપૂરનો ભૂકો નાખો. હવે ઉપરથી 1 ચમચી સરસોનું તેલ રેડો. હવે બધી વસ્તુઓને દીવાસળીની મદદથી સરગાળવો .

હવે કોડિયામાંથી તરત જ ધુમાડો નીકળવા લાગશે. જે ધુમાડો નીકળે તેને ઘરના દરેક ખૂણા સુધી ફેરવીને તેનો ધુમાડો ફેલાવો. જેથી ઘરમાંથી બધા જ મચ્છર ઘરની બહાર ભાગી જશે. જે રૂમમાં વધુ મચ્છર હોય તો તે રૂમમાં કોડિયાને મૂકીને 2 મિનિટ માટે રૂમ બંધ કરી લો.

તેમાંથી નીકળતા ધુમાડાના કારણે 5 મિનિટ પછી મચ્છર ઘરમાં દેખાશે પણ નહીં. તમે આ ઉપાય સુતા પહેલા કરી શકો છો જેથી મચ્છર કરડવાથી થતી અનેક બીમારીમાંથી તમે દૂર રહી શકો. આ ઉપાય ગમ્યો હોય તો આવી જ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.