લોહી વધારવા માટે
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અહીંયા તમને જણાવીશું લોહી વધારવા માટે શું કરવું જોઈએ જેથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય અને શરીરમાં લોહી વધવા લાગે. તો અહિયા તમને જણાવીશુ એવી ૮ વસ્તુઓ જે ખાવાથી તમારુ લોહી વધારવાની સાથે તેને શુધ્ધ કરવામા પણ મદદ કરી શકે છે, તો આ ૮ વસ્તુઓ કઇ છે તે જાણી લો અને જો આ વસ્તુઓ ના ખાતા હોય તમે તો આજથી શરુ કરી દો.

1)  જમરૂખ: સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં પાકા જમરૂખ જોવા મળે છે. આ જમરૂખ મહિલાઓના શરીરમાં રહેલ લોહીની કમીને દૂર કરવા માટે ખુબજ મહત્વના સાબિત થાય છે.એટલા માટે રોજ એક જમરૂખ અવશ્ય ખાવું જોઈએ અથવા તો સીઝન માં ખાવું જોઈએ.

2) કોબીજ:- આપને કોબીજ નો ઉપયોગ સલાડ ની અંદર કરીએ છીએ. કોબીજ આપણું લોહી વધારવા માટે ખૂબ જ જરૂરી છે. માટે કોબીજ નો ઉપયોગ સલાડ તરીકે કરજો જોઈએ. કોબીજ ખાવાથી આપણું શરીર ઘણા વિટામિનો મેળવે છે.

3) સંતરા: વિટામિન સી અને ફોસ્ફરસ કેલ્શિયમ જેવા તત્વોથી ભરપૂર સંતરા આપણું લોહી સાફ કરે છે અને જે લોકોને લોહીની કમી હોય તે કમીને દૂર કરવામાં સંતરા ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. માટે સંતાન બધા લોકોએ અવશ્ય ખાવા જોઈએ.

4) કાકડી:- કાકડીને તમે સલાડ તરીકે ખાઈ શકો છો. કાકડી લોહીની માત્રાને વધારવા માટે અને શરીરમાં રહેલા લોહીને શુદ્ધ કરવા માટે ખૂબ જ ઉપયોગી પદાર્થ છે. એટલા માટે રોજ કાકડી અને કોબીજ નું સલાડ ખાવો જોઈએ.

5) આમળા: રોજ બે આમળા ખાધા બાદ ઉપરથી એક ગ્લાસ જેટલું દૂધ પીવાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે. આંબળા વિટામિન સીથી ભરપૂર હોવાથી આંખોની નબળાઈ હોય, આંખમાં થોડું ઓછું દેખાતું હોય તો તે પણ દૂર થાય છે. માટે આમળા દરેક લોકોએ ખાવા જોઈએ.

6) તુલસી:- તુલસીના પાંચ પાન રોજ ખાવાથી આપણા શરીરમાં રહેલ ઝેરી તત્વો પેશાબ થી બહાર નીકળી જાય છે. તુલસી કેન્સર જેવી બીમારીઓ સામે લડે છે. લોહી સુધારવા અને લોહીની ગાંઠ હોય તેમને લોહી વધારવા માટે રોજ તુલસીના ૫-૬ પાન ખાવા જોઈએ.

7) પપૈયા ના પાન:- પપૈયા નાં પાન નો ઉપયોગ ડેન્ગ્યુ નાં પાન માં દર્દીના ઘટી ગયેલા પ્લેટલેટ કાઉન્ટ વધારવા માટેની દવા બનાવવામાં થાય છે. કારણ કે પપૈયાના પાન થી લોહીની માત્રા વધે છે. જે રોગો સામે લડવા માટે ખૂબ જ ઉપયોગી છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પપૈયું અને પપૈયા ના પાન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

8) ગોળ: ગોળ ની અંદર આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. આયર્નની ઊણપ ધરાવનાર કે હીમોગ્લોબિન નું લેવલ ઓછું હોય તેમના માટે ગોળ આશીર્વાદરૂપ સાબિત થતો હોય છે.

9) ભીંડા: ભીંડા સામાન્ય રીતે બહુ ઓછાં ને ખાવા ગમે છે. પરંતુ તમે નહીં જાણતા હોય કે ભીંડા ખાવાથી આપણા શરીરમાં ઘણા રોગો મટી જાય છે. ભીંડા ખાવાથી હીમોગ્લોબીન, આયર્ન ઊણપ પણ દૂર થાય છે. અને લોહી ની માત્રા પણ વધે છે. રોજ રાત્રે બે ભીંડા પલાળી સવારે તેને ખાવાથી હીમોગ્લોબીન અને આયર્ન ઊણપ દૂર થાય છે. માટે ભીંડા ખાવા જોઈએ.

10) મેથી: સામાન્ય રીતે મેથી ખાવાથી કૅલ્શિયમની ઊણપ દૂર થાય છે. મેથી ખાવાથી શરીરમાં રહેલ લોહી શુદ્ધ બને છે અને શરીરમાં લોહીની ખામી હોય તો લોહી પણ વધે છે. સ્ત્રીઓ માટે મેથી આશીર્વાદરૂપ સાબિત થતી હોય છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “લોહી વધારવા માટે 8 વસ્તુઓ વધારે ખાઓ | લોહી વધારવા માટે”