ઘર સારી રીતે ચલાવવું એ સ્ત્રીઓના હાથમાં હોય છે અને એટલે જ તેમને ઘરની મહારાણી કહેવામાં આવે છે. મહિનાની શરૂઆતમાં મળતા પતિ જોડેથી પૈસામાંથી ઘરના ખર્ચની સાથે આખા મહિનાનું રાશન, ઘરનું લાઈટ બિલ, બાળકોની શાળાની ફી અને પાણીના બિલ જેવા ખર્ચાઓ પણ કરવા પડે છે.
આ સિવાય બ્યુટી પાર્લર, કોસ્મેટિક્સ, દવા અને બીજી જરૂરિયાતો ક્યારેક તમારા મહિનાનો ખર્ચ એટલો વધારી દે છે કે તમારું બજેટ ખાલી થવા લાગે છે. શું તમારી જોડે પણ આવું જ કંઈક થાય છે? તમારા ઘરનું બિલ અચાનક વધારે આવવા લાગ્યું છે, તો કદાચ તમે આ ટિપ્સની મદદથી તમારા માસિક બિલમાં ચોક્કસ ઘટાડો કરી શકો છો.
1. ટાસ્ક લાઇટિંગનો ઉપયોગ : ટાસ્ક લાઇટિંગનો અર્થ થાય છે કે, જ્યાં લાઇટિંગનો ઉપયોગ કરવાનો છે અથવા ફક્ત જ્યાં તેની જરૂર હોય તે હિસાબે લાઇટનો ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે, તમે વાંચવા માટે રીડિંગ લેમ્પનો ઉપયોગ કરી શકો છો, રાઇડિંગ લેમ્પનો ઉપયોગ કરવાથી આખા રૂમમાં લાઈટ થશે નહિ પરંતુ માત્ર તે ટેબલમાં જ લાઈટ થશે. આ રીતે નાઇટ લાઇટ્સ, ઝીરો વોલ્ટના બલ્બ વગેરે વિશે વિચારો, જે ઘરોમાં ઘણી વીજળી બચાવી શકે છે.
2. ટ્યુબલાઇટ અને લેમ્પ સાફ કરતા રહો : તમે વિચારતા હશો કે આનથી શું થાય, પરંતુ તે ખૂબ ઉપયોગી છે. હકીકતમાં ટ્યુબલાઇટમાં વધુ ધૂળ હશે તો રૂમમાં પ્રકાશ ઓછો આપશે અને તતમારે બીજી લાઈટની જરૂર પડશે. ઘણા લોકો એક જ રૂમમાં બે લાઈટ ચાલુ રાખે છે જેના કારણે વીજળીનો બગાડ થાય છે.
3. ફ્લોરોસેંટ ટ્યુબ લાઇટ અને CFL : જો તમે વીજળી બચાવવા માંગતા હોય તો સામાન્ય લાઇટ બલ્બને બદલે ફ્લોરોસન્ટ ટ્યુબ લાઇટ અથવા સીએફએલનો ઉપયોગ કરો કારણ કે આ સામાન્ય બલ્બ કરતાં 70 ટકા વધુ આર્થિક સાબિત થઈ શકે છે.
4. AC ના ટેમ્પરેચરને સેટ રાખો : ઉનાળાની શરુરત થઇ ગઈ છે તો AC નો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે, પરંતુ એવું જરૂરી નથી કે તમે રૂમને 16 ડિગ્રીમાં રાખીને રૂમને ઠંડો કરો. જો તમે AC ને 21-22 ડિગ્રી વચ્ચે રાખશો તો પણ રૂમમાં ઠંડક રહેશે અને તમારું વીજળીનું બિલ પણ ઘણું ઓછું આવશે.
5. ફ્રિજને ગરમીથી દૂર રાખો : જો તમે ફ્રિજને ગરમીના સ્ત્રોતો એટલે કે રસોડાનો ગેસ, સૂર્યપ્રકાશ વગેરેથી દૂર રાખવું જોઈએ,કારણ કે ફ્રિજનું કોમ્પ્રેસરને વધારે મહેનત ના કરાવી પડેઅને તે વીજળીનું બિલ પણ બચાવશે. જો તમે ફ્રીજનો દરવાજો લાંબા સમય સુધી ખુલ્લો રાખો છો તો તેના કારણે પણ વીજળીનું બિલ વધારે આવે છે.
6. પાવર પ્લગ એટલે એક્સ્ટેન્શન : વીજળીનું બિલ સામાન્ય લોકો માટે મોટી સમસ્યા છે. કેટલી વાર આપણા ઘરમાં એવું બને છે કે તમારું ડિવાઇસ બંધ છે પરંતુ જો પ્લગ લાગેલું હોય અને પાવર ચાલુ હોય. આ રીતે તેમાં વીજળીનો વપરાશ થાય છે. આ માટે તમે પાવર સ્ટ્રીપ્સનો ઉપયોગ કરો જેનાથી તમારું વીજળીનું બિલ ઘટશે.
આ સિવાય તમારા લેપટોપ અને કોમ્પ્યુટરમાં ‘ગો ટુ સ્લીપ મોડ’ ચાલુ કરો, જેનાથી લાંબો સમય ઉપયોગ ના કરવાથી તેની લાઈટ અને પાવર આપોઆપ બંધ થઈ જશે. આ રીતે તમે બિલને ઘણી હદ સુધી ઘટાડી શકે છે. આ સિવાય ઘરના દરેક વ્યક્તિ આદત પાડે કે ટીવી પંખો અને એસી ઉપયોગ કર્યા પછી તરત જ બંધ કરો.
તો આ રીતે તમે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમારા મહિનાના લાઈટ બિલમાં થોડો ઘટાડો લાવી શકો છો. જો તમારી પાસે આ સિવાયની બીજી કોઈ ટિપ્સ હોય તો અમને જરૂર થી જણાવો.
જો તમને આ ટિપ્સ પસંદ આવી હોય તો આવી જ જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ્સ ટિપ્સ અને અવનવી વાનગીઓની માહિતી મળતી રહેશે.