aloe vera gel for face benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હવે ધીમે ધીમે ઋતુ બદલાઈ રહી છે, ઉનાળો આવી રહ્યો છે, તેમ તેમ મહિલાઓની ઓઈલી સ્કિનની સમસ્યા પણ ઘણી વધવા લાગી છે. ઓઈલી ત્વચાની મોટાભાગની મહિલાઓ ફરિયાદ કરે છે કે ત્વચા સાફ કર્યા પછી પણ તેમની ત્વચા ચીકણી લાગે છે અને વારંવાર ખીલની સમસ્યા શરુ થઇ જાય છે.

હકીકત એ છે કે તમારી ત્વચાના છિદ્રોની નીચે હાજર વસામય ગ્રંથિઓને કારણે છે જે વધારાનું તેલ ઉત્પન્ન કરે છે. જો કે ઓઇલ ટ્રાઈગ્લિસરાઈડ્સ અને ફેટી એસિડ્સથી બનેલું છે જે હાઈડ્રેશનમાં મદદ કરે છે અને ત્વચાને ચેપથી બચાવે છે, પરંતુ જ્યારે તેનું ઉત્પાદન વધારા માત્રામાં થાય છે ત્યારે તે ત્વચાને ઓઈલી બનાવે છે.

તમારી ઓઈલી ત્વચાને નિયંત્રિત કરવા અને તેનાથી સંબંધિત સમસ્યાઓને દૂર કરવાનો એક સરળ રસ્તો એ છે કે ત્વચા પર એલોવેરા જેલ લગાવો. તેમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ મળી આવે છે જે ઓઈલી સ્કિન અને ખીલ માટે ખૂબ અસરકારક છે. તે એક શ્રેષ્ઠ એસ્ટ્રિજેન્ટ છે જે તમારી ત્વચાને સાફ કરવામાં અને છિદ્રોને કડક કરવામાં મદદ કરે છે.

જો તમારી ત્વચા પણ ઓઈલી હોય તો તમે તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. તો આજે આ લેખમાં તમને ઓઈલી ત્વચા પર એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો તેની અલગ અલગ રીતો વિશે જણાવીશું. તો ચાલો જોઈએ કઈ છે રીતો.

એલોવેરા અને ગ્લિસરીન : જો તમારી પણ સ્કિન ઓઈલી છે તો તમે એલોવેરા જેલ અને ગ્લિસરીનને મિક્સ કરીને તમારી ત્વચા પર લગાવી શકો છો. તે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને છિદ્રો નીચે બનતું ઓઈલના (સીબુમના) ઉત્પાદનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

સામગ્રી : બે ચમચી એલોવેરા જેલ અને થોડું ગ્લિસરીન. ઉપયોગ કરવાની રીત : સૌથી પહેલા એક બાઉલમાં બંને વસ્તુઓને મિક્સ કરી લો. હવે તમારા ચહેરાને સાફ કરો અને આ મિશ્રણને કોટનની મદદથી ચહેરા પર લગાવો. લગભગ 15-20 મિનિટ રાખ્યા પછી ચહેરો પાણીથી ધોઈ લો.

એલોવેરા અને ઓરેન્જ જ્યુસ : કેટલીક સ્ત્રીમહિલાઓ ઓઈલી સ્કિન પર લીંબુનો ઉપયોગ કરે છે પરંતુ તેના બદલે નારંગીના રસનો ઉપયોગ વધારે સારું માનવામાં આવે છે. તે ઓઈલને નિયંત્રિત કરવાની સાથે સાથે તે તમારી ત્વચાની ચમક વધારવાનું પણ કામ કરે છે.

સામગ્રી : એક ચમચી નારંગીનો રસ અને બે ચમચી એલોવેરા જેલ. ઉપયોગ કરવાની રીત : પહેલા એક બાઉલમાં તાજી એલોવેરા જેલ નાખો. જો તમારા ઘરમાં એલોવેરાનો છોડ નથી તો બજારમાં મળતી જેલનો ઉપયોગ કરી શકો છો. હવે તેમાં એક ચમચી તાજો નારંગીનો રસ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

લગાવતા પહેલા ચહેરાને સાફ કરો અને આ પેસ્ટને લગાવો. લગભગ 10 થી 15 મિનિટ આમ જ રહેવા દો. પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો. જો તમારી પાસે નારંગીનો રસ ના હોય તો તમે નારંગીની છાલનો પાવડરનો પણ લઇ શકો છો.

એલોવેરા અને લીમડો : જો તમારી ત્વચા પર ઘણા બધા પિમ્પલ્સ અથવા ડાઘ છે અથવા જો તમારી ત્વચા ખૂબ જ ઓઈલી છે તો એલોવેરાને લીમડા સાથે મિક્સ કરીને પણ ચહેરા પર લગાવી શકો છો. સામગ્રી : મુઠ્ઠીભર લીમડાના પાન અને એક કે બે ચમચી એલોવેરા જેલ

ઉપયોગ કરવાની રીત : પહેલા લીમડાના પાનને ધોઈને સારી રીતે સૂકવી લો. હવે તેનો પીસીને પાવડર બનાવી લો. હવે બાઉલમાં એલોવેરા જેલ અને લીમડાના પાનનો પાવડર મિક્સ કરો. હવે તેને ચહેરા પર લગાવીને માસ્કની જેમ રહેવા દો. છેલ્લે સાદા પાણીથી ચહેરો ધોઈ લો.

જરૂરી ખાસ ટીપ્સ : જ્યારે પણ તમે તમારી ત્વચા પર એલોવેરા જેલને લગાવો છો તો પહેલા ખાતરી કરો કે હંમેશા ચહેરો સાફ કર્યા પછી જ તેનો ઉપયોગ કરો. સારા પરિણામ માટે કુંવારપાઠાના પાનમાંથી નીકાળેલી તાજી જેલ ખૂબ જ સારી માનવામાં આવે છે.

જો તમે એલોવેરા જેલમાં બીજી કોઈ પણ સામગ્રી મિક્સ નથી કરતા તો તમે તેને તમારા ચહેરા લગાવીને આખી રાત પણ રાખી શકો છો અને જો કોઈ સામગ્રી મિક્સ કરો છો તો તેને ફક્ત 15-20 મિનિટ જ ચહેરા પર લગાવો.

જો તમને આ બ્યુટી સબંધિત માહિતી પસંદ આવી હોય તો આવી જ જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ્સ ટિપ્સ અને અવનવી વાનગીઓની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા