માત્ર 10 મિનિટમાં તૈયાર થઇ જતું આ ઉનાળુ ઠંડુ પીણું બનાવી પી જાઓ, બજારમાં મળતા બધા પીણાં ભૂલી જશો


ઉનાળામાં આપણું ગળું વારંવાર સુકાતું રહે છે. એટલા માટે લોકો પોતાને હાઇડ્રેટ રાખવા માટે વારંવાર પાણી પીવે છે. પાણી ઉપરાંત કેટલાક લોકો શિકંજી, લસ્સી, જ્યુસ વગેરે જેવા વિવિધ પ્રકારના પીણાં પણ પિતા હોય છે.

પરંતુ આ બધા પીણાંમાં લોકોને સૌથી વધારે લીંબુ પીણું (મિન્ટ હની લેમન ડ્રિંક) પીવું ગમે છે. કારણ કે લીંબુ માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ તરસ છીપાવવાનું પણ કામ કરે છે અને હાઈડ્રેટ પણ રાખે છે.

ચોક્કસ તમે લીંબુની શિકંજી તો ટ્રાય કરી જ હશે. પરંતુ આજે અમે તમારા માટે મધ અને ફુદીનાથી બનેલા લીંબુ પીણાની સરળ રેસિપી લઈને આવ્યા છીએ જેને તમે માત્ર 5 થી 10 મિનિટમાં ઘરે બનાવી શકો છો, તો ચાલો જાણીએ બનાવવાની રીત.

સામગ્રી : 1 કપ ફુદીનાના પાન, 2 લીંબુ, 2 ચમચી મધ, 1 ચમચી જીરું પાવડર (શેકેલું), 1 ટીસ્પૂન કાળું મીઠું, 1 ટીસ્પૂન કાળા મરી પાવડર, ચપટી મીઠું અને આઈસ ક્યુબ.

4

કેવી રીતે બનાવવું : લીંબુ અને મધનો હેલ્ધી શરબત બનાવવા માટે પહેલા તમે ફુદીનાના પાન તોડી લો અને પછી તેને પાણીથી સારી રીતે ધોઈ લો. હવે મિક્સરમાં ફુદીનાના પાન અને બધા મસાલા જેમ કે કાળું મીઠું, લીંબુનો રસ, મીઠું, મધ, પાવડર, જીરું પાવડર અને અડધો કપ પાણી ઉમેરો.

પછી આ બધી સામગ્રીને સારી રીતે મિક્સરમાં પીસી લો. તમે સાદા પાણીનો ઉપયોગ કરવાને બદલે ઠંડા સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ રસને મિક્સરમાંથી કાઢીને સારી રીતે ગાળી લો અને ગ્લાસમાં કાઢી લો. હવે ગ્લાસમાં અડધુ લીંબુ પીણું અને અડધા ગ્લાસમાં સોડા નાખો. હવે ઉપર બરફ અને ફુદીનાના પાન નાખી સર્વ કરો.

આ રેસિપી ને બનાવતા 10 મિનિટ સમય લાગે છે. જેમાં 5 મિનિટ બધી સામગ્રીને ભેગી કરવાનો રહેશે અને 5 મિનિટ બનાવવાનો સમય રહેશે. આ રેસિપીમાં 95 જેટલી કેલરી મળે છે. તો ચાલો જાણીએ કઈ સામગ્રીની જરૂર પડશે.

 


રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા