how to make your child an entrepreneur
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક માતા-પિતા એવું ઈચ્છે છે કે તેમના બાળકો સ્વતંત્ર અને જીવનમાં ખુબ જ આગળ વધે. આજના જીવનમાં દરેક જગ્યાએ સ્પર્ધા થઇ ગઈ છે અને આ સ્પર્ધામાં તમારી ઓળખ બનાવવી ખૂબ જ મુશ્કેલ કામ છે. યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવ્યા પછી નોકરી મેળવી, એ હવે ભૂતકાળની વાત છે.

એક ટોપ ક્લાસ કોલેજમાંથી પાસ આઉટ થયા પછી પણ આજના બાળકો સંઘર્ષ કરતા જોવા મળે છે. આવી પરિસ્થિતિઓ માતાપિતા માટે એક પડકારરૂપ બની જાય છે. જો તમે નથી ઈચ્છતા કે તમારું બાળક આવી પરિસ્થિતિઓમાં પસાર થાય તો તમારે તેના માટે અત્યારથી જ તૈયારી કરવી પડશે.

તમારે બાળપણથી જ તમારા બાળકમાં સાહસિકતા વિકસાવવી પડશે. તમારા બાળકમાં એવા કેટલાક ગુણો વિકસાવવા પડશે કે જેમાં બાળક પોતાની નવી વિચારસરણીના આધારે નવો ધંધો શરૂ કરે છે તો તેને Entrepreneurship એન્ટરપ્રિનીયોરશીપ કહે છે. તમારા બાળકમાં આ ગુણ વિકસાવવા માટે આ ટીપ્સ તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

જિજ્ઞાસાને દબાવશો નહીં : બાળકો નાનપણથી જ ઘણા પ્રકારના પ્રશ્નો પૂછે છે. જેમાં કેટલાક પ્રશ્નો ખૂબ જ અટપટા હોય છે. જ્યારે તમારું બાળક તમને કોઈ પ્રશ્ન પૂછે છે તો તેનો જવાબ જરૂર આપો. તેને ઠપકો આપીને ચૂપ ન કરો. માતાપિતા ઘણીવાર બાળકોને ઠપકો આપીને તેમની જિજ્ઞાસાને દબાવી દે છે. આ ટૂંકા અને મૂર્ખતા ભર્યા પ્રશ્નોના જવાબો તેને ભવિષ્યમાં ઊંચે ઉડવા માટે મદદ કરશે.

નાણાકીય વિચાર (ફાઇનાન્સ આઈડિયા) : બાળકને નાણાકીય કોન્સેપટ સમજાવવા માટે કેટલાક અઘરા પ્રશ્નો પૂછો. નાણાં સંબંધિત વિષયોને સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કરો. સમય જતાં, બાળક પૈસા સંબંધિત મુદ્દાઓની સમજ વિકસાવવાનું શરૂ કરશે.

તેનામાં ફાઇનાન્સ ને લઈને એક માનસિક સંરચના વિકસિત થવા લાગશે. ફાઇનાન્સની સારી સમજ એ entrepreneurship નું મુખ્ય લક્ષણ છે જેનું જ્ઞાન તમારા બાળકને નાનપણથી જ આપવું જોઈએ. આ તેને કરિયરબનાવવામાં ખુબ જ મદદ કરશે.

ટેકનોલોજીની સમજ : બાળકની રુચિ મુજબ તેને નવી ટેક્નોલોજી અને નવા કોન્સેપ્ટનું જ્ઞાન આપવું જોઈએ. તેના વિચારને નાની ઉંમર કહીને મર્યાદિત ન કરો. તેને તેની રુચિ પ્રમાણે આગળ વધવા દો. આ સાથે એ પણ જાણવું જોઈએ કે જીવનમાં આવનારી નિષ્ફળતાઓને કેવી રીતે મેનેજ કરવી. કારણ કે ભવિષ્યમાં જો તેની કોઈ યોજના નિષ્ફળ જાય તો તેણે નિરાશા હંમેશા માટે ના સ્વીકારવી જોઈએ.

સમયનું મૂલ્ય : મર્યાદિત સમયમાં કોઈ લક્ષ્ય હાંસલ કરવું એ સફળ entrepreneurની વિશેષતા છે. એટલા માટે તમારા બાળકને સમયનું મૂલ્ય શીખવવું ખૂબ જરૂરી છે. સરળ શબ્દોમાં કહીએ તો સમયનું મૂલ્ય એ જ સફળતાની ચાવી છે.

આ આદત વિકસાવવા માટે તમે બાળકોને અસાઇમેન્ટ આપો છો અને તેમને મર્યાદિત સમયમાં પૂરું કરવા માટે કહો. જો તે આમ કરવામાં સફળ થઇ જાય છે તો તેને ઈનામ આપો. આ રીતે નાનપણથી જ બાળકના જીવનમાં આ બાબતોને ઉતારવાનો પ્રયાસ કરો જેથી તે હવેથી આ ક્ષેત્રમાંથી બહાર આવીને પોતાની વિચારસરણી વિકસાવવાનું શરૂ કરે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા